દિવ્ય ભાસ્કર
Jul 12, 2020, 10:54 AM IST
મુંબઈ. અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ બોલિવૂડના મોટા સેલેબ્સ પણ કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી રહી છે. અમિતાભ તથા અભિષેક બચ્ચન હાલમાં નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. હવે નીતુ સિંહ, રણબીર કપૂર, કરન જોહર પણ કોરોના પોઝિટિવ હોવાની વાત ચર્ચામાં છે. જોકે, નીતુ સિંહની દીકરી રિદ્ધિમા કપૂરે આ વાતને અફવા ગણાવી હતી.
હાલમાં જ ટ્વિટર પર અમિત વશિષ્ઠ નામની વ્યક્તિએ નીતુ સિંહ, રણબીર કપૂર તથા કરન જોહરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાની વાત કરી હતી. આ ટ્વીટ બાદ આ તમામ સેલેબ્સ કોવિડ 19 પોઝિટિવ છે, તે ન્યૂઝ વાઈરલ થયા હતાં. આ પોસ્ટની માહિતી મળતાં જ નીતુ સિંહની દીકરી રિદ્ધિમાએ ઈન્સ્ટા સ્ટોરીમાં આ વાત ખોટી હોવાનું કહ્યું હતું. આ સાથે જ ફૅક ન્યૂઝ ફેલાવનારને આડેહાથ લીધો હતો. રિદ્ધિમાએ ઈન્સ્ટા સ્ટોરીમાં કહ્યું હતું, પ્લીઝ ટ્વીટ કરતાં પહેલાં કન્ફર્મ કરો અને સ્પષ્ટ કરો. અમે બધા ઠીક છીએ. થેંક્યૂ વેરી મચ.
નીતુની બર્થ ડે પાર્ટીમાં બિગ બીનો દોહિત્ર આવ્યો હતો
નીતુ કપૂરે આઠ જુલાઈના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. એક દિવસ પહેલાં એટલે કે સાત જુલાઈએ પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટીમાં નીતુ તથા રિદ્ધિમાની સાથે રણબીર કપૂર, કરન જોહર, રીમા જૈન તથા અગસ્ત્ય નંદા પણ સામેલ હતી. ઉલ્લેખનીય છે કે રિશી કપૂરની બહેન રિતુ નંદાએ અગસત્ય નંદાની દાદી હતાં અને તેમનું અવસાન આ વર્ષે જાન્યુઆરીમાં થયું હતું. કપૂર તથા બચ્ચન પરિવાર આ જ કારણે એકબીજાની નિકટ છે. નીતુ સિંહે પાર્ટીની તસવીર સોશિયલ મીડિયામાં શૅર પણ કરી હતી.
Be the first to comment on "રણબીર કપૂર, કરન જોહર તથા નીતુ સિંહનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાની વાત અફવા, રિદ્ધિમાએ કહ્યું,- અમે ઠીક છીએ"