[:en]ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ: પૂજારીની ધરપકડ બાદ ગામ સૂમસામ, બાકીના બંને આરોપીઓના ઘરે તાળું; પીડિતાની 3 મહીનામાં પૂજારી સાથે 800 વખત વાત થઈ[:]

[:en]

  • Gujarati News
  • National
  • Village Soomsam After The Arrest Of The Priest, The Home Of The Other Two Accused Locked; The Victim Spoke To The Priest 800 Times In 3 Months

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદાયૂએક કલાક પહેલાલેખક: રવિ શ્રીવાસ્તવ

  • કૉપી લિંક

આ ફોટો બદાયૂના તે મંદિરનો છે, જ્યાં મહિલા પર ગેંગરેપ થયો હતો. આ સ્થળે બે પોલીસકર્મીઓ તૈનાત છે.

બદાયૂમાં 50 વર્ષની મહિલા પર ગેંગરેપ અને તેની હત્યાના મુખ્ય આરોપી પુજારી સત્યનારાયણની ધરપકડ બાદ 24 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે. પરંતુ, ગામમાં લોકો ને બાબતે વાત કરવાથી પણ ડરી રહ્યા છે. ન કોઈ ઘટના બાબતે બોલવા માંગે છે. ગામના લોકો એવું જરૂર કહે છે કે છેલ્લા 4 દિવસમાં સમગ્ર ગામ છાવણીમાં ફેરવાઇ ગયું છે. પૂજારીની ધરપકડ બાદ હવે રાહત મળી છે.

ગામની શેરીઓ સૂમસામ છે. આ કેસમાં બાકીના બે આરોપીઓના ઘરને તાળા લાગ્યા છે. દરમિયાન એક ચોંકાવનારી બાબત સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતા અને પૂજારી વચ્ચે ત્રણ મહિનામાં ફોન પર 800 વખત વાતચીત થઈ હતી. પોલીસ પાસે બંનેની કોલ ડિટેઇલ પણ છે.

આ ઘટના બાદથી ગામના લોકો પણ તેમના ઘરથી બહાર નીકળતા ડરી રહ્યા છે.

આ ઘટના બાદથી ગામના લોકો પણ તેમના ઘરથી બહાર નીકળતા ડરી રહ્યા છે.

આરોપી શિષ્ય વેદરામના ઘરે લાગ્યું છે તાળું
ગામના છેડે પૂજારીના શિષ્ય અને આરોપી વેદરામનું ઘર છે. તેનું ઘર બંધ હતુ. પડોસીઓએ જણાવ્યુ કે વેદરામની પત્નીની ઘણા સમય પહેલા મૃત્યુ થયું હતું. તેના પાંચ સંતાનો છે. ત્રણ છોકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે. એક પુત્ર 10 વર્ષનો અને પુત્રી 12 વર્ષની છે. બંને બાળકો વેદરામની ધરપકડ બાદ તેની બહેનોના ઘરે રહે છે. અકસ્માતની અસર એટલી છે કે પડોશીઓ વેદરામ વિશે કંઇ પણ કહેવાનું ટાળી રહ્યા છે. તેઓ કહે છે કે વેદરામનું ગામમાં કોઈને પણ વધુ સંબંધ ન હતા.

આરોપી વેદરામનું ઘર, જે હવે બંધ છે. તેના બંને બાળકો તેમની બહેનોના ઘરે ચાલ્યા ગયા છે.

આરોપી વેદરામનું ઘર, જે હવે બંધ છે. તેના બંને બાળકો તેમની બહેનોના ઘરે ચાલ્યા ગયા છે.

આરોપી ડ્રાઇવરની પત્નીએ કહ્યું- અમે તો ભગવાન ભરોસે છીએ
ઉઘૈતી પોલીસ સ્ટેશનથી આશરે 200 મીટર દૂર બદાયૂ રોડ પર આરોપી ડ્રાઈવર જસપાલનું ઘર છે. ઘરની બહાર તેનો મોટો ભાઈ ઓમપાલ મળે છે. તે ગેંગરેપ વિશેની વાત એકદમ નકારે છે, અને તમામ દોષો મીડિયાને આપી રહ્યા છે. તેમણે કહ્યું કે મીડિયાએ ખોટા સમાચાર ચલાવ્યાં છે તેથી પોલીસ પર પણ દબાણ છે. અમે સીબીઆઈની તપાસની માગ કરી રહ્યા છીએ. જસપાલ ગાડીઓ ચલાવે છે અને તેની પાસે થોડી ખેતીવાડી પણ છે, જે તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. તે ભાડા પર કાર લઈ જાય છે. જોકે પુજારી પાસેથી કેટલું ભાડુ નક્કી કરાયું હતું, તે ઓમપાલ નથી જણાવી રહ્યા.

આરોપી ડ્રાઈવર જસપાલના ભાઈ ઓમપાલ કહે છે કે તેને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે.

આરોપી ડ્રાઈવર જસપાલના ભાઈ ઓમપાલ કહે છે કે તેને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે.

જસપાલના પત્નીનું પિયર કેયવલી ગામ છે. આ તે જ ગામ છે જ્યાં પીડિતાનું સાસરું છે. જસપાલની પત્ની ચંદ્રકલી વારંવાર બેભાન થઈ રહી છે. તેમનું બ્લડ પ્રેસર સતત વધી રહ્યું છે. બંને બાળકો અને ઘરના સભ્યો તેની સંભાળ લે છે. ચંદ્રકલી જ્યારે સારી થાઈ ત્યારે જણાવે છે કે રવિવારે મોડી સાંજે વેદરામનો ફોન આવ્યો તો જસપાલ સૂઈ રહ્યા હતા. તેણે દર્દીની વાત કહીને તેમને બોલાવ્યા. ત્યારબાદ મોડી રાત્રે તે 12 વાગ્યાની આસપાસ પાછો ફર્યો અને કહ્યું કે તે લોહિયાળ મહિલાને હોસ્પિટલમાં પહોંચાડવા ચંદૌસી ગયો હતો.

જ્યારે હોસ્પિટલવાળાઓએ તેને દાખલ ન કરી તેઓ તેના ઘરે મૂકી આવ્યા હતા. ત્યાર બાદ, જ્યારે FIR દાખલ થઈ તો ઘરમાં વાતચીત બાદ તેઓ ફરાર થઈ ગયા. ત્યારે 4 વાગે પોલીસ અમને પકડીને લઈ ગઈ ત્યારે મારા ઘરવાળાઓએ રાત્રે 11 વાગે તેમણે પોલીસ સ્ટેશને હાજર કરી દીધા. અને અમે છૂટીને ઘરે આવી ગયા. હવે ભાઈની સાથે વકીલોના ધક્કા ખાઈ રહ્યા છીએ. હવે તો બધુ ભગવાન ભરોસે છોડી દીધું છે કે જો નિર્દોષ હોઈશું તો છૂટી જ જઈશું.

આરોપી ડ્રાઈવરની પત્ની ચંદ્રકલી વારંવાર બેભાન થઈ રહી છે. તેનું બ્લડ પ્રેશર સતત વધી રહ્યું છે.

આરોપી ડ્રાઈવરની પત્ની ચંદ્રકલી વારંવાર બેભાન થઈ રહી છે. તેનું બ્લડ પ્રેશર સતત વધી રહ્યું છે.

મંદિરમાં છેલ્લા પાંચ દિવસથી ન તો પૂજા થઈ કે ના તો દીવો કરાયો
પોલીસ ગામમાં ઘટના સ્થળ એટલે કે મંદિરની સુરક્ષા કરી રહી છે. 2 જવાન સ્થળ પર હાજર છે. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે છેલ્લા 5 દિવસથી મંદિરમાં ઠાકુરજીની પૂજા થઈ નથી કે દીવો પ્રગટાવવામાં આવ્યો નથી. તંત્રએ ગામના પટવારીને મંદિરની જમીનનો હિસાબ તૈયાર કરવા જણાવ્યું છે. મંદિરે પહોંચેલા પટવારીએ જણાવ્યુ કે હજી સુધી 9 એકર જમીનની વાત સામે આવી છે, જે મંદિરના નામે છે. સ્થળ પર ઉપસ્થિત સૈનિકોએ જણાવ્યું હતું કે જે ભક્તો રોજ મંદિરમાં જળ ચઢાવવા આવે છે, હવે તો તેઓ પણ નથી આવી રહ્યા.

ઘટના બાદ ગામનું મંદિર સૂમસામ થયેલ છે. અહીં ન તો પૂજા થઈ રહી છે ન દીવો પ્રગટી રહ્યો છે.

ઘટના બાદ ગામનું મંદિર સૂમસામ થયેલ છે. અહીં ન તો પૂજા થઈ રહી છે ન દીવો પ્રગટી રહ્યો છે.

પોલીસે પુજારી અને પીડિતા વચ્ચે ગેરકાયદેસર સંબંધોની વાત કરી
પોલીસે જ્યારે પુજારી અને પીડિતાના મોબાઇલ નંબરોની તપાસ કરી તો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં પૂજારી અને પીડિતા વચ્ચે 800 વખત ફોન પર વાત થઈ હતી. પુજારી અને પીડિતા વચ્ચેની ફોનની વાતચીતની પુષ્ટિ પીડિતાની માતાએ પોતે જ કરી હતી કે, અકસ્માતનાં દિવસે એટલે કે રવિવારે પુજારીએ જ ફોન કરીને પીડિતાને મંદિર બોલાવી હતી.

પોલીસે તે પણ જાણકારી આપી હતી કે લોકડાઉન પહેલા બરેલીના આંવલામાં પુજારી સત્યનારાયણના ભત્રીજાના લગ્ન હતા. ત્યારે પીડિતાને પણ સાથે લઈ ગયા હતા. તે પહેલી વખત બંનેની વચ્ચે અંતરંગ સંબંધ બંધાયો હતો. પોલીસ આ સમગ્ર ઘટનાક્રમમાં એક વિધવા મહિલા અને એક પુરુષના રોલને શોધી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પુજારીના તે મહિલા સાથે ગેરકાયદેસરના સબંધ હતા. જો કે પીલીસે મહિલાની ઓળખ બહાર પાડી ન હતી.

મુખ્ય આરોપી પૂજારી સત્યનારાયણને કોર્ટે 18 જાન્યુઆરી સુધી જેલમાં મોકલી આપ્યો છે.

મુખ્ય આરોપી પૂજારી સત્યનારાયણને કોર્ટે 18 જાન્યુઆરી સુધી જેલમાં મોકલી આપ્યો છે.

પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી નહીં, જેના કારણે સવાલ સામે આવી રહ્યા
આટલા મોટા કેસમાં મુખ્ય આરોપી પકડાયા પછી પણ પોલીસે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી રહી નથી. આ સવાલ ઊભો થઈ રહ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ એક અલગ થીયરી પર કામ કરી રહી છે.

પોલીસની થીયરી પ્રમાણે, પૂજારીએ જ પીડિતાને ફોન કરીને મંદિરે બોલાવી હતી. મંદિરે સાંજે એકાદ- બે જણ પૂજા કરવા માટે પહોંચ્યા હતા. કોઈને શક ન જાય તે માટે તે મંદિરના પાછળના દરવાજેથી અંદર ગઈ હતી. આ દરવાજો તે જ કોઠારીમાં ખૂલે છે, જેમાં કૂવો હતો. લગભગ 25 ફૂટ ઉંડા કુવાંમાં જૂનો પંપ લાગેલો છે. પીડિતા લપસીને કૂવામાં પડી ગઈ. જેમાં તે ગંભીર રીતે ઘેયલ ર્હઈ હતી. જ્યારે તેના રડવાનો અવાજ આવ્યો, ત્યારે પુજારી કોઠારીમાં ગાયા હતા. તેને વેદરામને બોલાવ્યો હતો. વેદરામે જસપાલને બોલાવ્યો. પહેલા તેઓ મહિલાને લઈને ચંદૌસી ગાયા હતા. પણ હોસ્પિટલે મહિલાની હાલતને જોતાં પરિવાર વિના તેની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ ત્રણેય મહિલાને તેના ઘરે લઈ ગયા હતા અને ત્યાં મૂકીને ભાગી ગયા હતા.

[:]

Be the first to comment on "[:en]ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ: પૂજારીની ધરપકડ બાદ ગામ સૂમસામ, બાકીના બંને આરોપીઓના ઘરે તાળું; પીડિતાની 3 મહીનામાં પૂજારી સાથે 800 વખત વાત થઈ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: