મોટેરા સંગ્રામ: ટીમની કમાન સંભાળતા પહેલા વિરાટ કોહલીએ પિંક બોલથી નેટ્સમાં પ્રેક્ટિસ કરી, ફિટનેસ ટેસ્ટ પાસ કરી ઉમેશ યાદવ ઇન

મોટેરા સંગ્રામ: ટીમની કમાન સંભાળતા પહેલા વિરાટ કોહલીએ પિંક બોલથી નેટ્સમાં પ્રેક્ટિસ કરી, ફિટનેસ ટેસ્ટ પાસ કરી ઉમેશ યાદવ ઇન


  • Gujarati News
  • Sports
  • Cricket
  • Before Taking Charge Of The Team At Motera, Virat Kohli Practiced In The Nets With A Pink Ball, Passed A Fitness Test And Umesh Yadav In.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદઅમુક પળો પહેલા

  • કૉપી લિંક

વિરાટ કોહલીએ નેટ્સમાં પિંકબોલ સામે બેટિંગ કરવાની પ્રેક્ટિસ કરી

  • મોટેરાની પીચને સમજવા માટે ભારતીય ટીમ દરરોજ પ્રેક્ટિસ કરી રહી છે
  • ઉમેશ યાદવે ફિટનેસ ટેસ્ટ પાસ કરીને આગામી બે ટેસ્ટમેચમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું
  • રિષભ પંત નેટ પ્રેક્ટિસ દરમિયાન મસ્તીના મૂડમાં, ડ્રોન ઉડાવી નેટ્સનો વ્યૂ જોયો

24 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પહેલી વખત પિંક બોલ ટેસ્ટ મેચ રમવાની છે. આ પિંક બોલ ટેસ્ટ મેચ અગાઉ કોલકાતામાં રમાઇ હતી, પરંતુ આ નવનિર્મિત સ્ટેડિયમમાં આ વખતે રમાવાની છે. જેને લઇને ઇન્ડીયા અને ઇંગ્લેન્ડની ટીમે નેટ પ્રેક્ટિસની શરૂઆત કરી દીધી છે. આ સ્ટેડિયમ નવું હોવાથી અહીંની પીચની સ્થિતિથી ખેલાડીઓ પરિચિત નથી, જેના કારણે પીચના વર્તનને સમજવા માટે ભારતીય ટીમ દરરોજ પ્રેક્ટિસ કરી રહી છે. જેમાં આજે ઇન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલર ઉમેશ યાદવ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા.

ફિટનેસ ટેસ્ટ પાસ કરી ઉમેશ યાદવ ઇન
ઉમેશ યાદવ પિંક બોલથી બોલિંગ કરી રહ્યા છે અને વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે, ઉમેશ યાદવને 2 ટેસ્ટ મેચ માટે ટીમમાં હમણાં જ સ્થાન મળ્યું છે. તેણે રવિવારે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી ટીમમાં સ્થાન મળ્યું હતું. જેથી ઉમેશ યાદવ પણ આ બંને ટેસ્ટ મેચમાં પિંક બોલથી બોલિંગ કરતા જોવા મળશે. ટીમના બીજા ખેલાડીઓએ પણ ટેસ્ટ મેચ અગાઉ જોરશોરથી નેટમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પંતનો નેટ પ્રેક્ટિસ દરમિયાન ડ્રોન ઉડાવતો વીડિયો વાઈરલ

પંતનો નેટ પ્રેક્ટિસ દરમિયાન ડ્રોન ઉડાવતો વીડિયો વાઈરલ

રિષભ પંતે નેટ્સમાં ડ્રોન ઉડાવ્યું
ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ પ્રેક્ટિસ સાથે મસ્તી પણ કરતા જણાયા હતા. જેમાં રિષભ પંત, અશ્વિન અને હાર્દિક પડ્યાનો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારે હવે રિષભ પંત નેટ પ્રેક્ટિસ દરમિયાન મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. પંતનો નેટ પ્રેક્ટિસ દરમિયાન ડ્રોન ઉડાવતો વીડિયો પણ સોશિયલ મીડિયમાં વહેતો થયો છે. વીડિયોમાં રિષભ પંતે ડ્રોન ઉડાવતા કહ્યું કે, તેણે સ્ટમ્પની પાછળ રહીને ઘણો સમય વિતાવ્યો છે, તેથી હવે તે આખા નેટ્સના વ્યૂ ને ડ્રોનથી જોઈ રહ્યો છે. પંતે પોતાના ડ્રોનને મિત્ર તરીકે સંબોધન આપીને સ્પાઈડી નામ પણ આપ્યું છે.

Be the first to comment on "મોટેરા સંગ્રામ: ટીમની કમાન સંભાળતા પહેલા વિરાટ કોહલીએ પિંક બોલથી નેટ્સમાં પ્રેક્ટિસ કરી, ફિટનેસ ટેસ્ટ પાસ કરી ઉમેશ યાદવ ઇન"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: