[:en]ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ: દલિતોની એન્ટ્રી નહતી તે મંદિરમાં થયો ગેંગરેપ, માતાએ કહ્યું- દીકરીને ફોન કરીને બોલાવી હતી; પૂજારીની ચાર દિવસના અંતે ધરપકડ[:]

[:en]

  • Gujarati News
  • National
  • Badaun Gang Rape And Murder | Bhaskar Ground Report From Uttar Pradesh Maholi Village

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદાયૂંએક મિનિટ પહેલાલેખક: રવિ શ્રીવાસ્તવ

  • કૉપી લિંક
  • પીડિતાની માતાએ કહ્યું-પૂજારીએ ફોન કરીને દીકરીને બોલાવી હતી

ઉત્તરપ્રદેશનું બદાયૂં 8 વર્ષ પછી ફરી સમાચારોમાં છે. 2012માં દિલ્હીમાં નિર્ભયા સાથે આ જિલ્લાના એક સગીરે દુષ્કર્મ કર્યું હતું. અહીં ઉધૈતી વિસ્તારમાં રવિવારે મંદિરમાં પૂજારીએ બે લોકો સાથે એક દલિત મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારપછી તેની હત્યા કરી દેવાઈ. જે મંદિરમાં ક્રુરતા થઈ, ત્યાં દલિતોના જવા પર પ્રતિબંધ છે. ઘટનાના મુખ્ય આરોપી સત્યનારાયણની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ઘટનાનો મુખ્ય આરોપી ઘટનાના બે દિવસથી ફરાર હતો. પોલીસે તેની પર 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સત્યનારાયણ એક ગામમાં અનુયાયીના ત્યાં સંતાયો હતો જ્યાંથી તેની ધરપકડ કરી લેવાઈ છે.

મુખ્ય આરોપી પૂજારી સત્યનારાયણને લઈ જઈ રહેલી પોલીસ. બાઈકની વચ્ચે બેઠેલો દાઢી વાળો સત્યાનારાયણ

મુખ્ય આરોપી પૂજારી સત્યનારાયણને લઈ જઈ રહેલી પોલીસ. બાઈકની વચ્ચે બેઠેલો દાઢી વાળો સત્યાનારાયણ

બદાયૂંમાં ઉધૈતી પોલીસ સ્ટેશન નજીક 2 કિમી દૂર મવેલી ગામ છે. ગામના મેઈન રોડથી 50 મીટર દૂર એ મંદિર છે, જ્યાં રવિવારે 45 વર્ષની દલિત મહિલા સાથે ગેંગરેપ કરીને તેની ક્રુરતાથી હત્યા કરી દેવાઈ હતી. હવે મંદિરને પોલીસે કબજામાં લીધું છે. કોઈને પણ મંદિરની અંદર જવા નથી દેવામાં આવી રહ્યાં. ગામના લોકો નેતાઓ અને મીડિયાની ગાડીઓને જોવા માટે છત પર અથવા ખેતરના કિનારે ઊભા થઈ ગયા છે.

જે જગ્યાએ મહિલાની દુષ્કર્મ પછી હત્યા થઈ, એ જગ્યાને પોલીસે સીલ કરી દીધી છે.

જે જગ્યાએ મહિલાની દુષ્કર્મ પછી હત્યા થઈ, એ જગ્યાને પોલીસે સીલ કરી દીધી છે.

મંદિરમાં દલિતોને એન્ટ્રી નહીં
ગામનાં ચોકીદાર ખચ્ચૂ વાલ્મીકિ કહે છે કે જ્યારે ઘટના બની તો તે ગામમાં જ હતા. પણ જ્યારે મામલો વધુ ફેલાયો ત્યારે ખબર પડી. તેઓ કહે છે કે અમે વાલ્મીકિ છીએ. અમારી પર મંદિરમાં જવા માટે પ્રતિબંધ છે. તેઓ કહે છે કે મારી ઉંમર 65-70ની આસપાસ છે.અમે વાલ્મીકિ અને જાટવોને ક્યારેય મંદિરમાં જતા જોયા નથી. જે મંદિરમાં ગેંગરેપ થયો, ત્યાં પણ દલિતોના જવા પર પ્રતિબંધ છે.

ગામમાં રહેતા નત્થૂ પોતાની પત્ની સાથે મંદિર પાસે જ રહે છે, તેમણે કોઈ દલિતને મંદિરમાં જતા જોયા નથી.

ગામમાં રહેતા નત્થૂ પોતાની પત્ની સાથે મંદિર પાસે જ રહે છે, તેમણે કોઈ દલિતને મંદિરમાં જતા જોયા નથી.

માતાએ કહ્યું-પૂજારીએ દીકરીને ફોન કરીને બોલાવી હતી
મંદિરથી લગભગ 700-800 મીટર દૂર પીડિતાનું પિયર છે. ત્યાં એક સાંકળી શેરીની બહાર બે પોલીસવાળા બેઠા છે. સાથે જ ગામના લોકોની ભીડ પણ જમા થઈ છે. નાનકડાં દરવાજાથી ઘરના આગણામાં માતા બેઠી છે. તે કહે છે કે, ઠાકુર જી(વિષ્ણુ ભગવાન)ના મંદિરમાં પૂજારીએ આવું નીચ કામ કર્યું છે. રવિવારે પૂજારીએ દીકરીને ફોન કરીને બોલાવી હતી.

તેમણે જણાવ્યું કે, અમે ઘરમાં એકલા રહીએ છીએ. દીકરી રવિવારે આવતી હતી અને સોમવારે સવારે જતી રહેતી હતી. અમે દીકરીને ભણાવી ગણાવી, ત્યારે તેને નોકરી મળી. તે ઘરનો ખર્ચ ઉઠાવી રહી હતી. પોલીસ જો અમારી વાત સાંભળી લેત તો પૂજારી ભાગી ન શકતો.

પીડિતાની માતાએ કહ્યું, ‘ઠાકુર જીના મંદિરમાં પૂજારીએ આવું નીચ કામ કર્યું’

પીડિતાની માતાએ કહ્યું, ‘ઠાકુર જીના મંદિરમાં પૂજારીએ આવું નીચ કામ કર્યું’

પીડિતાના ઘરે આવતો જતો હતો પૂજારી
ઘરની પાસે જ રહેતા ઓમપાલ કહે છે કે, પીડિતાના પતિની માનસિક સ્થિતિ ઠીક ન હતી. આ જ કારણે તે પૂજારી પાસે જતી હતી. પૂજારી તંત્ર-મંત્ર પણ કરતો હતો. પીડિતાની માતાએ પણ સ્વીકાર્યું કે પૂજારી તેમના ઘરે આવતો હતો.

આરોપી 7 વર્ષ પહેલા ગામમાં આવ્યો હતો
મહિલા સાથે ગેંગરેપનો આરોપી સત્યપ્રકાશ 7 વર્ષ પહેલા મવેલી ગામમાં આવ્યો હતો. તે મંદિરમાં પૂજારી બનીને રહેવા લાગ્યો. ગામના બંટૂ ગુપ્તાએ જણાવ્યું કે, પૂજારીનું આચરણ થોડાક દિવસ સુધી ઠીક હતું. પણ ગામના જ એક વ્યક્તિએ પૂજારીને માંસ ખાતા અને દારૂ પીતા જોઈ લીધો. લોકોને આ વાતની ખબર પડી તો, બધાએ વાંધો ઉઠાવ્યો. પણ સત્યનારાયણે દાદાગીરી કરી. ત્યારેપછી ગામના લોકોએ ત્યાં જવાનું બંધ કરી દીધું.

ગામના રહેવાસી બંદૂ ગુપ્તાએ જણાવ્યું કે, પૂજારી પીડિતાના ઘરે આવતો જતો હતો.

ગામના રહેવાસી બંદૂ ગુપ્તાએ જણાવ્યું કે, પૂજારી પીડિતાના ઘરે આવતો જતો હતો.

પૂજારી બનીને સત્યનારાયણ તંત્ર મંત્ર પણ કરતો હતો. ગામના લોકોએ જણાવ્યું કે, ગેંગરેપ પીડિતનું પિયર આ ગામમાં જ છે. તે ઘણી વખત મંદિર જતી હતી. ઘટનાના દિવસે પણ તે લગભગ 15 કિમી દૂરથી મંદિર આવી હતી.

DM પર મંદિરની જવાબદારી છે
ગામના પોસ્ટમાસ્ટર સતીશ ચંદ્રએ જણાવ્યું કે, ઠાકુર ભૂપ સિંહે 80 વર્ષ પહેલા આ મંદિર બનાવડાવ્યું હતું. તે ગામના એકમાત્ર ઠાકુર પરિવાર સાથે સંબંધ રાખતા હતા. તેમણે છેલ્લે એક કમિટી બનાવીને મંદિર અને તેની પાસે આવેલી 20 વિઘા જમીન દાન કરી દીધી. પછી તેમણે કમિટિ ભંગ કરીને મંદિર અને જમીનની જવાબદારી જિલ્લાના DMને આપી દીધી. તંત્રએ તેનો કેરટેકર ગામના જ એક માણસને બનાવી દીધો. ત્યારપછી કેરટેકર અને પૂજારી બદલાતા રહ્યાં.

ગામમાં આવેલા મંદિરની જવાબદારી જિલ્લાના DMની છે. તેમના તરફથી જ કેરટેકર તહેનાત કરવામાં આવે છે.

ગામમાં આવેલા મંદિરની જવાબદારી જિલ્લાના DMની છે. તેમના તરફથી જ કેરટેકર તહેનાત કરવામાં આવે છે.

પીડિતાના ઘરે અધિકારીઓનો જમાવડો
ઉધૈતીથી 12 કિમી દૂર કેયવલી ગામમાં પીડિતની સાસરી છે. પીડિતાનો પતિ પથારીમાં છે. ભાઈ, બે બહેનો અને તેમના પતિ, નાની બહેન પણ ઘરમાં છે. ઘણા લોકો ઘરમાં આવીને તસવીર લઈ રહ્યાં છે.

આ પીડિતાના ઘરનો રસ્તો છે. તેનો પતિ પથારીમાં છે, દીકરો ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યો છે.

આ પીડિતાના ઘરનો રસ્તો છે. તેનો પતિ પથારીમાં છે, દીકરો ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યો છે.

દીકરાએ કહ્યું- કંઈ ના પૂછશો, હું થાકી ગયો છું
ઘરના આંગણામાં જ SP અને ADM બેઠા હતા. ઘણું બોલાવ્યા પછી દીકરો બહાર આવ્યો. તેને કહ્યું, હવે કંઈ ના પૂછશો, હું થાકી ગયો છું. જ્યારથી સમજણ આવી ત્યારથી પિતાને પથારીમાં જ જોયા છે અને મમ્મીને કામ કરતા. તે ઘર ખર્ચ ચલાવતી હતી. આ વર્ષે ગ્રેજ્યુએશનનું ફોર્મ ભર્યું હતું, પણ ફી ના થઈ શકી. મમ્મી કહ્યું કે, ફોર્મ જમા થઈ ગયું છે, ફી પણ જમા થઈ જશે. હવે ઘર ખર્ચ કેવી રીતે ચાલશે? આ દરમિયાન અમુક લોકો ત્યાં પહોંચ્યા અને તે તેમને આપબીતી સંભળાવવા લાગ્યા.

ઘટના પછી પીડિતાની ઘરની બહાર આ રીતે નેતાઓ અને ગામના લોકોની ભીડ ભેગી થઈ રહી છે

ઘટના પછી પીડિતાની ઘરની બહાર આ રીતે નેતાઓ અને ગામના લોકોની ભીડ ભેગી થઈ રહી છે

નેતાઓના પહોંચવાનો સિલસિલો ચાલું
બદાયૂંના પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવ પીડિતાના ઘરે પહોંચ્યા. તેમણે કહ્યું કે, ‘સરકાર પાસેથી પીડિત પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર, કેસની CBI તપાસ અને દીકરા માટે સરકારી નોકરીની માગ કરી છે.’તેમના ગયા પછી બદાયૂંના હાલના સાંસદ સંઘમિત્રા મૌર્યના આવવાનું એલર્ટ થઈ ગયું. ભીડમાં ચર્ચા થઈ રહી હતી કે મહિલા સાંસદ હોવા છતા તે આટલે મોડેથી પીડિતાના પરિવારને મળવા પહોંચ્યા.

પીડિતાના પરિવાર સાથે વાતચીત કરી રહેલા સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવ

પીડિતાના પરિવાર સાથે વાતચીત કરી રહેલા સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવ

[:]

Be the first to comment on "[:en]ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ: દલિતોની એન્ટ્રી નહતી તે મંદિરમાં થયો ગેંગરેપ, માતાએ કહ્યું- દીકરીને ફોન કરીને બોલાવી હતી; પૂજારીની ચાર દિવસના અંતે ધરપકડ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: