મુંબઈ પોલીસે કુકની ફરીવાર 6 કલાક પૂછપરછ કરી, બહેનને પણ ફરીવાર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી


દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 04:50 PM IST

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને આજે 14 જુલાઈએ એક મહિનો થઇ ગયો. 14 જૂને મુંબઈમાં બાંદ્રામાં તેના ઘરે ફાંસી લગાવીને સુશાંતે આત્મહત્યા કરી લીધી હતી. આટલા સમયમાં મુંબઈ પોલીસ એક્ટરની આત્મહત્યા પાછળનું કારણ શોધી શકી નથી.
 
6 કલાકની પૂછપરછ થઇ 
સોમવારે મુંબઈ પોલીસે સુશાંતના કુક નીરજની ફરી 6 કલાક કડક પૂછપરછ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલ જાણકારી મુજબ, કુક પાસેથી પોલીસે સુશાંતની આત્મહત્યાના ત્રણ દિવસ અગાઉની બધી વાત જાણવાનો પ્રયાસ કર્યો હતો. 11 જૂનથી 14 જૂન વચ્ચે સુશાંતે શું જમ્યું, શું પીધું અને કોણ-કોણ તેને મળવા આવ્યું હતું જેવી દરેક નાની-નાની માહિતી પોલીસે કુક પાસેથી મેળવી છે.

સુશાંતની બહેનને પણ ફરીવાર પૂછપરછ માટે બોલાવવામાં આવી 
સુશાંત સિંહની બહેન મિતુને મંગળવારે પોલીસે ફરીવાર પૂછપરછ માટે બોલાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ મિતુને તેમના ત્રણ મહિના પહેલાંના સંબંધ, ભાઈ-બહેને કરેલ વાતચીત અને તેની ફ્રેન્ડ રિયા ચક્રવર્તીને લઈને પૂછપરછ કરી શકે છે.

Be the first to comment on "મુંબઈ પોલીસે કુકની ફરીવાર 6 કલાક પૂછપરછ કરી, બહેનને પણ ફરીવાર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: