- Gujarati News
- Sports
- Australian Open: Players Considered Fastest Grand Slam Court, Technician Told No Change In Speed
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યુયોર્ક2 કલાક પહેલા
- કૉપી લિંક
- પુરૂષ ખેલાડી મહિલાઓની સરખામણીએ કોર્ટની સ્પીડને લઇને વધુ ફરિયાદ કરે છે
વર્ષનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયા ઓપન પુરી થઇ ગયું છે. સર્બિયાના નોવાક જોકોવિચે પુરૂષ સિંગલ્સ અને જાપાનની નાઓમી ઓસાકાએ મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. આ બધા વચ્ચે પુરી ટુર્નામેન્ટ સમયે જે વાતની ચર્ચા રહી તે કોર્ટની સ્પીડની હતી. ચોથા રાઉન્ડમાં હારીને બહાર થયેલ યુએસ ઓપન વિજેતા ડોમિનિક થીએમે જણાવ્યું કે જોન કૈન એરિના પર પ્રેક્ટિસ કરી રહ્યા હતા. હાર્ડકોર્ટથી બોલ ઘણી ફાસ્ટ આવી રહી હતી.
તેણે ત્રીજા રાઉન્ડ બાદ કહ્યું હતું કે, “આ મારી કારકિર્દીનું સૌથી ફાસ્ટ ગ્રાન્ડ કોર્ડ હતું.’ નોવાક જોકોવિચ પ્રમાણે જ્યારથી તેણે અહિયા રમવાનું શરૂ કર્યું છે, કોર્ટ આ વખતે ફાસ્ટ હતું. આ નિવેદનો બાદ ટુર્નામેન્ટનું આયોજન કરનાર ટેનિસ ઓસ્ટ્રેલિયાની તકલીફ વધી ગઇ છે. ગત વર્ષે ટુર્નામેન્ટ સમયે ઘણા ખેલાડીઓએ કોર્ટ ઘણી ધીમું હોવાની વાત કરી હતી.
ટેનિસ ઓસ્ટ્રેલિયાના ઇનોવેશન હેડ મૈહર રીડે કહ્યું કે, ‘પ્રી ટૂર્નામેન્ટ ટેસ્ટનું પરીણામ ગત વર્ષથી સમાન ન હતું. ટેનિસ કોર્ટ હંમેશા કાતો વધુ ઝડપી કે પછી ઘણું ધીમું હોય છે. જો વાતાવરણ બદલાય છે તો ખેલાડી મેચ સમયે પોતાનો અભિપ્રાય બદલી શકે છે. તેમને સંતુષ્ટ કરવું સહેલું નથી. પુરૂષ ખેલાડી મહિલાઓની સરખામણીમાં વધુ ફરિયાદ કરતા હોય છે.
130 મીલ પ્રતિ કલાક સર્વને સામાન્ય કોર્ટ પર રિટર્ન કરવું મુશ્કેલ હોય છે. આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશને કોર્ટસને 5 કેટેગરીમાં વહેચ્યું છે. સ્લો, મીડિયમ-સ્લો, મીડિયમ, મીડિયમ-ફાર્સ્ટ અને ફાર્સ્ટ. ફ્રેન્ચ ઓપનનું રેડ ક્લે કોર્ડ ગ્રાન્ડ સ્લેમમાં સૌથી ધીમું કોર્ટ હોય છે. વિમ્બલ્ડનના ગ્રાસ કોર્ટ પર રમવાનો અનુભવ એકદમ અલગ હોય છે. ઓસ્ટ્રેલિયા અને યુએસ ઓપનનું હાર્ડ કોર્ટ ઘણું ફાસ્ટ હોય છે. તેની સ્પીડ વર્ષે વર્ષે બદલાય છે.
Leave a comment