ભાસ્કર એક્સપ્લેનર: લેગ ક્રિકેટની ભારતમાં શોધ થઇ, 22 વર્ષમાં 8 દેશ સુધી ફેલાઇ, દરેક કેટેગરી માટે અલગ મેદાન

ભાસ્કર એક્સપ્લેનર: લેગ ક્રિકેટની ભારતમાં શોધ થઇ, 22 વર્ષમાં 8 દેશ સુધી ફેલાઇ, દરેક કેટેગરી માટે અલગ મેદાન


  • Gujarati News
  • Sports
  • Leg Cricket Was Invented In India, Spread To 8 Countries In 22 Years, With Separate Grounds For Each Category

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ફાઇલ તસવીર

લેગ ક્રિકેટ, આ નામ જ સ્પષ્ટ કરે છે કે આ રમત પગથી રમાતી ક્રિકેટ છે. આ રમતમાં ખેલાડી પગથી બોલને બાઉન્ડ્રીને પાર પહોંચાડે છે. મનોરંજન માટે શરૂ થયેલ આ રમતમાં હવે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમાવાની શરૂઆત થઇ ગઇ છે. ભારતમાં શરૂ થયેલી આ રમત હવે 8 દેશો સુધી પહોંચી ચૂકી છે. આવો જાણીએ લેગ ક્રિકેટ શું છે? શરૂઆત કઇ રીતે થઇ? કઇ રીતે રમાય છે? તેના શું નિયમ છે?

લેગ ક્રિકેટની શરૂઆત ક્યારે અને ક્યાથી થઇ.?
મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં 1999થી 2002 વચ્ચે એક સ્કુલના વિદ્યાર્થીઓએ આ રમત શરૂ કરી હતી. 2005 માં બેગલુરૂની એક સ્કુલ શિક્ષકે ફિટનેસ માટે બાળકોને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું હતું.

ઓફિશિયલ સ્ટેટસ ક્યારે આપવામાં આવ્યું.?
લેગ ક્રિકેટ 27 ઓક્ટોબર 2011થી ઓફિશિયલ રીકે શરૂ થઇ હતી. તેનાથી પહેલા માત્ર મનોરંજન માટે આ રમત રમાતી હતી. 2011માં અલગ રીતે લેગ ક્રિકેટ બોલ બનાવવામાં આવ્યો. 2011માં પહેલી પુસ્તક જાહેર થઈ.

કેટલા દેશમાં રમાઇ રહી છે.?
આ ભારત સહિત નેપાળ, ભુતાન, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ફ્લોરિડા અને ઝિમ્બાબ્વેમાં રમાય છે. 2020માં સાઉથ ઇન્ડિયન લેગ ક્રિકેટ લીગ થવાની હતી. પણ લોકડાઉનના કારણે સ્થગિત થઈ. આ વર્ષે દ.એશિયાઇ લીગ માટે યોજના બનાવી રહ્યું છે.

ટૂર્નામેન્ટમાં કેટલી કેટેગરીમાં રમાય છે.?
પાંચ અલગ-અલગ કેટેગરીમાં ખેલાડી ભાગ લઇ શકે છે. મિની કેટેગરી (અંડર-14),માં 44 ફૂટ, સબ જુનિયર (અંડર-17)માં 46 ફૂટ, જુનિયર (અંડર-19), સીનિયર (અંડર-21), ઓપન એજ ગ્રુપમાં 48 ફૂટનું ગ્રાઉન્ડ હોય છે. ત્રણેય માટે અલગ બોર્ડર રાખવામાં આવે છે.

કેટલા ખેલાડીઓ હોય છે.?
દરેક ટીમના સુકાની, ઉપસુકાની સહિત 15 ખેલાડીઓ હોય છે. જેમાં 11 મુખ્ય ખેલાડીઓ હોય છે. રમત શરૂ કરવા માટે મેદાનમાં ઓછામાં ઓછા 9 ખેલાડીઓનું હોવું જરૂરી છે. મિક્સ્ડ કેટેગરીમાં 5 પુરૂષ,5 મહિલા ખેલાડી હોવા જોઇએ.

કેટલી ઓવરની મેચ હોય છે.?
પહેલી મેચ 5 ઓવરની હોય છે. 1 ખેલાડી 1 ઓવર કરી શકે છે. બીજી ટી10 ફોર્મેટ, જેમાં 1 ખેલાડી 2 ઓવર કરી શકે છે. ત્રીજા ફોર્મેટ ટી20 ચેમ્પિયનશિપમાં દરેક ટીમે 20-20 ઓવર રમી શકે છે.

અન્ય સમાચારો પણ છે…

Be the first to comment on "ભાસ્કર એક્સપ્લેનર: લેગ ક્રિકેટની ભારતમાં શોધ થઇ, 22 વર્ષમાં 8 દેશ સુધી ફેલાઇ, દરેક કેટેગરી માટે અલગ મેદાન"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: