મામા-ભાણેજમાં વિવાદ: અપમાનજનક ઇન્ટરવ્યૂ આપી રહેલા કૃષ્ણાને મામા ગોવિંદાએ કહ્યું, ‘કશ્મીરા અને તે સતત મારું અપમાન કરી રહ્યા છે, ખબર નહિ તેમને શું મળે છે!’


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોપ્યુલર એક્ટર ગોવિંદા અને તેના ભાણેજ કૃષ્ણા વચ્ચે ચાલી રહેલો વિવાદ હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. થોડા દિવસ પહેલાં ગોવિંદા શોમાં ગેસ્ટ તરીકે હાજર રહ્યો હતો જ્યાં કૃષ્ણાએ પરફોર્મન્સ પણ ન આપ્યું. કૃષ્ણાએ કહ્યું કે, કોમેડી કરવા માટે સારા માહોલની જરૂર પડે છે અને મામાની અમુક વાતોથી દુઃખ થયું છે આથી તેમની સામે કોમેડી કરવા માગતો નહોતો. આ વાત પર ગોવિંદાએ મૌન તોડીને જવાબ આપ્યો છે.

ગોવિંદાએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, મેં કપિલ શર્મા શોમાં ગયા પછી કેટલાક ઇન્ટરવ્યૂ વાંચ્યા છે જેમાં લખેલું હતું કે કૃષ્ણાએ ગોવિંદા સાથે પર્ફોર્મ કરવાની ના પાડી દીધી હતી. કૃષ્ણાના સ્ટેટમેન્ટમાં ઘણા અપમાનજનક શબ્દ હતા.

‘હું કૃષ્ણાના બીમાર દીકરાને મળવા ગયો હતો’
એક ઇન્ટરવ્યૂમાં કૃષ્ણાએ કહ્યું કે, ‘મને દુઃખ છે કે મામા ગોવિંદા માટે બીમાર દીકરાને મળવા હોસ્પિટલ આવ્યા નહોતા. તે ઝિંદગી અને મૃત્યુ વચ્ચે લડી રહ્યો હતો. કૃષ્ણાના આ આરોપને ગોવિંદાએ ખોટા કહ્યા છે. તેનું કહેવું છે કે, કૃષ્ણાના બીમાર દીકરાને મળવા હોસ્પિટલ ગયા હતા. મારી સાથે મારી ફેમિલી પણ હતી અમે નર્સ અને ડૉક્ટરને પણ મળ્યા હતા. હોસ્પિટલ ગયા તો નર્સે કહ્યું કે કશ્મીરા શાહ નથી ઈચ્છતી કે કોઈ પરિવારનું બાળકને મળે. અમે દૂરથી બાળક જોયું અને ભારે મને પરત આવ્યા. કૃષ્ણાને કદાચ આ વાત ખબર નથી.’

આગળ ગોવિંદાએ જણાવ્યું કે, કૃષ્ણા થોડા સમય પહેલાં આરતી સાથે મારા ઘરે આવ્યો હતો અને કદાચ આ વાત તે ઇન્ટરવ્યૂમાં કહેવાની ભૂલી ગયો. કૃષ્ણા અને તેની પત્ની કશ્મીરા વારંવાર મારા પર ખરાબ કમેન્ટ કરે છે. મોટાભાગે મીડિયામાં કે પછી પોતાના શો કે સ્ટેજ પર. મને ખબર નથી પડતી કે તેમને એમાં શું મળે છે! કૃષ્ણા બાળપણથી મારી નજીક હતો અમારા બંનેના સંબંધ મજબૂત હતા. પરિવાર ઉપરાંત ઇન્ડસ્ટ્રીને પણ આ વાતની ખબર છે. મને લાગે છે કે પબ્લિક સામે ડર્ટી લાઈન બનાવવી ઈન-સિક્યોરિટીની નિશાની છે. ખોટી વાતોથી બહારના લોકો ફાયદો ઉઠાવે છે.

ગોવિંદાએ કહ્યું કે, ‘કૃષ્ણા સતત મારું અપમાન કરી રહ્યો છે. આથી તેનાથી અંતર રાખવાનો નિર્ણય લીધો છે. આ સ્ટેટમેન્ટ દ્વારા હું જાહેર કરવા માગું છું કે હું હવે એક ગ્રેસ ફુલ ડિસ્ટન્સ બનાવી રાખીશ. મારી મા કહ્યા કરતા હતા, નેકી કર ઔર દરિયા મેં ડાલ. હવે હું આ જ કરીશ.’

Be the first to comment on "મામા-ભાણેજમાં વિવાદ: અપમાનજનક ઇન્ટરવ્યૂ આપી રહેલા કૃષ્ણાને મામા ગોવિંદાએ કહ્યું, ‘કશ્મીરા અને તે સતત મારું અપમાન કરી રહ્યા છે, ખબર નહિ તેમને શું મળે છે!’"

Leave a comment

Your email address will not be published.


*