માસ્ક ન પહેરવાની માથાકૂટમાં જામનગરના કાલાવડમાં પિતા-પુત્રને માર મારવા મામલે 4 પોલીસકર્મી સસ્પેન્ડ


દિવ્ય ભાસ્કર

Jul 15, 2020, 03:49 AM IST

કાલાવડ. જામનગર જિલ્લાના કાલાવડમાં માસ્ક વિના બહાર નિકળેલા પિતા અને પુત્રને માર મારવા મામલે એસપીએ 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. તેમજ ચારેય વિરુદ્ધ કલમ 323 અને 114 મુજબ ગુન્હો પણ નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલાવડ તાલુકા મથકનાં મહિલા ફોજદાર વઘાસીયા તથા પોલીસ સ્ટાફ કાલાવડ ટાઉનનાં મેઈન બજાર વિસ્તારમાં ચેકિંગમાં હતા તે દરમ્યાન ત્યાંથી માસ્ક પહેર્યા વિના પસાર થતા યુવાનની પૂછપરછ કરતા યુવાન પોતે મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતો હતો અને પોતાનું નામ નિશાંત ઘનશ્યામ ઉદેશી જણાવ્યું હતું. યુવકે પોલીસ સાથે રકઝક દરમિયાન ઉગ્રતાભર્યું વર્તન કરી કહ્યું હતું કે “તમે દરરોજ માસ્ક પહેરો છો માટે મને શું કામ કહો છો ? તમે શા માટે માસ્ક માટે હેરાન કરો છો? ”. ત્યારબાદ ફોજદાર વઘાસીયાએ યુવાનને પોલીસ સ્ટેશન લઇ જઈને જાહેરનામાંના ભંગ બદલ ગુનો નોંધવાની કાર્યવાહી શરુ કરાવી હતી. જેને લઈને યુવાન વધુ ઉગ્ર બન્યો હતો અને પોતાના પિતાને બોલાવ્યા હતા. ત્યારબાદ યુવકનાં પિતાએ પોલીસ સ્ટેશન આવી કર્મચારીઓને અપશબ્દો કહ્યા હતાં. ઉપરાંત પોલીસ સ્ટેશનનાં કોમ્પ્યુટરને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જેને લઈને પોલીસે પિતા-પુત્રને મારા માર્યો હતો. 

પોલીસે માસ્ક જેવી સામાન્ય બાબતમાં પિતા-પુત્રને ઢોરમાર માર્યાની ઘટનાને પગલે જામનગરના એસપી કાલાવડ દોડી ગયા હતા અને 3 લોકરક્ષક અને 1 હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતાં. ચારેય વિરુદ્ધ કલમ 323 અને 114 મુજબ ગુન્હો પણ નોંધવામાં આવ્યો છે.

Be the first to comment on "માસ્ક ન પહેરવાની માથાકૂટમાં જામનગરના કાલાવડમાં પિતા-પુત્રને માર મારવા મામલે 4 પોલીસકર્મી સસ્પેન્ડ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: