મહારાષ્ટ્ર કોરોના LIVE: નવા કેસોમાં મહારાષ્ટ્ર વિશ્વમાં ત્રીજા નંબર પર; પુણેમાં જરૂરી સેવાઓ સિવાય બધું જ બંધ રહેશે, BMCની ઓફિસમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ


  • Gujarati News
  • National
  • Maharashtra Ranks Third In The World In New Cases; Everything Except Essential Services Will Be Closed In Pune, Banning Outsiders From Entering The BMC Office

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સંક્રમણને અટકાવવા માટે મુંબઈમાં એક સોસાયટીને સેનિટાઈઝ કરતો BMCનો કર્મચારી.

  • મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 55,469 નવા કેસ નોંધાયા
  • મુંબઈમાં 5 થી વધુ દર્દી મળી આવતા સમગ્ર બિલ્ડિંગને સીલ કરવામાં આવશે

નવા કેસોની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. આ અંગે હવે બ્રાઝિલ અને અમેરિકા જ તેનાથી આગળ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 55,469 નવા કેસ નોંધાયા છે. 34,256 સાજા થયા, જ્યારે 297 લોકો મૃત્યુ પામ્યા છે. નવા કેસમાં આ બીજો સૌથી મોટો આંકડો છે. આ અગાઉ 4 એપ્રિલે 57,074 કેસ નોંધાયા હતા.

રાજયમાં અત્યાર સુધીમાં 31.13 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 25.83 લાખ લોકો સાજા થયા છે. હાલમાં 4 લાખ 72 હજાર 283 દર્દીઓની સારવાર ચાલી રહી છે. કુલ એક્ટિવ કેસ મામલે મહારાષ્ટ્ર દુનિયામાં 10માં નંબર પર છે.

નવા કેસમાં ટોપ-3

બ્રાઝિલ

82,869

અમેરિકા

62,283

મહારાષ્ટ્ર

55,469

પુણે અને પિંપરીમાં જરૂરી સેવાઓ સિવાયનું બધુ જ બંધ થશે
પુણે અને પિંપરી ચિંચવાડમાં 10 થી 30 એપ્રિલ સુધી જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ દુકાનો, શોપિંગ મોલ્સ, જિમ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, ઉદ્યાનો અને મેદાન બંધ રહેશે. બંને શહેરોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સોમવારથી શુક્રવાર સુધી સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી પાંચથી વધુ લોકોને બહાર નીકળવાની મંજૂરી નથી. 6 વાગ્યા પછી સખત લોકડાઉનનો આદેશ પહેલાની જેમ જ છે.

આ સેવાઓને ખુલ્લી રાખવાની મંજૂરી
પુણેમાં ખૂબ જ જરૂરી સેવાઓ અને તેનાથી સબંધિત દુકાનો, હોસ્પિટલ, મેડિકલ, મેડિકલ ઇન્શ્યોરન્સ ઓફિસ, દવાની કંપનીઓ, શાક-માર્કેટ, કિરાણા સ્ટોર્સ, શાક-ફળની દુકાનો, ડેરી, બેકરી, સ્વીટ માર્ટ, બસ, કેબ, રિક્ષા, રેલવે સ્ટેશન, ટ્રાન્સપોર્ટ, ઇ-કોમર્સ, આઇટી સેવા, સમાચાર-પત્ર ઓફિસ અને પેટ્રોલ પંપ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

તમામ ખાનગી ઓફિસને તેમના તમામ કર્મચારીઓને કેવિડ વેક્સિન આપવાની શરતે અથવા દર 15 દિવસમાં RT-PCR ટેસ્ટ કરાવવાની શરતે અઠવાડિયા દરમ્યાન સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

મુંબઈના ગેટ-વે ઓફ ઈન્ડિયાની બહાર સૂમસામ છે. સંક્રમણના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓનું અહીં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મુંબઈના ગેટ-વે ઓફ ઈન્ડિયાની બહાર સૂમસામ છે. સંક્રમણના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓનું અહીં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

BMCમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ તેની મુખ્ય ઓફિસ અને શહેરની અન્ય કચેરીઓમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. BMCએ પરિપત્રમાં જણાવ્યું છે કે જે લોકો ખૂબ મહત્વના કામથી આવનારા અને પહેલેથી નક્કી બેઠકોમાં ભાગ લેનારાઓ સિવાય BMC ઓફિસ પર કોઈને પણ આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

24 કલાકમાં BMCને આપવો પડશે ટેસ્ટ રિપોર્ટ
મુંબઈ કોરોના ટેસ્ટિંગ અંગે BMCએ નવી ગાઈડલાઇન જાહેર કરી છે. હવે લેબને RT-PCR ટેસ્ટ રિપોર્ટ અને પ્રાઈવેટ હોસ્પિટલોએ રેપિડ એંટીજન ટેસ્ટ રિપોર્ટની જાણકારી 24 કલાકની અંદર BMCએ આપવો પડશે. આવું નહીં કરવા પર તેમનું લાઇસન્સ રદ્દ કરી દેવામાં આવશે.

શરદી-તાવના લક્ષણવાળા દર્દીઓનો રેપિડ એંટીજન ટેસ્ટ કરાશે
બૃહન્મુંબઈ મ્યુનિસિપાલિટી (BMC)એ જણાવ્યું હતું કે મુંબઇની ખાનગી હોસ્પિટલમાં શરદી તાવ જેવા લક્ષણોવાળા ગંભીર દર્દીઓની ઝડપી એંટીજન તપાસ (RAT)કરાવી શકે છે, પરંતુ લક્ષણો વગરનાં દર્દીઓ આની તપાસ કરવામાં આવશે નહીં. RAT તપાસથી કોરોના વાયરસના સંક્રમણને ઝડપથી જાણ થાય છે.

મુંબઈમાં વેક્સિનેશન અંગે જાગૃત કરતા એક દિવાલ પેઇન્ટિંગની નજીકથી પસાર થતી એક વ્યક્તિ.

મુંબઈમાં વેક્સિનેશન અંગે જાગૃત કરતા એક દિવાલ પેઇન્ટિંગની નજીકથી પસાર થતી એક વ્યક્તિ.

ઓક્ટોબર બાદ મુંબઈમાં સૌથી વધુ મોત
મંગળવારે મુંબઇમાં કોરોનાના 10,030 નવા કેસ નોંધાયા હતા અને મહામારીને કારણે 31 વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. મુંબઈમાં ઓક્ટોબર બાદ એક જ દિવસમાં મૃત્યુ પામેલા લોકોનો આ સૌથી મોટી સંખ્યા છે. BMCના આંકડા મુજબ શહેરમાં અત્યાર સુધીમાં 4 લાખ 72 હજાર 332 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3 લાખ 82 હજાર દર્દીઓ સાજા થયા છે. 11,828 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 77,495 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

કોલ્હાપુરમાં બહારના લોકોનો RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
કોલ્હાપુર જિલ્લા વહીવટી તંત્રે બહારથી આવતા તમામ લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. કોલ્હાપુરના કલેક્ટર દૌલત દેસાઈએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોવિડ-19 નો વ્યાપ હજુ ઓછો છે, પરંતુ પુણે, સાંગલી અને સતારા જેવા પડોશી જિલ્લામાં કોરોનાના વધુ કેસો જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોલ્હાપુર જિલ્લામાં આવવા માંગતા લોકોએ આગમનના 48 કલાક પહેલા RT-PCR ટેસ્ટ કરાવવો પડશે અને ‘નેગેટિવ’ રિપોર્ટ સાથે લાવવો પડશે.

શિવભોજન થાળી હવે ફક્ત પાર્સલ મળશે
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 5 રૂપિયામાં મળતી ‘શિવ ભોજન’ થાળી હવે ફક્ત પાર્સલ મળશે. મહારાષ્ટ્રના અન્ન પ્રધાન છગન ભુજબલે કહ્યું કે પાર્સલ હોવા છતાં પ્લેટની કિંમત માત્ર 5 રૂપિયા જ રહેશે.

સરકારના નવા આદેશ બાદ મુંબઈના તમામ મલ્ટિપ્લેક્સ બંધ કરી દેવામાં આવ્યા છે. મુંબઇની એક મલ્ટિપ્લેક્સની બહાર કેટલાક ગાર્ડ બેઠા છે.

સરકારના નવા આદેશ બાદ મુંબઈના તમામ મલ્ટિપ્લેક્સ બંધ કરી દેવામાં આવ્યા છે. મુંબઇની એક મલ્ટિપ્લેક્સની બહાર કેટલાક ગાર્ડ બેઠા છે.

આગામી સપ્તાહમાં બંધ રહેશે બોમ્બે હાઇકોર્ટ
આગામી સપ્તાહે મહારાષ્ટ્રમાં 12, 13 અને 14 એપ્રિલે ગુડ્ડી પડવો અને બીઆર આંબેડકર જયંતીની રજા છે. હવે રાજયમાં ખાસ રીતે મુંબઈમાં કોરોનાના કેસમાં ઝડપી વધારાને ધ્યાનમાં લેતા બોમ્બે હાઈકોર્ટે આગામી બે દિવસ સુનાવણી નહીં કરવાનો નિર્ણય લીધો છે. ત્યાર બાદ શનિવાર અને રવિવારે રજા રહેશે. તેનો અર્થ કે હાઇકોર્ટમાં 12 એપ્રિલથી શરૂ થનાર આખા સપ્તાહમાં સુનાવણી નહીં થાય.

મુંબઈમાં 5 થી વધુ દર્દી મળી આવતા બિલ્ડિંગને સીલ કરાશે
BMCએ પાંચથી વધુ સંક્રમિત દર્દીઓવાળી કોઈપણ હાઉસિંગ સોસાયટીને સીલ કરવાનો નિર્ણય લીધો છે. BMCએ નિયમોનું ઉલ્લંઘન કરતી સહકારી હાઉસિંગ સોસાયટી પર 10,000 રૂપિયા દંડ લગાવવાની ચેતવણી આપી છે. સીલ કરવામાં આવેલી બિલ્ડિંગના એન્ટ્રી ગેટ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

Be the first to comment on "મહારાષ્ટ્ર કોરોના LIVE: નવા કેસોમાં મહારાષ્ટ્ર વિશ્વમાં ત્રીજા નંબર પર; પુણેમાં જરૂરી સેવાઓ સિવાય બધું જ બંધ રહેશે, BMCની ઓફિસમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: