ભાસ્કર એક્સપ્લેનર: NFLમાં ખેલાડી હાથમાં બોલ લઈને દોડે છે, જાણો દુનિયાની બીજી સૌથી વધુ જોવામાં આવતી આ ઈવેન્ટ કેવી રીતે યુરોપિયન ફૂટબોલથી અલગ છે

ભાસ્કર એક્સપ્લેનર: NFLમાં ખેલાડી હાથમાં બોલ લઈને દોડે છે, જાણો દુનિયાની બીજી સૌથી વધુ જોવામાં આવતી આ ઈવેન્ટ કેવી રીતે યુરોપિયન ફૂટબોલથી અલગ છે


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યુયોર્ક4 દિવસ પહેલા

  • કૉપી લિંક
  • સુપરબોલ અમેરિકામાં સૌથી વધુ જોવામાં આવતી ટીવી ઈવેન્ટ છે
  • દર વર્ષે લગભગ 11.7 કરોડ લોકો જૂએ છે. આ દુનિયાની બીજી સૌથી વધુ જોવામાં આવતી એક દિવસની ઈવેન્ટ છે
  • તેના બ્રોડકાસ્ટિંગથી રૂ.14,800 કરોડની આવક થાય છે

અત્યાર સુધી તમે ક્રિકેટની સુપર ઓવર અંગે સાંભળ્યું હશે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ સુપર બોલ અંગે. અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ (એનએફએલ)ની ફાઈનલ મેચને સુપરબોલ કહે છે. આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન કન્સાસ સિટી ચીફ્સ અને ધ પંતા બુકાનિયર્સની ટીમ ટકરાવાની છે.

દર વર્ષે લગભગ 11.7 કરોડ લોકો જૂએ છે. આ દુનિયાની બીજી સૌથી વધુ જોવામાં આવતી એક દિવસની ઈવેન્ટ છે.

દર વર્ષે લગભગ 11.7 કરોડ લોકો જૂએ છે. આ દુનિયાની બીજી સૌથી વધુ જોવામાં આવતી એક દિવસની ઈવેન્ટ છે.

નેશનલ ફૂટબોલ લીગ (એનએફએલ) શું છે?
અમેરિકાની પ્રોફેશનલ ફૂટબોલ લીગમાં 32 ટીમ રમે છે, જેમાંથી 16 અમેરિકન ફૂટબોલ કોન્ફરન્સ(એએફસી) અને 16 નેશનલ ફૂટબોલ કોન્ફરન્સ (એનએફસી)માં હોય છે. દરેક ટીમ 16 મેચ રમે છે.

એનએફએલની સીઝન પછી 32માંથી 12 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરે છે.

એનએફએલની સીઝન પછી 32માંથી 12 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરે છે.

સુપર બોલ માટે કેવી રીતે ક્વોલિફાય કરે છે?
એનએફએલની સીઝન પછી 32માંથી 12 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરે છે. 6 એએફસી અને 6 એનએફસીમાંથી. સુપર બોલ પોસ્ટ સીઝન ગેમ છે, જેમાં એએફસી અને એનએફસીની વિજેતા ક્વોલિફાય કરે છે.

સુપર બોલનો હાફ ટાઈમ આટલો ચર્ચિત કેમ છે?
હાફ ટાઈમ શો સુપર બોલના દરમિયાન ટ્રેડિશનલ એન્ટરટેઈનમેન્ટ શો હોય છે. જે પ્રથમ બે ક્વાર્ટર પછી હાફ ટાઈમમાં યોજાય છે. ગયા વર્ષે શકીરા અને જેનિફર લોપેઝ જેવા સ્ટારે પરફોર્મ કર્યું હતું. તેમાં માઈકલ જેક્સન, લેડી ગાગા, બ્રિટની સ્પિયર્સ, કેટી પેરી, બિયોન્સે પરફોર્મ કરી ચૂક્યા છે. આ વખતે ગ્રેમી એવોર્ડ વિજેતા કેનેડાનો સિંગર ધ વીકન્ડ પરફોર્મ કરશે.

કેટલા ફેન્સને એન્ટ્રી મળશે?
સુપર બોલ ફ્લોરિડાના તંપા બેના રેમન્ડ જેમ્સ સ્ટેડિયમમાં યોજાશે. કોવિડ-19ના કારણે માત્ર 25 હજાર ફેન્સને એન્ટ્રી મળશે. જેમાંથી 7500 હેલ્થવર્કર હશે, જેમને એનએફએલ દ્વારા ફ્રી ટિકિટ અપાઈ છે. સ્ટેડિયમની ક્ષમતા 66 હજાર છે.

ઈવેન્ટની વ્યૂઅરશિપ કેટલી છે?
સુપરબોલ અમેરિકામાં સૌથી વધુ જોવામાં આવતી ટીવી ઈવેન્ટ છે. દર વર્ષે લગભગ 11.7 કરોડ લોકો જૂએ છે. આ દુનિયાની બીજી સૌથી વધુ જોવામાં આવતી એક દિવસની ઈવેન્ટ છે. તેના બ્રોડકાસ્ટિંગથી રૂ.14,800 કરોડની આવક થાય છે.

અમેરિકન ફૂટબોલ યુરોપિયન ફૂટબોલથી અલગ કેવી રીતે?
યુરોપિયન ફૂટબોલમાં બોલ ગોળ હોય છે અને 90 મિનિટની મેચમાં એક હાફ ટાઈમ હોય છે. ખેલાડી પગથી ગોલ કરે છે. અમેરિકન ફૂટબોલમાં બોલ ઓવલ શેપનો હોય છે. 15-15 મિનિટના ચાર ક્વાર્ટર હોય છે. ખેલાડી હાથમાં બોલ લઈને દોડે છે કે સાથીને પાસ કરે છે અને સ્કોર કરે છે.

Be the first to comment on "ભાસ્કર એક્સપ્લેનર: NFLમાં ખેલાડી હાથમાં બોલ લઈને દોડે છે, જાણો દુનિયાની બીજી સૌથી વધુ જોવામાં આવતી આ ઈવેન્ટ કેવી રીતે યુરોપિયન ફૂટબોલથી અલગ છે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: