ભાસ્કર ઇન્ટરવ્યુ: અંકિતાનું ગ્રાન્ડ સ્લેમના મુખ્ય ડ્રોમાં પહોંચનાર 5મી ભારતીય મહિલા હોવું ગર્વ અને નિરાશા બંને વાત: સાનિયા મિર્ઝા

ભાસ્કર ઇન્ટરવ્યુ: અંકિતાનું ગ્રાન્ડ સ્લેમના મુખ્ય ડ્રોમાં પહોંચનાર 5મી ભારતીય મહિલા હોવું ગર્વ અને નિરાશા બંને વાત: સાનિયા મિર્ઝા


  • Gujarati News
  • Sports
  • It Is Both A Matter Of Pride And Disappointment For Ankita To Be The 5th Indian Woman To Reach The Main Draw Of The Grand Slam: Sania Mirza

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચંદીગઢ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • માર્ચમાં ડબલ્યુટીએ દોહા ઓપનમાં વાપસી કરશે ભારતીય ટેનિસ સ્ટાર, ટોક્યો ઓલિમ્પિકની તૈયારી પણ ચાલુ છે

સાનિયા મિર્ઝા ભલે ઓસ્ટ્રેલિયા ઓપનમાં વાપસી કરી ન શકી. પણ તે આનાથી નિરાશ નથી. તે માર્ચમાં થનાર ડબલ્યુટીએ દોહા ઓપનથી વાપસી કરશે. આ કોવિડ બાદ તેની પહેલી ટુર્નામેન્ટ હશે. તેણે વાપસી માટે સખત મહેનત કરી છે. ઓસ્ટ્રેલિયા ઓપન 2021 માં અંકિતા રૈનાનું રમવું તે ભારતીય ટેનિસ માટે સારો સંકત છે. સાનિયા સાથેની વાતચીતના અંશ…

  • તમે ઓસ્ટ્રેલિયા ઓપન 2021 નો ભાગ કેમ લઇ શક્યા નહીં. હવે તમે કઇ ટુર્નામેન્ટમાં વાપસી કરશો. ઓલિમ્પિકને લઇને શું પ્લાનિંગ છે.?

હું હવે દોહા ઓપનમાં વાપસી કરવા જઇ રહી છું. જેની શરૂઆત 1 માર્ચમાં થશે. હું અત્યારે તેની તૈયારી કરી રહી છું. ઓલિમ્પિક મોટી ઇવેન્ટ છે. તેના માટે મેં ગત વર્ષે કોર્ટમાં વાપસી કરી હતી. પણ ઓલિમ્પિક પોસ્પોન્ડ થઇ ગઇ.

  • અંકિતા રૈનાએ આ વર્ષે ઓસ્ટ્રેલિયા ઓપન રમી. તે ગ્રાન્ડ સ્લેમના મુક્ય ડ્રોમાં પહોંચનાર 5મી ભારતીય મહિલા બની. તમે આને કઇ રીતે જોવો છો.?

મને લાગે છે કે આ ગર્વની પણ વાત છે અને નિરાશાની વાત છે. અમને ગર્વ હોવો જોઇએ કે આ આંકડો વધવો જોઇએ. મારા માટે નિરાશ કરવાવાળી વાત એ છે કે મને 15 વર્ષથી પૂછવામાં આવે છે કે મારી જગ્યા લેનાર ખેલાડી કોન હશે. તમે જાણો છો કે કરમન અને અંકિતા જેવી ખેલાડી આવી ખેલાડી થવાના નજીક રહ્યા છે. તે યુવા ખેલાડી છે અને સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. મને ખુશી છે કે અંકિતાએ આ વખતે કરી બતાવ્યું છે.

  • પહેલા તમે માત્ર એક ખેલાડી હતા, પણ હવે તમે ખેલાડીની સાથે એક માતા પણ છો. નવી જવાબદારી સારી છે. આ પડકારને તમે કેવી રીતે જુઓ છો?

આ સમય મારા જીવનમાં સૌથી કઠિન સમયમાંથી એક છે. મારા કમબેકનું તમે એક મોટુ ક્રેડિટ સેરેનાને દઇ શકો છો. તે ખરેખર તેની હકદાર છે. તેનાથી મને મોટિવેશન મળ્યું. મે વાપસી માટે 1 થી 1.5 વર્ષ સુધી કામ કર્યું. સૌથી પહેલા વજન ઓછું કર્યું. ટ્રેનિંગ કરી. તે મુશ્કેલ હતું કારણ કે હું એક ફૂલ ટાઇમ માતા પણ હતી. સેરેનાએ પણ એવું જ કર્યું હશે અને મે પણ એવું જ કર્યું. એ દુર્ભાગ્યપુર્ણ હતું કે મારી વાપસી બાદ મહામારી આવી.

  • શું તમને લાગે છે કે ઓસાકા સેરેનાની જગ્યા લેવા માટે તૈયાર છે?

મને લાગે છે કે આ કોઇ પણને પૂછવામાં આવેલ મોટો પ્રશ્ન છે. મારો મતલબ છે કે સેરેના ટેનિસની સૌથી મહાન ખેલાડીઓમાંથી એક છે અને તેણે રમતને ઘણું બધુ આપ્યું છે. આ એટલા માટે મુશ્કેલ છે કારણ કે ઓસાકા હજુ યુવા ખેલાડી છે અને તેણે માત્ર 4 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. તેને ત્યા સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડશે.

1 Trackbacks & Pingbacks

  1. સાનિયા મિર્ઝા – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: