ભાવનગર જિલ્લામાં 45, રાજકોટમાં શહેરમાં 20, જિલ્લામાં 7 કેસ અને 5ના મોત, જામનગરમાં 8નો કોરોના પોઝિટિવ રિપોર્ટ


  • રાજકોટમાં ઇસ્કોન મોલના સ્વીપર, સિવિલના તબીબ અને યુનિપથ લેબોરેટરીના ટેકનિશિયનને કોરોના
  • અમરેલીમાં આજે વધુ બે કેસ નોંધાયા
  • ગીર સોમનાથમાં આજે વધુ એક દર્દીનું કોરોનાથી મોત
  • ભાવનગરમાં ભાજપના નગરસેવકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 07:42 PM IST

રાજકોટ. રાજકોટમાં આજે મંગળવારે વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી શહેરમાં કેસની સંખ્યા 437 થઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં 5ના કોરોનાથી મોત થયા છે. જામનગરમાં આજે વધુ 8 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી  આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં આજે વધુ 45 કેસ નોંધાયા છે. રાજકોટ ગ્રામ્યમાં વધુ 7 કેસ નોંધાયા છે.

ભાવનગર શહેરમાં 33 અને ગ્રામ્યમાં 12 કેસ નોંધાયા 
ભાવનગર શહેર જિલ્લામાં આજે 45 પોઝિટિવ કેસ નોંધાયા છે. 1 દર્દીનું મોત નીપજ્યું છે. ભાવનગર શહેરમાંથી 33 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 24 પુરુષ અને 9 મહિલાનો સમાવેશ થાય છે.  16 દર્દીઓ રોગમુક્ત થતાં નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. શહેરનો પોઝિટિવ આંક 480 પર પહોંચ્યો છે. જેમાંથી 196 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. 10ના મોત અને 274 દર્દીઓ સારવાર હેઠળ છે. ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમાંથી 12 પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

જામનગરમાં 8 કેસ પોઝિટિવ
ખોડીયાર કોલોનીમાં રહેતા રાજેશ ટંડેલ (ઉં.વ.48), દિગ્વિજય પ્લોટમાં રહેતા નવીનભાઈ વાઘેલા (ઉં.વ.63), વાણીયાવાદ ચાંદી બજારમાં રહેતા ભારતીબેન ઝવેરી (ઉં.વ.48) અને તરસાઈ ગામમાં રહેતા વિરજીભાઈ કણજારીયા (ઉં.વ.60)નો, લાલપુરમાં રહેતા પ્રગજી નકુમ (ઉં.વ.65), જોડીયામાં રહેતા જ્યોત્સનાબેન પરમાર (ઉં.વ.62), જામજોધપુરમાં રહેતા વિમલભાઈ વાડોદરિયા (ઉં.વ.36) અને ધ્રોલમાં રહેતા બાનુબેન નાગાણી (ઉં.વ.65)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. હાલ તો આરોગ્ય વિભાગે દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 721 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટમાં ઇસ્કોન મોલના સ્વીપર, સિવિલના તબીબ અને યુનિપથ લેબોરેટરીના ટેકનિશિયનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટમાં આજે નોંધાયેલા 20 કેસની વિગત
(1) ચંદ્રકાંત લક્ષ્મીચંદ વોરા (68/પુરૂષ)
સરનામું : 302/બી ટાવર, આર્યલેન્ડ ફ્લેટ, શ્યામલ હાઈટ સામે, જીવરાજ પાર્ક, નાના મૌવા મેઈન રોડ, રાજકોટ
(2) ડો. કેયુર રજનીકાંત મુનિયા (28/પુરૂષ)
સરનામું : ડી/37, હાઈરાઈઝ એપાર્ટમેન્ટ, જામનગર રોડ, રાજકોટ
(3) રીધ્ધીબા હિંમત રાઠોડ (20/સ્ત્રી)
સરનામું : ચંદ્રેશનગર મેઈન રોડ, રાજકોટ 
(4) સરવૈયા દીપેશ ગીરીશભાઈ (22/પુરૂષ)
સરનામું : ક્વાર્ટર નં. 22, રૂમ નં. 2593, ન્યુ માયાણી નગર, કોર્પોરેશન ક્વાર્ટર, આર્ય સમાજ પાસે, રાજકોટ
(5) સાયરાબેન અજીત મોકરાશી (45/સ્ત્રી)
સરનામું : રૈયાધાર, રાણીવરૂડી મા ચોક, રાજકોટ
(6) વોરા અસ્મી હિતેષ (19/સ્ત્રી)
સરનામું : પેનાગોન સોસાયટી, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, મોટા મૌવા રોડ, રાજકોટ
(7) રંજન નરોતમ મનાણી (55/સ્ત્રી)
સરનામું : કૈલાશ પાર્ક-4, રણુજા મંદિર, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ
(8) ધ્રુવી કુનાલ સંઘવી (28/સ્ત્રી)
સરનામું: 103-રામકૃષ્ણ એપાર્ટમેન્ટ, જલારામ-1, યુનિવર્સીટી રોડ, રાજકોટ
(9) પ્રદીપ કે. છૈયા (19/પુરૂષ)
(10) દિલીપ વી. છૈયા (21/પુરૂષ)
સરનામું : ગોવિંદનગર મેઈન રોડ, ગણેશ કિરાણા ભંડાર, રાજકોટ
(11) હરેન્દ્રકુમાર અજીતભાઈ વાઢેર (29/પુરૂષ)
સરનામું : મોમાઈ કૃપા, ચંપકનગર શેરી નં. 3, સંત કબીર રોડ, રાજકોટ
(12) સંજય વેકરીયા (37/પુરૂષ)
સરનામું : 302-દ્વારકેશ એપાર્ટમેન્ટ, 2-ગોવિંદરત્ન, આસ્થા રેસીડેન્સી, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ
(13) પ્રવિણાબેન જે. ચાવડા (32/સ્ત્રી)
સરનામું : બ્લોક નં. 83, તિલક, નારાયણનગર, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ
(14) કૌશિકભાઈ ગાંધી (48/પુરૂષ)
સરનામું : ગાંધી ગૃહ, 10-ગોપાલનગર બંધ શેરી, શ્રી નારાયણ બિલ્ડીંગ સામે, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ
(15) વિનીત ભાગીયા (18/પુરૂષ)
સરનામું : શ્રી બહુચરાજી કૃપા, શ્રી રામપાર્ક સોસાયટી શેરી નં. 2, કુવાડવા રોડ, રાજકોટ
(16) હિરલબેન ધમસાણીયા (39/સ્ત્રી)
સરનામું : સહારા ટાવર, બ્લોક નં. 501, જલારામ-2, યુનિવર્સીટી રોડ, રાજકોટ
(17) ધીમન મકવાણા (24/પુરૂષ)
સરનામું : કાવ્યા નિવાસ, ગાયત્રીનગર શેરી નં. 10, રાજકોટ
(18) કાજલબેન અરવિંદભાઈ ખુંટ (31/સ્ત્રી)
સરનામું : 5-શક્તિ સોસાયટી, દુધસાગર રોડ, રાજકોટ
(19) જયવંત રસિક (61/પુરૂષ)
સરનામું : કેવડાવાડી શેરી નં. 15, રાજકોટ
(20) સંજય પરીયાર (25/પુરૂષ)
સરનામું : આજી GIDC પ્લોટ, બેડીપરા, રાજકોટ

ભાવનગરમાં ભાજપના નગરસેવકને  કોરોના પોઝિટિવ 
ભાવનગર વોર્ડ નં 11 દક્ષિણ સરદારનગરમાંથી ચૂંટાયેલા નગરસેવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. નગરસેવક કિશોર ગુરુમુખાણીની તબિયત બગડતાં ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. છેલ્લાં ચાર-પાંચ દિવસથી કોર્પોરેશનમાં પણ આવ્યા નથી.

જસદણમાં બે કેસ નોંધાયા
જસદણનાં કૈલાસ નગરમાં રહેતા રશીલાબેન બાબુભાઈ રોકડ (ઉ.વ. 42) અને મોટાદડવા ગામે લાકડીયા શેરીમાં રહેતા ભાવેશભાઇ પરસોતમભાઇ જોધાણી (ઉ.વ.35)ને કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ભય ફેલાય ગયો છે. જસદણ પંથકમાં રોજે રોજ કોરોના કેસ આવવા લાગતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગીર સોમનાથમાં એકનું મોત
ગીર સોમનાથના તાલાલાના મંડોરના ગામના વ્યક્તિનું જુનાગઢમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

મહુવા માર્કેટ યાર્ડને 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો
ભાવનગર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યાં છે. જિલ્લાનો પોઝિટિવ આંક 665 પર પહોંચ્યો છે.  આ કોરોના મહામારીના ફેલાવાને રોકવાના હેતું સાથે મહુવા માર્કેટિંગ યાર્ડ 16 જુલાઈથી 26 જુલાઈ સુધી 10 દિવસ તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દિવસોમાં માત્ર શાકભાજી માર્કેટ સીમિત સમય માટે ચાલુ રહેશે.

રાજકોટ જિલ્લામાં કુલ 724 કેસ પોઝિટિવ નોંધાયા
રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે નવા 34 કેસ આવતા કુલ આંક 721 થયો છે. જેમાં 80 ઓક્સિજન અને 20 વેન્ટિલેટર પર સહિત 100 દર્દી ગંભીર છે. સોમવારે શહેર અને જિલ્લામાં નવા 34 કેસ આવ્યા હતાં. તે તમામ અલગ અલગ વિસ્તારોમાંથી આવ્યા છે, હજુ પણ ટ્રાવેલ હિસ્ટ્રી અન્ય જિલ્લામાંથી આવે છે તેવું આરોગ્ય અધિકારીઓ જણાવી રહ્યાં છે.

રાજકોટ સિવિલમાં છેલ્લા 24 કલાકમાં 5નાં મોત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 5 લોકોનાં મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગરના 75 વર્ષીય વૃદ્ધ અને 80 વર્ષીય વૃદ્ધ, જસદણના 60 વર્ષીય વૃદ્ધ અને ઉપલેટાના ઢાંકની 20 વર્ષીય યુવતીનું કોરોનાથી મોત નિપજ્યું છે.

રાજકોટમાં પણ હવે રેપિડ ટેસ્ટ શરૂ કરાશે
અત્યાર સુધી રાજ્યમાં માત્ર અમદાવાદમાં જ રેપિડ ટેસ્ટ કરાતા હતા હવે રાજકોટમાં પણ આ ટેસ્ટ શરૂ કરવા લીલીઝંડી અપાઈ છે. પ્રાથમિક તબક્કે 1500 જેટલી કિટ ફાળવાશે. જો કોઇ વ્યક્તિમાં લક્ષણો દેખાય તો સૌથી પહેલા રેપિડ ટેસ્ટનો ઉપયોગ કરાશે. જો પોઝિટિવ આવે તો જ સારવાર કરવાની અને જો નેગેટિવ આવે તો જરૂર પડ્યે આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. 

1 Trackbacks & Pingbacks

  1. ભાવનગર જિલ્લામાં 45, રાજકોટમાં શહેરમાં 20, જિલ્લામાં 7 કેસ અને 5ના મોત, જામનગરમાં 8નો કોરોના પોઝિટિવ ર

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: