મોટેરા ટેસ્ટ: કોહલીએ કહ્યું કે, ગર્વની વાત છે કે વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આપણા દેશમાં છે; અમે બંને ટેસ્ટ જીતવાના માઈન્ડસેટ સાથે મેદાનમાં ઉતરીશું

[:en]IPLમાં મોંઘા- ઈકોનોમિ બોલર: કમિંસની 1 વિકેટ 1.3 કરોડની; મુરગન-ગોપાલ સૌથી ઈકોનોમિ રહ્યાં, 2 લાખની પડી 1 વિકેટ[:]  • Gujarati News
  • Sports
  • Cricket
  • “We Are Proud To Have The World’s Largest Cricket Stadium In Our Country,” Kohli Said. We Will Be On The Field With The Mindset Of Winning Both The Tests

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદઅમુક પળો પહેલા

  • કૉપી લિંક
  • કોહલીએ કહ્યું, મોટેરાની સાઈટ સ્ક્રીન બ્રોડ છે અને સીટ એવા એન્ગલ્સ પર છે કે જ્યાં બેટ્સમેનનું ધ્યાન ન જાય. તેથી બેટિંગ કરતી વખતે તકલીફ નહીં થાય
  • કોહલીએ કહ્યું, મોટેરામાં પિન્ક બોલ સ્વિંગ તો થશે પરંતુ સામાન્યપણે થાય એના કરતાં ઓછો
  • મેં અને ઇશાંતે સ્ટેટ ક્રિકેટ રમવાનું સાથે શરૂ કર્યું હતું. એ ટીમમાં સિલેક્ટ થયો ત્યારે મેં જ એને જાણ કરી હતી. ખુશ છું કે એની 100મી ટેસ્ટમાં ટીમનો ભાગ છું: કોહલી

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતેની ડે-નાઈટ ટેસ્ટ પહેલાં મીડિયા સાથે વાત કરી. કોહલીએ કહ્યું કે, અમારા માટે ગર્વની વાત છે કે વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અહીંયા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વાઇસ આ ગજબનું સ્ટેડિયમ છે. અમે ખુશ છીએ કે આટલું સુંદર સ્ટેડિયમ આપણા દેશમાં બન્યું. પિન્ક બોલ સ્વિંગ તો થશે પરંતુ બહુ ઓછો થશે.

બંને ટેસ્ટ જીતવાના માઈન્ડસેટ સાથે રમીશું
ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે ભારતે 1 ટેસ્ટ જીતવી જરૂરી છે. જ્યારે 1 ડ્રો કરશે તો પણ ચાલશે. તો શું આ ટીમ ઇન્ડિયા માટે એડવાન્ટેજ છે? આ પ્રશ્નનો જવાબ આપતા કોહલીએ કહ્યું કે, અમે બંને મેચ જીતવાના માઈન્ડસેટ સાથે મેદાનમાં ઉતરીશું. અમે રિયાલિટીમાં રહીને આવતીકાલ માટે તૈયારી કરીશું, જે અમે કરી છે. જ્યારે તમને ખબર નથી કે, આવતીકાલે શું થવાનું છે તો ફ્યુચરનું વિચારીને કોઈ ફાયદો નથી.

ઓરેન્જ સીટ્સ હેરાન નહીં કરે
પિન્ક બોલ સાથેની મેચમાં ઓરેન્જ સીટ્સથી તકલીફ થશે કે કેમ? આ પ્રશ્નનો જવાબ આપતા કોહલીએ કહ્યું કે, મોટેરાની સાઈટ સ્ક્રીન બ્રોડ છે. તેમજ સીટ એવા એન્ગલ્સ પર છે કે જ્યાં બેટ્સમેનનું ધ્યાન ન જાય. તેથી બેટિંગ કરતી વખતે ઓરેન્જ સીટ્સ શાઇન મારશે અને બેટ્સમેનને તકલીફ પડશે એવું નહીં થાય. રહી વાત ફિલ્ડિંગની તો અમે પ્રેક્ટિસ સેશનમાં જોયું કે, બોલને ધ્યાનથી જોઈશું તો પીક કરવામાં અઘરું નહીં પડે.

ધોનીના રેકોર્ડ તોડવા પર
વિરાટ મોટેરા ખાતે બેમાંથી એક ટેસ્ટ જીતવાની સાથે જ ઘરઆંગણે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કપ્તાન થઈ જશે. બંનેએ અત્યારે દેશમાં સંયુક્તપણે 21-21 ટેસ્ટ જીતી છે. આ અંગે કોહલીએ કહ્યું કે, મારી જવાબદારી ઇન્ડિયન ક્રિકેટને આગળ લઈ જવાની છે. હું રેકોર્ડ્સ પર ધ્યાન આપતો નથી. હું મેદાનમાંથી પરત ફરું છું ત્યારે મને ખબર પડે છે કે, રેકોર્ડ બન્યા છે.

અમારો લક્ષ્ય ગુડ ક્રિકેટ રમવાનો છે
કોહલીએ કહ્યું કે, અમારો લક્ષ્ય ગુડ ક્રિકેટ રમવાનો છે. અમે ઇંગ્લેન્ડની તાકાત અને નબળાઈ વિશે નથી વિચારતા. અમે તેમના ઘરઆંગણે તેમને મદદ કરતી પરિસ્થિતિમાં જીત મેળવી છે. તેવામાં અમને ખબર છે કે જો સિમ ફ્રેન્ડલી ટ્રેક હશે તો એ સિમ ફ્રેન્ડલી અમારા બોલર્સ માટે પણ હશે.

બંને ટીમ માટે છેલ્લી પિન્ક બોલ ટેસ્ટ નિરાશાજનક
ભારત પોતાની છેલ્લી પિન્ક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 36 રનમાં અને ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે 58 રનમાં ઓલઆઉટ થયું હતું. આ અંગે કોહલીએ કહ્યું કે, બંને ક્વોલિટી ટીમ છે. બંને માટે એ અનુભવ અલગ હતો. જ્યારે બધું તમારી વિરુદ્ધમાં થઈ રહ્યું હોય તો તમે કઈ કરી શકતા નથી. એડિલેડમાં 36 રનમાં ઓલઆઉટ થયા ત્યારે અમે માત્ર 45 મિનિટ ખરાબ રમ્યા હતા, તે સિવાય મેચમાં અમારો દેખાવ સારો હતો. એક ટીમ તરીકે અમને અઘરી પરિસ્થિતિમાંથી બહાર આવતા આવડે છે.

ક્રાઉડનો રોલ ઈમ્પોર્ટન્ટ
કોહલીએ કહ્યું કે, ક્રિકેટમાં ક્રાઉડનો રોલ બહુ ઈમ્પોર્ટન્ટ હોય છે. તમે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કોઈપણ દેશમાં જાવ ક્રાઉડનું ટીમને જોરદાર બેકિંગ હોય છે. એક બેટસેમન તરીકેનો અનુભવ કહું તો જ્યારે 30 હજાર દર્શક તમારી વિરુદ્ધ હોય અથવા હોમ ટીમને સપોર્ટ કરતા હોય તો તેની તમારી રમત પર અસર જરૂર થાય છે. 50 હજાર લોકો અને એમની એનર્જી ચોક્કસ મદદ કરે છે.

ઇશાંત પ્રિય મિત્ર
ઇશાંત આવતીકાલે પોતાની 100મી ટેસ્ટ રમશે. કોહલીએ કહ્યું કે, મેં અને ઇશાંતે સ્ટેટ ક્રિકેટ રમવાનું સાથે શરૂ કર્યું હતું. એ ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થયો ત્યારે મેં જ એને જાણ કરી હતી. બપોરનો સમય હતો અને મેં એને ઉઠાડીને કહેલું કે ભાઈ તું સિલેક્ટ થઈ ગયો છે. એ પહેલા માન્યો નહોતો. ઇશાંત પહેલેથી જ બહુ હાર્ડવર્કિંગ અને ઈમાનદાર રહ્યો છે. હું બહુ ખુશ છું કે તે પોતાની 100મી ટેસ્ટ રમી રહ્યો છે અને હું આ મેચનો ભાગ છું. કોઈ ફાસ્ટ બોલર 100 ટેસ્ટ રમે એટલે એ બેટ્સમેન 150 ટેસ્ટ રમે એવી વાત છે. ઇશાંત જેવા બોલરની હાજરથી કપ્તાન તરીકે મને ફાયદો થાય છે. તે કન્સિસ્ટન્ટ એક જ લાઈન અને લેન્થથી બોલિંગ કરી છે. હું મારા પ્રિય મિત્ર માટે બહુ એક્સાઈટેડ છું.

બાંગ્લાદેશ સામેની ડે-નાઈટમાં સેન્ચુરી
કોહલીએ ભારતમાં રમાયેલી પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં સદી મારી હતી. તેણે કહ્યું કે, હું એ મેચ અન્ય કોઈ મેચની જેમ જ રમ્યો હતો. મારુ કામ રન બનાવવાનું છે. હું બેટિંગ કરવા જાવ ત્યારે પરિસ્થિતિ જોઈને નક્કી કરું છું કે શું કરી શકું. હું આ મેચ માટે તૈયાર છું. મારુ બેસ્ટ આપીશ.

100 ટેસ્ટ રમ્યા છતાં ઇશાંતના વાળ ન ઘટ્યા
100 ટેસ્ટ રમવા છતાં ઇશાંતના વાળ કેમ ન ઉડ્યા? આ પ્રશ્નનો જવાબ આપતાં કોહલીએ કહ્યું, જો ઇશાંત કપ્તાની કરે અને હેલ્મેટ પહેરે તો એના વાળ પણ ઉડી જશે. તેને લાંબી બેટિંગ કરવાની આવતી નથી. વેલ, સિરિયસલી કહું તો, મોડર્ન ડે ક્રિકેટમાં ઇશાંતે જે રીતે પોતાની બોડીને મેન્ટન કરી છે, તેવું કરવું સહેજ પણ સરળ નથી. એની પાસે સ્કિલ છે. તેણે પોતાનું બધું કમિટમેન્ટ ટેસ્ટ ક્રિકેટને આપ્યું છે. કોઈ ફાસ્ટ બોલર 100 ટેસ્ટ રમે તો એ કોઈ બેટ્સમેન 150 ટેસ્ટ રમે એ સમાન સિદ્ધિ છે. ઇશાંતની જવાબદારી છે કે, તે હવે આગળના યુવા બોલર્સને મોટીવેટ કરે અને આટલો સમય કેમ રમી શકાય તેની શીખ આપે.

1 Trackbacks & Pingbacks

  1. કોહલીએ કહ્યું કે, ગર્વની વાત છે કે વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આપણા દેશમાં છે; અમે બંને

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: