માત્ર ત્રણ દિવસમાં 1 લાખથી વધુ કેસ વધ્યા; અત્યારસુધી 62 ટકા લોકો સ્વસ્થ થયા, દૈનિક કેસની સંખ્યા વધી


  • દેશમાં 5.54 લાખ દર્દી સ્વસ્થ થયા, દરરોજ 20 હજાર દર્દી ડિસ્ચાર્જ થઇ રહ્યા છે
  • અત્યારસુધી 1.18 કરોડ લોકોની ટેસ્ટ થઇ, તેમાંથી 7.4 ટકા લોકો પોઝિટિવ નોંધાયા

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 09:46 PM IST

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો સોમવારે 9 લાખને પાર કરી ગયો છે. આ વખતે આઠ થી નવ લાખ થવામા માત્ર ત્રણ દિવસ જ લાગ્યા છે. દેશમાં કોરોના દર્દીઓનો સ્વસ્થ થવાનો આંકડો 5 લાખને પાર કરી ગયો છે. મતલબ કે અત્યારે જેટલા લોકો કોરોના પોઝિટિવ છે તેમાંથી 60 ટકાથી વધુ લોકો સ્વસ્થ થઇને ઘરે જતા રહ્યા છે. આ ટકાવારી લગાતાર વધી રહી છે. 

ભારત હવે અમેરિકા બાદ બીજો દેશ બની ગયો છે જ્યાં દરરોજ વધુ કેસ સામે આવી રહ્યા છે. અત્યારસુધી અમેરિકા પછી સૌથી વધુ કેસ બ્રાઝીલમાં નોંધાતા હતા. અમેરિકામાં એવરેજ 40 હજાર કેસ વધી રહ્યા છે જ્યારે ભારતમાં દરરોજ 25 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. 

દર બે દિવસમાં 50 હજારથી વધુ કેસ વધી રહ્યા છે

  • દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારબાદ 110 દિવસ પછી 10મેના સંખ્યા વધીને એક લાખ થઇ. ત્યારબાદ સંક્રમણની ગતિમાં એટલી ઝડપ આવી કે માત્ર 15 દિવસોમાં જ આંકડો બે લાખને પાર કરી ગયો હતો. 
  • બે લાખથી ત્રણ લાખ થવામા માત્ર દસ દિવસ લાગ્યા હતા. ત્રણથી ચાર લાખ કેસ થવામાં આઠ દિવસ અને ચાર લાખથી પાંચ લાખ કેસ થવામા માત્ર છ દિવસ લાગ્યા હતા. કેસ વધવાની આ ગતિ વધી રહી છે. 
  • 5થી 6 લાખ અને 6 થી 7 લાખ કેસ થવામા માત્ર પાંચ દિવસ લાગ્યા હતા. હવે દિવસો ઘટી રહ્યા છે અને કેસ વધી રહ્યા છે. સાતથી આઠ લાખ કેસ થવામા માત્ર ચાર દિવસ અને આઠ લાખથી નવ લાખ કેસ થવામા માત્ર ત્રણ દિવસનો સમય લાગ્યો છે. મતલબ કે દર બે દિવસે 50 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. 

10 લાખની આબાદીમાં સૌથી ઓછા કેસ ભારતમાં વધી રહ્યા છે
રાહતની વાત એ છે કે 10 લાખની આબાદીમાં સંક્રમિતો વધવાની ગતિના મામલે ભારતમાં અન્ય દેશોની સરખામણીએ ઓછા કેસ વધી રહ્યા છે. અહીં દર 10 લાખ લોકોમાં 637 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. 17 લોકોના મોત થઇ રહ્યા છે. જ્યારે અમેરિકામાં આટલી જ આબાદીમાં 10312 અને બ્રાઝીલમાં 8778 કેસ વધી રહ્યા છે. 

અત્યારસુધી 1.18 કરોડ લોકોના ટેસ્ટ, તેમાં 7.4 ટકા લોકો પોઝિટિવ 
ભારત માટે રાહતની વાત એ છે કે વિશ્વની બીજી સૌથી વધારે વસતિવાળો દેશ હોવા છતા સંક્રમણનું સ્તર અન્ય દેશોની સરખામણીએ ઓછું છે. ભારતમાં અત્યારસુધી એક કરોડ 1.18 કરોડ લોકોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. તેમાંથી માત્ર 7.4 ટકા લોકો સંક્રમિત મળ્યા છે. અમેરિકામાં 4.24 કરોડ ટેસ્ટિંગ થયા છે. તેમાંથી 8.03 લોકો પોઝિટિવ આવ્યા છે. સૌથી ખરાબ હાલત બ્રાઝીલની છે. અહીં અત્યારસુધી 47 લાખ લોકોની ટેસ્ટિંગ થઇ છે અને તેમાંથી 39.96 ટકા લોકો સંક્રમિત મળ્યા છે. 

ત્રણ રાજ્યોમાં દેશના 58 ટકાથી વધુ કેસ 
મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી. આ ત્રણ રાજ્ય એવા છે જ્યાં દેશના 58.73 સંક્રમિત છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 29.93 ટકા, તમિલનાડુમાં 15.86 ટકા અને દિલ્હીમાં 12.94 ટકા કેસ છે. વિશ્વના 215 દેશો અને આઇલેન્ડમાં 202 દેશ એવા છે જ્યાં મહારાષ્ટ્રથી પણ ઓછા સંક્રમિત છે. માત્ર 13 દેશ એવા છે જ્યાં મહારાષ્ટ્રથી વધુ લોકો સંક્રમિત છે. 

રાજ્ય   સંક્રમિત મોત
મહારાષ્ટ્ર 29.93% 44.63%
તમિલનાડુ 15.86% 8.64%
દિલ્હી 12.94% 14.46%
ગુજરાત 4.65% 8.76%
ઉત્તરપ્રદેશ 4.23% 4.06%
પ.બંગાળ 3.44% 4.07%
અન્ય રાજ્ય 29.95% 14.21%

અડધાથી વધુ દર્દી સ્વસ્થ થયા, 2.67 ટકા દર્દીના મોત
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 9 લાખથી વધુ થઇ ગઇ છે. રાહતની વાત એ છે કે તેમાંથી 5.60 લાખથી વધુ લોકો સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે. 3.5 લાખ દર્દીઓનો હોસ્પિટલોમાં ઇલાજ ચાલી રહ્યો છે. 2.67 ટકા દર્દીના મોત થયા છે. અમેરિકામાં ડેથ રેટ સૌથી વધુ 4.28 ટકા છે. બ્રાઝીલમાં અત્યારસુધી 3.98 ટકા દર્દીઓના મોત થયા છે. 

63 ટકા દર્દી સ્વસ્થ થઇ ગયા, દર 3 દિવસમાં 60 હજાર લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ રહ્યા છે. 

મહિનો સંક્રમિત સ્વસ્થ થયા (%)
માર્ચ 1,635 9.7%
એપ્રિલ 34,867 25.98%
મે 1.90 લાખ 48.18%
જૂન 5.67 લાખ 61.28%
13 જુલાઇ સુધી 9+ લાખ 63%

Be the first to comment on "માત્ર ત્રણ દિવસમાં 1 લાખથી વધુ કેસ વધ્યા; અત્યારસુધી 62 ટકા લોકો સ્વસ્થ થયા, દૈનિક કેસની સંખ્યા વધી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: