મંગળ પર યાને સેલ્ફી લીધી: પર્સીવરેંસ રોવરે મંગળ ગ્રહ પરથી પ્રથમ રંગીન ફોટો અને સેલ્ફી મોકલી; પ્રથમ વખત બીજા ગ્રહ પર ગયેલા હેલિકોપ્ટરનો સંદેશ- અહીં બધું જ બરાબર


  • Gujarati News
  • International
  • Perseverance Rover Sent The First Color Photo And Selfie From Mars; The Message Of The Helicopter That Went To Another Planet For The First Time Everything Is Fine Here

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોશિંગ્ટનઅમુક પળો પહેલા

  • કૉપી લિંક

મંગળ ગ્રહના લેટેસ્ટ વીડિયો અને અવાજને રેકોર્ડ કરવા માટે પર્સીવરેંસ રોવરમાં 23 કેમેરા અને બે માઇક્રોફોન લગાવવામાં આવ્યા છે.

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના પર્સીવરેંસ માર્સ રોવર (Perseverance Rover)એ મંગળ (Mars) ગ્રહ પરથી વિશ્વ માટે પ્રથમ રંગીન ફોટો અને પોતાની સેલ્ફી મોકલી છે. શુક્રવારે મોડી રાત્રે નાસાએ સોશિયલ મીડિયા દ્વારા આખી દુનિયા સાથે શેર કર્યું હતું. એટલું જ નહીં, પ્રથમ વખત કોઈ બીજા ગ્રહ પરગયેલા હેલિકોપ્ટરે પણ તેનો પ્રથમ રિપોર્ટ નાસાને મોકલ્યો છે. આમાં, હેલિકોપ્ટરએ જણાવ્યું છે કે તેના ઉતરાણ પછી ત્યાં બધું જ બરાબર છે. રિપોર્ટમાં મંગળ ગ્રહના તાપમાન વિશે પણ જાણકારી આપવામાં આવી છે. જેમાં રાત્રિનું તાપમાન માઈનસ 90 ડિગ્રી સેલ્સિયસ જણાવવામાં આવ્યું છે.

હેલો વર્લ્ડ, આ મારો પહેલો દેખાવ
પર્સીવરેંસ રોવરે જજીરો (Jezero) નામે એક 820 ફૂટ ઊંડા ખાડા પર લેંડિંગ કર્યું હતું. સાથે જ પોતાની પ્રથમ સેલ્ફી દુનિસા સાથે શેર કરી હતી. પર્સીવરેંસ રોવરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મંગલનો ફોટો અને તેની સેલ્ફી શેર કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે, ‘હેલો વર્લ્ડ, મારા કાયમ માટેના ઘરથી મારો પહેલો દેખાવ’. એક બીજી પોસ્ટમાં લખવામાં આવ્યું છે, ‘એક બીજું દ્રશ્ય મારી પાછળ દેખાઈ રહ્યું છે. સ્વાગત છે જેઝેરોમાં’

રોવરે આ પહેલો ફોટો નાસાને મોકલ્યો હતો. તેમાં મંગળની સપાટી અને રોવર બંને દેખાઇ રહ્યા છે.

રોવરે આ પહેલો ફોટો નાસાને મોકલ્યો હતો. તેમાં મંગળની સપાટી અને રોવર બંને દેખાઇ રહ્યા છે.

નાસાનો દાવો, અત્યાર સુધીનું સૌથી સચોટ લેંન્ડિંગ
પર્સીવરેંસ માર્સ રોવર (Perseverance Rover) ગુરુવારે મંગળ પર જીવનની શોધમાં ઉતારવામાં આવ્યું હતું. ભારતીય સમય મુજબ ગુરુવાર અને શુક્રવારે રાત્રે લગભગ બે વાગ્યે, મંગળની સૌથી ખતરનાક સપાટી જાઝીરો ક્રેટર પર લેંન્ડિંગ કર્યું હતું. તેની સપાટી પર ક્યારેક પાણી રહ્યા કરતું હતું. નાસાએ દાવો કર્યો છે કે તે અત્યાર સુધીના ઇતિહાસમાં મંગળ પર રોવરની સૌથી સચોટ ઉતરાણ છે. પર્સીવરેંસ રોવર રેડ પ્લેનેટમાંથી ખડકોના નમૂનાઓ પણ લઈને આવશે.

6 પૈડાંવાળા રોબોટે સાત મહિનામાં 47 કરોડ કિલોમીટરની મુસાફરી પૂર્ણ કરી અને ઝડપથી તેના લક્ષ્ય સુધી પહોંચી ગયું. છેલ્લી સાત મિનિટ ખૂબ જ મુશ્કેલ અને જોખમી હતી. તે સમાટે તે ફ્ક્ત7 મિનિટમાં 12 હજાર માઇલ પ્રતિ કલાકથી 0ની ઝડપે આવ્યું. આ પછી ઉતરાણ કરવામાં આવ્યું હતું.

રોવરની સાથે પ્રથમ વખત હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. હેલિકોપ્ટરે પણ નાસાને પોતાનો રિપોર્ટ મોકલ્યો છે.

રોવરની સાથે પ્રથમ વખત હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. હેલિકોપ્ટરે પણ નાસાને પોતાનો રિપોર્ટ મોકલ્યો છે.

જઝીરો ક્રોટર પર હતો ટચડાઉન ઝોન
નાસાએ જઝીરો ક્રેટરને જ રોવરનો ટચડાઉન ઝોન બનાવ્યો હતૂ. રાબોટે અહીં જ ઉતરાણ કર્યું હતું. હવે તે અહીંથી જ સેટેલાઇટ કેમેરા દ્વારા સંપૂર્ણ માહિતી એકત્રિત કરશે અને પછી તેને નાસામાં મોકલશે. આ મિશન અત્યાર સુધીની સૌથી અદ્યતન રોબોટિક એક્સપ્લોરર છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, જઝીરો ક્રેટર મંગળની ટે સપાટી છે જ્યાં એક સમયે એક વિશાળ તળાવ હતું. મતલબ કે અહીં પાણી હોવાનીમાહિતી નક્કર રીતે પ્રાપ્ત થઈ છે.વૈજ્ઞાનિકોને આશા છે કે જો મંગળ પર ક્યારેક જીવન હતું, તો તેને સંકેત અહીં જીવાશ્મના રૂપે મળી શકે છે.

પાણી અને જીવનની શોધ​​​​​​​ કરશે
પર્સીવરેંસ માર્સ રોવર અને એંજિન્યૂટી હેલિકોપ્ટર મંગળ ગ્રાહ પર કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન બનાવવાનું કામ કરશે. ટે જમીનની અંદર જીવનના સંકેત ઉપરાંત પાણીની શોધ અને તે સંબંધિત તપાસ પણ કરશે. તેનું માર્સ એનવાયર્નમેંટલ ડાયનેમિક્સ એનાલાઇઝર (MEDA) મંગળ ગ્રાહના હવામાન અને જળવાયુનો અભ્યાસ કરશે.

ફોટો શુક્રવારનો છે, જ્યારે રોવરનું મંગળ પર સફળ ઉતરાણ થયું હતું. ત્યારે રાષ્ટ્રપતિ બાઈડેને પણ આ ઐતિહાસિક ઘટનાને જોઈ હતી.

ફોટો શુક્રવારનો છે, જ્યારે રોવરનું મંગળ પર સફળ ઉતરાણ થયું હતું. ત્યારે રાષ્ટ્રપતિ બાઈડેને પણ આ ઐતિહાસિક ઘટનાને જોઈ હતી.

પર્સીવરેંસ રોવરમાં 23 કેમેરા
મંગળ ગ્રાહમાં લેટેસ્ટ વીડિયો અને અવાજને રેકોર્ડ કરવા માટે પર્સીવરેંસ રોવર પાસે 23 કેમેરા અને બે માઇક્રોફોન લગાવવામાં આવેલ છે. રોવરની સાથે બીજા ગ્રહ પર પહોંચેલું પ્રથમ હેલિકોપ્ટર Ingenuity પણ છે. આ માટે પેરાશૂટ અને રેટ્રોરેકેટ ફીટ કરવામાં આવ્યા છે. આ દ્વારા જ સરળ ઉતરાણ શક્ય થયું હતું. હવે રોવર બે વર્ષ માટે જઝીરો ક્રેટર શોધી કાઢશે.

નાસાના મંગળ મિશનનું નામ પર્સીવરેંસ મંગળ રોવર અને એન્જિન્યૂટી હેલિકોપ્ટર કહેવામાં આવે છે. પર્સીવરેંસ રોવરનું વજન 1000 કિલો છે. તે પરમાણુ ઉર્જાથી ચાલશે. રોવરમાં પહેલી વાર પ્લુટોનિયમને ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવી રહયો છે. આ રોવર 10 વર્ષ સુધી મંગળ પર કાર્ય કરશે. તેમાં 7 ફૂટનો રોબોટિક આર્મ, 23 કેમેરા અને એક ડ્રિલ મશીન છે. જ્યારે, હેલિકોપ્ટરનું વજન 2 કિલોગ્રામ છે.

સફળ ઉતરાણ પછી ખુશી મનાવી રહેલા યુ.એસ. એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશનની ટીમ.

સફળ ઉતરાણ પછી ખુશી મનાવી રહેલા યુ.એસ. એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશનની ટીમ.

મિશન પર ચોથી પેઢીનું પાંચમું રોવર
આ પહેલા પણ નાસાના ચાર રોવર મંગળની ધરતી પર ઉતારી ચૂક્યા છે. પર્સીવરેંસ નાસાની ચોથી પેઢીનું રોવર છે. આ પહેલા પાઠ ફાઇન્ડર અભિયાન માટે સોજોનરને વર્ષ 1997માં મોકલવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2004માં સ્પિરિટ અને ઓપર્ચ્યુનિટીને મોકલવામાં આવૈ હતી. જ્યારે 2012માં ક્યૂરિઓસિટીએ મંગળ પર પડાવ નાંખ્યો હતો.

Be the first to comment on "મંગળ પર યાને સેલ્ફી લીધી: પર્સીવરેંસ રોવરે મંગળ ગ્રહ પરથી પ્રથમ રંગીન ફોટો અને સેલ્ફી મોકલી; પ્રથમ વખત બીજા ગ્રહ પર ગયેલા હેલિકોપ્ટરનો સંદેશ- અહીં બધું જ બરાબર"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: