[:en]ભાસ્કર ઈન્ટરવ્યૂ: મુકેશ છાબરાએ કહ્યું, ‘સ્કેમ 1992’માં પ્રતીક ગાંધીની સફળતાએ બતાવી દીધું કે પૂરી ગેમ ટેલેન્ટની, નાના-મોટા સ્ટાર હોવાની નહીં[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 મિનિટ પહેલાલેખક: કવિતા રાજપૂત

  • કૉપી લિંક

બોલિવૂડ માટે આ વર્ષ ઘણું જ મુશ્કેલભર્યું રહ્યું છે. કોરોનાને કારણે લૉકડાઉન આવ્યું અને તેથી ઘણી ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. આ સાથે જ સુશાંત સિંહ રાજપૂતનું મોત થતાં બોલિવૂડ જ નહીં ચાહકોને પણ આઘાત લાગ્યો હતો. બોલિવૂડના જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ વર્ષ 2020ને ઘણું જ પડકારજનક ગણાવ્યું હતું. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે અનેક મુદ્દાઓ પર દિલ ખોલીને વાત કરી હતી.

‘સ્કેમ 1992’માં હર્ષદ મહેતાના રોલમાં પ્રતીક ગાંધીનું નામ કેવી રીતે યાદ આવ્યું? આ સિરીઝ માટે કાસ્ટિંગ કેટલું મુશ્કેલ હતું?
મેં પહેલાં પણ પ્રતીકનું કામ જોયું હતું. તેણે ‘લવયાત્રી’માં નાનકડો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત મેં તેની ઘણી ગુજરાતી ફિલ્મ જોઈ હતી. જ્યારે હંસલ મહેતાએ હર્ષદ મહેતાના રોલ માટે કોઈને કાસ્ટ કરવાની મારી સલાહ માગી તો મેં તરત જ પ્રતીક ગાંધીનું નામ આપ્યું હતું. પ્રતીક તેમને ગમી ગયો અને એ રીતે તે હર્ષદ મહેતા બની ગયો. એ જોઈને આનંદ તયો કે તેને હવે દેશના દરેક લોકો ઓળખવા લાગ્યા છે. તે સારો એક્ટર છે. મને ખ્યાલ હતો કે તે રોલ માટે પર્ફેક્ટ છે. આનાથી એ વાત સ્પષ્ટ થઈ કે પૂરી ગેમ ટેલેન્ટની છે, નહીં કે નાના કે મોટા સ્ટારની.

વર્ષ 2020ને કેવી રીતે યાદ રાખશો?
આપણાં બધા માટે આ વર્ષ ઘણું જ મુશ્કેલ રહ્યું છે. મારા માટે તો ખાસ. સુશાંતના મોતથી મને અંગત રીતે ઘણો જ આઘાત લાગ્યો છે. આ દરમિયાન મારે ‘દિલ બેચારા’ રિલીઝ કરવી પડી. આ વર્ષે એ વાત શીખવા મળી કે આપણે કોઈ પણ બાબતને હળવાશથી લેવી જોઈએ નહીં. નેગેટિવિટી ફેલાવી નહીં અને બધા લોકોની સાથે સારી રીતે વાત કરો.

કોરોના લૉકડાઉન પછી કામ કરવાની પદ્ધિતમાં શું ફેરફાર આવ્યા?
ફેરફાર તો બહુ જ આવ્યા પરંતુ અમારું કામ અટવાયું નહીં પરંતુ વધી ગયું. અમે હવે ઓનલાઈન ઓડિશન વધુને વધુ લઈએ છીએ. કોરોનાકાળમાં અનેક લોકોના ઓડિશન થયા અને તેમને કામ મળ્યું. હવે દેશના ગમે તે ખૂણામાં રહેતી વ્યક્તિ અમને ઓડિશન મોકલી શકે છે. પહેલાં ઓડિશન માટે મુંબઈ આવવું પડતું અને કલાકો સુધી રાહ જોવી પડતી હતી. પૈસા પણ ખાસ્સા એવા ખર્ચ કરવા પડતા. જોકે, હવે એવું નથી. હું દિલ્હી-મુંબઈ ઉપરાંત અન્ય શહેરમાં પણ મારી ઓફિસ ખોલી રહ્યો છું, જેથી વધુને વધુ લોકોને કામ અપાવી શકું. હવે તો મારી ટીમના ઘણાં મેમ્બર્સ બીજા શહેરમાં રહીને વર્ક ફ્રોમ હોમ કરે છે. અમે ભવિષ્યમાં પણ ઓનલાઈન કામને પ્રોત્સાહન આપીશું.

પહેલાં ફિલ્મના કાસ્ટિંગ પર આટલી વાત થતી નહોતી, તમારા આવ્યા બાદ આ વિચાર બદલાયો અને હવે પૂછવામાં આવે છે કે કાસ્ટિંગ કોણે કર્યું? આ ફેરફારને કેવી રીતે જુઓ છો?
હું નસીબદાર છું કે આ ફેરફાર લાવવામાં સફળ રહ્યો. ભવિષ્યમાં પણ એવું જ કામ કરીશ, જેથી ટેલેન્ટેડ લોકોને દર્શકોની સામે લાવી શકું.

‘દિલ્હી ક્રાઈમ’ બહુ જ સેન્સિટિવ સબ્જેક્ટ પર હતી, કાસ્ટિંગ સમયે લીડ રોલમાં શૈફાલી શાહને કેવી રીતે પસંદ કરી?
કાસ્ટિંગ ડિરેક્ટર્સની મેમરી બહુ જ શાર્પ હોય છે. વર્ષો પહેલાં મેં શૈફાલીજીનું કામ જોયું હતું, આથી જ્યારે ‘દિલ્હી ક્રાઈમ’ની કાસ્ટિંગની વાત આવી તો મારી આંખોમાં તેમનો જ ચહેરો આવી ગયો.

તમે કાસ્ટિંગ ડિરેક્ટરની સાથે ડિરેક્ટર તથા એક્ટર પણ છો, ભવિષ્યમાં કઈ ફિલ્મમાં ડિરેક્શન તથા એક્ટિંગ કરતાં જોવા મળશો?
‘દિલ બેચારા’ પછી હાલમાં તો મેં ડિરેક્શન કે એક્ટિંગ અંગે કંઈ જ વિચાર્યું નથી. કાસ્ટિંગમાં બહુ જ બિઝી છું તો આના પર જ ફોકસ છે.

[:]

Be the first to comment on "[:en]ભાસ્કર ઈન્ટરવ્યૂ: મુકેશ છાબરાએ કહ્યું, ‘સ્કેમ 1992’માં પ્રતીક ગાંધીની સફળતાએ બતાવી દીધું કે પૂરી ગેમ ટેલેન્ટની, નાના-મોટા સ્ટાર હોવાની નહીં[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: