મુશ્કેલી: ‘ઈક પ્યાર કા નગમા હૈ’ ફૅમ સોંગ રાઈટર સંતોષ આનંદ આર્થિક તંગીમાં જીવી રહ્યા છે, આ સેલેબ્સની પણ અંતિમ સમયે આર્થિક સ્થિતિ સારી નહોતી


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હાલમાં જ ‘ઈક પ્યાર કા નગમા હૈ’ ફૅમ ગીતના રાઈટર સંતોષ આનંદ સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’માં આવ્યા હતા. શોમાં વ્હીલચેર પર બેસીને આવેલા સંતોષ આનંદે કહ્યું હતું કે તેમનું જીવન આર્થિક તંગીમાં પસાર થઈ રહ્યું છે. તેઓ ઘરના બિલ પણ ચૂકવી શકે તેમ નથી. તેમની આ હાલત જોઈને નેહા કક્કરે પાંચ લાખ રૂપિયાની મદદ કરી હતી. જોકે, સંતોષ પહેલાં ઘણાં એવા સેલેબ્સ છે, જેમણે આર્થિક મુશ્કેલીમાં જીવન પસાર કર્યું છે. જાણીએ એ સેલેબ્સ ક્યા ક્યા છે…

ઈન્દર કુમાર

‘તુમકો ભૂલા ના પાયેગા’, ‘વૉન્ટેડ’ જેવી હિટ ફિલ્મમાં કામ કરનાર ઈન્દર કુમારનું મોત 28 જુલાઈ, 2017ના રોજ કાર્ડિયેક અરેસ્ટને કારણે થયું હતું. એક્ટરના મોત બાદ કો-સ્ટાર દીપશિખા નાગપાલ તથા પત્ની પલ્લવી સરાફે કહ્યું હતું કે ઈન્દર કુમારની આર્થિક સ્થિતિ ઠીક નહોતી. ઈન્ડસ્ટ્રીના અનેક લોકોને મદદ કરવાની અપીલ કરી હતી, પરંતુ કોઈએ મદદ કરી નહોતી.

મહેશ આનંદ

‘શહેનશાહ’, ‘ગંગા જમુના સરસ્વતી’, ‘થાનેદાર’ જેવી હિટ ફિલ્મમાં નેગેટિવ રોલ ભજવનાર મહેશ આનંદનું નિધન 2019માં 9 ફેબ્રુઆરીના રોજ થયું હતું. મોતના બે દિવસ બાદ તેમનો પાર્થિવ દેહ વર્સોવા સ્થિત ફ્લેટમાંથી મળી આવ્યો હતો. એક્ટરના નિકટના મિત્ર પહલાજ નિહલાણીએ તેમના મોત અંગનો ઘટસ્ફોટ કર્યો હતો. એક્ટર લાંબા સમયથી આર્થિક તંગીનો ભોગ બન્યા હતા. તેમણે ‘રંગીલા રાજા’ ફિલ્મમાં કામ મળે તેવી વાત કરી હતી. તેમની આર્થિક સ્થિતિ જોયા બાદ પહલાજ નિહલાણીએ ફિલ્મમાં રોલ આપ્યો હતો. મહેશ આનંદ છેલ્લાં ઘણાં વર્ષથી ઈન્ડસ્ટ્રીથી દૂર હતા અને કામની શોધમાં હતા.

સીતારામ પંચાલ

‘પીપલી લાઈવ’, ‘સ્લમડોગ મિલિયોનર’ તથા ‘પાન સિંહ તોમર’ જેવી ફિલ્મમાં જોવા મળેલ સીતારામનું મોત ઓગસ્ટ, 2017માં થયું હતું. સીતારામને લંગ્સ કેન્સર હતું. લાંબી સારવારને કારણે બચત બધી જ વપરાઈ ગઈ હતી.

મીના કુમારી

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સ્ટાર મીના કુમાર ઉર્ફે મહઝબીને માત્ર 4 વર્ષની ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. અનેક બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર મીનાનો અંતિમ સમય ઘણો જ મુશ્કેલીમાં પસાર થયો હતો. ‘પાકિઝા’ રિલીઝ થઈ પછી ત્રણ અઠવાડિયા સુધી તેઓ બીમાર રહ્યાં હતાં. હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર ચાલતી હતી અને તેઓ કોમામાં જતાં રહ્યાં હતાં. કોમામાં ગયાના બે દિવસ બાદ 31 માર્ચ, 1972ના રોજ મીનાકુમારીનું મોત થયું હતું. 38 વર્ષની ઉંમરમાં અવસાન પામનાર મીના કુમારીની આર્થિક સ્થિતિ સારી નહોતી.

એ કે હંગલ

26 ઓગસ્ટ, 2012માં એ કે હંગલનું અવસાન થયું હતું. અંતિમ સમય ઘણો જ ખરાબ રીતે પસાર થયો હતો. મુંબઈમાં સારવાર દરમિયાન એ કે હંગલ પાસે બિલ ભરવાના પૈસા નહોતા. આ વાત જ્યારે ઈન્ડસ્ટ્રીને ખબર પડી તો અનેક લોકો મદદ માટે આગળ આવ્યા હતા.

નલિની જયવંત

​​​​​​​1940-50ના સમય દરમિયાન નલિનીએ ‘કાલા પાની’, ‘રાહી’ તથા ‘શિકસ્ત’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. 2010માં તેમનું નિધન થયું હતું. બીજા પતિના મોત બાદ નલિનીએ બહારની દુનિયા સાથેનો સંપર્ક સંપૂર્ણ રીતે કાપી નાખ્યો હતો અને કામ કરવાનું બંધ કરી દીધું હતું. અંતિમ સમયે બિલ ભરવાના પૈસા નહોતાં.

મનમીત ગ્રેવાલ​​​​​​​

32 વર્ષીય મનમીત ગ્રેવાલે 15 મે, 2020ના રોજ આત્મહત્યા કરી હતી. મનમીતે આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી હતી. મંજીત સિંહે એક વાતચીતમાં કહ્યું હતું કે કેટલાંક દિવસો પહેલાં જ મનમીતના એક ફ્રેન્ડે આર્થિક તંગીને કારણે સુસાઈડ કર્યું હતું. બંનેએ ફોરેન ટ્રીપ માટે લોન લીધી હતી અને તે ચૂકવી શક્યા નહોતાં.

પ્રેક્ષા મહેતા​​​​​​​

‘ક્રાઈમ પેટ્રોલ’, ‘લાલ ઈશ્ક’ તથા ‘મેરી દુર્ગા’ જેવા શોની એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ 25મેના રોજ ઈન્દોરમાં આત્મહત્યા કરી હતી. 25 વર્ષીય પ્રેક્ષાએ સુસાઈડ નોટમાં કહ્યું હતું કે તેના તૂટેલા સપનાઓએ તેના આત્મવિશ્વાસને ડગમગાવી દીધો હતો. તે તૂટેલા સપના સાથે જીવી શકે નહીં. તેણે એક વર્ષ ઘણો જ પ્રયાસ કર્યો પરંતુ હવે તે થાકી ગઈ છે. માનવામાં આવે છે કે પ્રેક્ષાએ કામ ના મળવાને કારણે તથા આર્થિક સ્થિતિ સારી ના હોવાને કારણે સુસાઈડ જેવું પગલું ભર્યું હતું.

આશીષ રૉય​​​​​​​

ટીવી એક્ટર આશીષ રૉયની કિડની ફેલ થવાને કારણે નવેમ્બર, 2020માં નિધન થયું હતું. લાંબા સમયથી સારવાર ચાલતી હોવાથી તેમની બચત વપરાઈ ગઈ હતી અને વધુ સારવાર કરાવવાના પૈસા નહોતા.

Be the first to comment on "મુશ્કેલી: ‘ઈક પ્યાર કા નગમા હૈ’ ફૅમ સોંગ રાઈટર સંતોષ આનંદ આર્થિક તંગીમાં જીવી રહ્યા છે, આ સેલેબ્સની પણ અંતિમ સમયે આર્થિક સ્થિતિ સારી નહોતી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: