ભાસ્કર ખાસ: ધ ‘નેક્સ રાફા’ : 17 વર્ષનો કાર્લોસ 2021 ઓસ્ટ્રેલિયન ઓપનમાં સૌથી યુવાન ખેલાડી, નડાલે ફ્યુચર સ્ટાર કહ્યો

ભાસ્કર ખાસ: ધ ‘નેક્સ રાફા’ : 17 વર્ષનો કાર્લોસ 2021 ઓસ્ટ્રેલિયન ઓપનમાં સૌથી યુવાન ખેલાડી, નડાલે ફ્યુચર સ્ટાર કહ્યો


  • Gujarati News
  • Sports
  • The ‘Nex Rafa’: 17 year old Carlos, Youngest Player At 2021 Australian Open, Nadal Called Future Star

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેલબર્ન12 કલાક પહેલા

  • કૉપી લિંક

સ્પેનનો ટેનિસ ખેલાડી રાફેલ નડાલ વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને સૌથી વધુ 21 ગ્રાન્ડ સ્લેમ જીતનારા પૂરુષ ખેલાડીનો રેકોર્ડ પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે. જોકે, બીજું એક કારણ છે, જેના કારણે તે ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયન ઓપન શરૂ થતા પહેલા નડાલે પોતાના જ દેશના 17 વર્ષના ખેલાડી કાર્લોસ અલ્કરાજ સાથે પ્રેક્ટિસ કરવાનો નિર્ણય લીધો હતો.

આ અગાઉ અલ્કરાજે ગયા સપ્તાહે વોર્મઅપ મેચમાં વર્લ્ડ નંબર-13 બેલ્જિયમના ડેવિડ ગાફિનને હરાવ્યો હતો. ત્યાર પછી મેલબોર્ન પાર્કમાં ‘નેક્સ રાફા’ની ચર્ચા શરૂ થઈ છે. અલ્કરાજ આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની પૂરુષ સિંગલ્સમાં ભાગ લઈ રહેલો સૌથી યુવાન ખેલાડી છે. નડાલે તેના અંગે કહ્યું કે, ‘તેની પાસે સ્પીડ છે, જુસ્સો છે, શોટ્સ છે’. અલ્કરાજ માટે નડાલ સાથે પ્રેક્ટિસ સરળ ન હતી. તે અત્યારે હાઈસ્કૂલના અંતિમ વર્ષમાં છે. ટૂર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ જત્યા પછી બીજા રાઉન્ડમાં તે હારી ગયો હતો.

આટલી નાની વયે ભવિષ્યવાણી ઉચિત નથી
થોડા વર્ષ અગાઉ બુલ્ગારિયાના ગ્રિગોર દિમિત્રોવને તેની ઓલરાઉન્ડ રમત માટે બેબી ફેડ કહેવાતો હતો. જોકે, 29 વર્ષનો દિમિત્રોવ હજુ સુધી કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં પહોંચ્યો નથી. તે ઓસ્ટ્રેલિયા ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનની સેમિફાઈનલમાં હારી ચૂક્યો છે.

Be the first to comment on "ભાસ્કર ખાસ: ધ ‘નેક્સ રાફા’ : 17 વર્ષનો કાર્લોસ 2021 ઓસ્ટ્રેલિયન ઓપનમાં સૌથી યુવાન ખેલાડી, નડાલે ફ્યુચર સ્ટાર કહ્યો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: