મહારાષ્ટ્રમાં કોરોના LIVE: મહારાષ્ટ્રમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત, કાળા બજારમાં 15 હજાર સુધી વેચાઈ રહ્યું; સરકારે હવે રૂ.1100 કિંમત નક્કી કરી


  • Gujarati News
  • National
  • Lack Of Remedivir Injection In Maharashtra, Selling Up To 15 Thousand On The Black Market; The Government Has Now Fixed The Price At Rs 1,100

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રેમડેસિવિરના ઈન્જેક્શન મેળવવા માટે મુશ્કેલીઓ પડી રહી

મહારાષ્ટ્રમાં વધતાં સંક્રમણ વચ્ચે રેમડેસિવિરના ઈન્જેક્શન મેળવવા માટે મુશ્કેલીઓ પડી રહી છે. મુંબઈ, પુણે અને નાગપુર સહિત રાજ્યમાં અનેક શહેરોમાં મેડિકલ સ્ટોર પર તેને ખરીદવા માટે લાંબી-લાંબી લાઇન જોવા મળી રહ્યા છે. ભીડના કારણે અનેક જગ્યાએ પોલીસ પણ તૈનાત કરવી પડી. આરોગ્ય વિભાગે રેમડેસિવિરની કાળાબજારી અટકાવવા માટે તેની કિંમત 1100 થી 1400 રૂપિયાની નક્કી કરવાનો નિર્ણય લીધો છે.

આરોગ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું કે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં દરરોજ રેમડેસિવિરના 1.5 લાખ ડોઝની જરૂર પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી કાળાબજારના સમાચાર પણ મળી રહ્યા હતા. ઘણા સ્થળોએ તે 10 થી 15 હજારની વચ્ચે વેચાઇ રહ્યું હતું. મુંબઈ અને નાંદેડથી કાળા બજાર કરતાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મુંબઇની ક્રાઈમ બ્રાંચે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતાં જે બે લોકોને ઝડપયા ચે, તે એએક મેડિકલ સ્ટોરના માલિક છે.

મુંબઇની ક્રાઈમ બ્રાંચે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતાં જે બે લોકોને ઝડપયા ચે, તે એએક મેડિકલ સ્ટોરના માલિક છે.

એક્ટિવ કેસ મામલે દુનિયામાં 7માં નંબર પર પહોંચ્યું મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં હાલમાં 5,21,317 દર્દીઓ એક્ટિવ દર્દીઓ છે. આ મુદ્દે મહારાષ્ટ્ર વિશ્વમાં 7માં ક્રમે પહોંચી ગયું છે. રાજ્યમાં કોરોનાના કેસનો કુલ આંકડો 32,29,547 પર પહોંચી ગયો છે. આમાં અત્યાર સુધીમાં કુલ 26,49,757 દર્દીઓ સ્વસ્થ થયા છે જ્યારે 57,028 લોકો મૃત્યુ પામ્યા છે.

મુંબઈ: એક જ દિવસમાં 9 હજાર કેસ નોંધાયા, છતાં પણ બજારોમાં ભીડ
મુંબઈની વાત કરીએ તો ત્યાં કોરોનાના 8,938 નવા કેસ નોંધાયા છે અને 24 કલાકમાં અહીં 23 મોત નોંધાયા છે. આ છતાં લોકો નિયમોનું પાલન કરી રહ્યા નથી. શુક્રવારે દાદર શાક માર્કેટમાં હજારોની ભીડ લાગી હતી. માર્કેટની બહાર ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, તેમ છતાં તેઓ ભીડને કાબૂમાં કરી શક્યા નહીં.

આ તસવીર મુંબઈની દાદર શાક માર્કેટની છે. અહીં એટલી બધી ભીડ હતી કે રસ્તાઓ પર ગાડીઓનો લાંબો જામ પણ જોવા મળ્યો હતો.

આ તસવીર મુંબઈની દાદર શાક માર્કેટની છે. અહીં એટલી બધી ભીડ હતી કે રસ્તાઓ પર ગાડીઓનો લાંબો જામ પણ જોવા મળ્યો હતો.

26 પ્રાઈવેટ સેન્ટર પર વેક્સિનેશન બંધ: BMCએ જણાવ્યું છે કે મુંબઈમાં 120 વેક્સિનેશન સેન્ટર છે. ખાનગી સેન્ટરની સંખ્યા 73 છે, જેમાંથી 26 બંધ કરાયા છે. શનિવારની સાંજ બાદ 26 સેન્ટર બંધ રહેશે.

પંઢરપુર: નાયબ મુખ્યમંત્રીની સભામાં કોવિડ પ્રોટોકોલના ધજાગરા ઉડ્યા
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર ગુરુવારે પંઢરપુર વિધાનસભા પેટા-ચૂંટણીનો પ્રચાર કરવા પહોંચ્યા હતા. વહીવટીતંત્રે સભાઓ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ આ બેઠક અહીં પણ થઈ હતી અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ન હતું. જો કે, મીડિયાએ પવારને વધુ ભીડ અંગે પૂછપરછ કરી ત્યારે તેણે પોતાની ભૂલ સ્વીકારી.

મહારાષ્ટ્રમાં સરકારે જાહેરસભા પર પ્રતિબંધ મૂક્યો છે. આ તસ્વીર પંઢરપુરમાં ડેપ્યુટી સીએમ અજિત પવારની એક સભાની છે.

મહારાષ્ટ્રમાં સરકારે જાહેરસભા પર પ્રતિબંધ મૂક્યો છે. આ તસ્વીર પંઢરપુરમાં ડેપ્યુટી સીએમ અજિત પવારની એક સભાની છે.

મહારાષ્ટ્રને બીજા રાજ્યો પાસેથી ઓક્સિજન અને વેન્ટિલેટર મળે : ઉદ્ધવ
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્ર માટે અન્ય રાજ્યોમાંથી ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા અપીલ કરી છે. તેમણે મહારાષ્ટ્રને કોરોના વેક્સિનનો વધુ સપ્લાય કરવાની માંગ પણ કરી હતી તેમણે વડાપ્રધાનને કોરોના યુદ્ધમાં તમામ પક્ષોને રાજકારણ ન કરવા નિર્દેશ આપવા જણાવ્યું હતું.

કોંગ્રેસ દર્દીને સહાય માટે હેલ્પલાઈન શરૂ કરશે
રાજ્ય કોંગ્રેસ મહારાષ્ટ્રને કોરોનાથી મુક્ત કરવાની ઝુંબેશ શરૂ કરી રહ્યું છે. પાર્ટી ટૂંક સમયમાં 24 કલાકની હેલ્પલાઈન પણ શરૂ કરશે. આ દ્વારા કોરોનાના દર્દીની સારવાર, વેક્સિન જેવી સુવિધા પૂરી પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…



Be the first to comment on "મહારાષ્ટ્રમાં કોરોના LIVE: મહારાષ્ટ્રમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત, કાળા બજારમાં 15 હજાર સુધી વેચાઈ રહ્યું; સરકારે હવે રૂ.1100 કિંમત નક્કી કરી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: