ભાસ્કર એક્સપ્લેનર: કોરોના વેક્સિનના ખરાબ થઈ રહેલા 6.5% ડોઝથી મોદી પરેશાન; 45 વર્ષથી ઉપરના લોકો પણ સામેલ થઈ શકે છે વેક્સિનેશન ડ્રાઈવમાં


 • Gujarati News
 • International
 • Modi Upset By Deteriorating 6.5% Dose Of Corona Vaccine; People Over The Age Of 45 May Also Be Involved In The Vaccination Drive

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 મિનિટ પહેલા

 • કૉપી લિંક

દેશમાં ગુરૂવારે સવાર સુધી 3.71 કરોડ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે. સ્પીડ સતત વધી રહી છે. બુધવારે પણ 24 લાકમાં 20 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા. તેના પછી પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓની સાથે કોરોના વાયરસના વધતા મામલાઓ પર ચર્ચા કરી તો મુદ્દો વેક્સિન ડોઝ ખરાબ થવાનો હતો. મોદીએ કહ્યું કે વેક્સિન એક અત્યંત કિંમતી ચીજ છે. વ્યક્તિગત રીતે અને દેશ માટે પણ. એવામાં તેનો બગાડ યોગ્ય નથી. વેસ્ટેજ ઓછામાં ઓછો થવો જોઈએ.

ભારતમાં અત્યાર સુધીમાં વેક્સિનના 6.5% ડોઝ ખરાબ થઈ ચૂક્યા છે. તેલંગણા, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં સ્થિતિ ઘણી જ ખરાબ છે જ્યાં 9%થી 18% સુધી ડોઝ ખરાબ થઈ રહ્યા છે. સરકારે કોઈ આંકડો તો ન જણાવ્યો પણ ગણતરી કરીએ તો આ લગભગ 20 લાખ ડોઝ હોઈ શકે છે. એવામાં જ્યારે અનેક દેશો રસી નહીં મળવાથી વેક્સિનેશન શરૂ કરી શક્યા નથી, ત્યારે 20 લાખ વેક્સિન ડોઝ ખરાબ થાય એ કોઈપણ રીતે યોગ્ય નથી. આવો, સમજીએ મામલો શું છે?

વેક્સિન ડોઝ ખરાબ કેમ થઈ રહ્યા છે?

 • આરોગ્ય વિભાગના અધિકારીઓના પ્રમાણે વેક્સિન ખરાબ થવાનું મુખ્ય કારણ છે – ઓપન વાયલ પોલિસી ન હોવી. એટલે કે વેક્સિનની શીશી ખોલી નાખી છે તેને ચાર કલાકની અંદર ઉપયોગમાં લેવી પડશે. જો એમ ન થાય તો ડોઝ બેકાર થઈ જશે.
 • ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનનો ઉપયોગ રસીકરણ કાર્યક્રમમાં થઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે શહેરી વિસ્તારોમાં તો વેક્સિનેશન સાઈટ્સ પર ભીડ જામી રહી છે. પરંતુ ગામોમાં જાણકારીના અભાવે વેક્સિન લગાવવા ઓછા લોકો આવી રહ્યા છે.
 • આ ઉપરાંત એક મોટું કારણ છે વેક્સિનમાં સ્ટેબિલાઈઝર ન હોવું. આનાથી શીશી ખુલ્યાના થોડા દિવસ પછી પણ ડોઝ આપી શકાય છે. અહીં મહત્વનું છે કે કોવેક્સિન માટે ઓપન વાયલ પોલિસી લાગુ કરવામાં આવી શકે છે. ખુદ કંપનીએન તેનો દાવો કર્યો છે પરંતુ સરકારે કડકાઈથી તે લાગુ કરેલ નથી.
 • કોવેક્સિનની ફેક્ટશીટ અનુસાર એક શીશીમાં 20 ડોઝ છે. જ્યારે કોવિશિલ્ડની એક શીશીમાં 10 ડોઝ. એ પણ એક મોટું કારણ છે ડોઝ ખરાબ થવાનું. કેમકે ઓપન વાયલ પોલિસી લાગુ નથી, તેના કારણે ચાર કલારમાં જેટલા ડોઝ શીશીમાં રહી જાય છે તે નકામા થઈ જાય છે.
 • ફેક્ટશીટ કહે છે કે શીશી જો તડકામાં રહી જાય કે 2થી 8 ડિગ્રી તાપમાનની બહાર લાંબા સમય સુધી રહે તો શીશમાં ભરેલું લિક્વિડ ધૂંધળું થવા લાગે છે. આવી શીશીમાંથી કોઈને પણ ડોઝ ન આપી શકાય.

રાજ્યોમાં શું છે વેક્સિન વેસ્ટેજની સ્થિતિ?

 • કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે, અત્યાર સુધીમાં 7.54 કરોડ ડોઝ રાજ્યો સુધી પહોંચાડવામાં આવ્યા છે. તેમાંથી લગભગ 3.8 કરોડ ડોઝનો જ ઉપયોગ થયો છે. સરકારે એ તો ન જણાવ્યું કે કેટલા ડોઝ ખરાબ થયા પણ અંદાજો લગાવીએ તો લગભગ 20 લાખ ડોઝ ખરાબ થયા છે.
 • નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વી કે પોલના અનુસાર કોવિડ-19 વેક્સિન માત્ર દેશ નહીં પણ દરેક માટે અત્યંત મૂલ્યવાન છે. એવામાં વેક્સિન ખરાબ થવી યોગ્ય નથી. વધુમાં વધુ લોકો તેનો લાભ ઉઠાવે, એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
 • કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ કહે છે કે આ સમયે ભારતમાં વેક્સિન વેસ્ટેજ દર 6.5% જેટલો છે. તેલંગણા, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ વેક્સિન ડોઝ ખરાબ થઈ રહ્યા છે. તેની સંખ્યા 9થી 18% સુધી છે.
 • આરોગ્ય સચિવના અનુસાર વેક્સિન વેસ્ટેજ રેટને ઓછો કરવો ખૂબ જરૂરી છે. તેનાથી જ વધુમાં વધુ લોકોને વેક્સિનેશન પ્રોગ્રામમાં સામેલ કરી શકાશે. આ કારણથી ઉપલબ્ધ વેક્સિનનો મોટાભાગનો ઉપયોગ જરૂરી છે.

વેક્સિન વેસ્ટેજની સમસ્યાનો શો છે ઉકેલ?

 • નિષ્ણાતો કહે છે કે બાળકોના રસીકરણમાં પણ વેક્સિન ડોઝ ખરાબ થઈ રહ્યા છે. બીસીજીની રસી તો 50% સુધી વેસ્ટ થઈ રહ્યા હતા. 2011માં ઓપન વાયલ પોલિસી લાગુ કરી. જેથી એક શીશીથી અનેક દિવસ સુધી વેક્સિન લગાવી શકાય. કોવેક્સિનના મામલે પણ ઓપન વાયલ પોલિસી લાગુ થઈ શકે છે. જેથી વધુ દિવસ સુધી વેક્સિનનો ડોઝ લગાવી શકાય.
 • અનેક રાજ્યોએ કેન્દ્રને કહ્યું છે કે વધુમાં વધુ લોકોને કવર કરવા માટે વેક્સિનેશનને લગતી પોલિસી બદલવી જોઈએ. ICMRમાં એપિડેમિયોલોજી અને કમ્યુનિકેબલ ડિસિઝ પ્રમુખ સમિરન પાંડાએ કહ્યું કે 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિનેશનો હિસ્સો બનાવવા અંગે વિચાર થઈ રહ્યો છે. સરકાર ટૂંક સમયમાં જ આના પર કોઈ પરિણામ પર પહોંચી જશે. પાંડા એ નેશનલ એક્સપર્ટ ગ્રૂપનો હિસ્સો પણ છે, જેને કોવિડ-19ના વેક્સિન એડમિનિસ્ટ્રેશનની જવાબદારી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે…1 Trackbacks & Pingbacks

 1. કોરોના વેક્સિનના ખરાબ થઈ રહેલા 6.5% ડોઝથી મોદી પરેશાન; 45 વર્ષથી ઉપરના લોકો પણ સામેલ થઈ શકે છે વેક્સિ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: