મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય વિરુદ્ધ રેપ અને જબરદસ્તી અબોર્શનનો કેસ ફાઈલ થયો, પત્ની યોગિતા બાલી પર પણ ઘણા ગંભીર આરોપ લાગ્યા


એક મિનિટ પહેલા

  • કૉપી લિંક

મિથુનનો દીકરો મહાક્ષય ચક્રવર્તી હાલ બોલિવૂડમાં એન્ટ્રી લેવા માટે પ્રયાસ કરી રહ્યો છે.

  • ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી એક મોડલ એક્ટ્રેસે બંને વિરુદ્ધ કેસ ફાઈલ કરાવ્યો
  • મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલીને પણ આમાં ધમકાવાની આરોપી બનાવાયા

એક્ટર મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય ચક્રવર્તી વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં લગ્ન કરવાની વાત કરીને રેપ, જબરદસ્તી અબોર્શનનો કેસ ફાઈલ થયો છે. મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલીને પણ આમાં આરોપી બનાવાઈ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી એક એક્ટ્રેસ મોડલે બંને વિરુદ્ધ કેસ ફાઈલ કરાવ્યો છે.

લેખિત ફરિયાદમાં પીડિત મોડલનો આરોપ

  • પીડિતા અને મહાક્ષય વર્ષ 2015થી રિલેશનશિપમાં હતા. મહાક્ષયે લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા.
  • વર્ષ 2015માં મહાક્ષયે પીડિતાને ઘરે બોલાવી અને તેને સોફ્ટ ડ્રિન્કમાં નશીલી દવા આપી હતી અને આ દરમ્યાન મહાક્ષયે પીડિતાના કન્સેન્ટ વગર જ તેની સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા અને પછીથી લગ્નની વાતો કરતો રહ્યો.
  • મહાક્ષય ઉર્ફ મેમો 4 વર્ષ સુધી શારીરિક સંબંધ બનાવતો રહ્યો અને શારીરિક, માનસિક રીતે પીડા આપતો રહ્યો.
  • જ્યારે તેના રિલેશનશિપને કારણે પ્રેગ્નન્ટ થઇ તો મહાક્ષયે તેના પર અબોર્શન કરાવવા માટે દબાણ આપ્યું અને જ્યારે તે ન માની તો તેને અમુક પીલ્સ આપીને તેનું અબોર્શન પણ કરાવી દીધું. પીડિતાના જણાવ્યા મુજબ તેને ખબર ન હતી કે તેને જે પીલ્સ આપવામાં આવી રહી છે તેનાથી તેનું અબોર્શન થઇ શકે છે.
  • મહાક્ષયની માતા અને એક્ટર મિથુન ચક્રવર્તીની પત્નીએ પીડિતાની ફરિયાદ પછી પીડિતાને ધમકાવી હતી અને તેના પર કેસ પાછો લેવા માટે દબાણ પણ બનાવ્યું.

આ ધારાઓ હેઠળ ફાઈલ થયો કેસ
ઓશિવારા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક દયાનંદ બાંગરે આ કેસની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘અમે કેસ ફાઈલ કરી લીધો છે અને તપાસ કરી રહ્યા છીએ.’ તેમણે જણાવ્યું કે માતા અને દીકરા વિરુદ્ધ IPCની ધારા 376 (2) (N) (એક જ મહિલાનો વારંવાર રેપ કરવો), 328 (ઝેર અથવા અન્ય માધ્યમથી ઇજા પહોંચાડવી), 417 (ફ્રોડ), 506 (અપરાધિક ધમકી), 313 (મહિલાની સહમતી વગર ગર્ભપાત) અને ધારા 34 હેઠળ કેસ ફાઈલ થયો છે.

પહેલાં પણ મહાક્ષય પર આરોપ લાગ્યા હતા
આ કેસમાં પીડિતાએ કોર્ટની મદદ માગી અને પછી કોર્ટના આદેશ પર કેસ ફાઈલ થયો છે. આવી જ મુશ્કેલીમાં મહાક્ષય પહેલાં પણ ફસાયો હતો. બે વર્ષ પહેલાં 2018માં એક ભોજપુરી એક્ટ્રેસે મહાક્ષય પર લગ્ન કરવાનું વચન આપીને રેપ અને ગર્ભપાત કરાવવાનો આરોપ લગાવ્યો હતો.

Be the first to comment on "મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય વિરુદ્ધ રેપ અને જબરદસ્તી અબોર્શનનો કેસ ફાઈલ થયો, પત્ની યોગિતા બાલી પર પણ ઘણા ગંભીર આરોપ લાગ્યા"

Leave a comment

Your email address will not be published.


*