ભારત પોઝિટિવ સેમ્પલોની તપાસમાં ઘણું પાછળ: વિજ્ઞાનીઓની ચેતવણીઃ પૂરતા પ્રમાણમાં સેમ્પલોની તપાસ ન થાય તો ઈલાજ મુશ્કેલ, વેક્સિન પણ નકામી નીવડશે


  • Gujarati News
  • National
  • Scientists Warn: If Enough Samples Are Not Tested, Treatment Will Be Difficult, Vaccines Will Be Useless

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે જો ભારત પોઝિટિવ સેમ્પલોનું ઝડપથી જેનેટિક સિક્વન્સિંગ નહીં કરે તો કોરોના વિરુદ્ધ તેની લડાઈ ખૂબ નબળી થઈ જશે.

  • નિષ્ણાતોમાં ચિંતાઃ ભારતમાં કોરોનાના પોઝિટિવ સેમ્પલોનું જેનેટિક સિક્વન્સિંગ ખૂબ ઓછું
  • ભારતમાં જેનેટિક સિક્વન્સિંગનો પૂરતો ડેટા જ નથી કે જે જણાવી શકે કે નવા કેસોમાં ઉછાળો નવા વેરિએન્ટથી છે કે નહીં

ભારતમાં કોરોનાની બીજી લહેર કહેર વરસાવી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યાં દરરોજ સરેરાશ 11000 નવા કેસ સામે આવી રહ્યા હતા, તે હવે 9 ગણાથી પણ વધુ ઉપર ગયા છે. મંગળવારે દેશભરમાં કોરોના સંક્રમણના 1 લાખ 15 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા. આખરે, સંક્રમણમાં આટલો ઝડપી ઉછાળો આવવાનું કારણ શું છે? શું વાયરસનો કોઈ નવો વેરિઅન્ટ પેદા થયો છે કે જે આટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે? નિષ્ણાતોના મતે, ભારત કોરોના સંક્રમણના પોઝિટિવ સેમ્પલોની પ્રયોગશાળાઓમાં પૂરતા પ્રમાણમાં તપાસ કરવામાં નિષ્ફળ રહ્યું છે. આથી આપણી પાસે પૂરતો ડેટા જ નથી કે જેનાથી ઝડપથી વધતા કેસનું કારણ સમજવામાં મદદ મળી શકે.

હોસ્પિટલોમાં ઈલાજ મુશ્કેલ બની શકે
બ્લુમબર્ગના તાજેતરના એક રિપોર્ટમાં એક્સપર્ટના હવાલાથી ચેતવણી અપાઈ છે કે જો ભારત જેનેટિક સિક્વન્સિંગના આંકડાઓને ઝડપથી નહીં વધારે તો ઈલાજ તો મુશ્કેલ થશે જ પણ એવી હાલત થશે કે વેક્સિનની પણ વાયરસ પણ કોઈ ખાસ અસર નહીં થાય. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે જો ભારત પોઝિટિવ સેમ્પલોનું ઝડપથી જેનેટિક સિક્વન્સિંગ નહીં કરે તો કોરોના વિરુદ્ધ તેની લડાઈ ખૂબ નબળી થઈ જશે. હોસ્પિટલોમાં કારગત ઈલાજ નહીં થઈ શકે અને ન તો વાયરસ વિરુદ્ધ વેક્સિન કામમાં આવશે.

વાયરસના વેરિએન્ટની ભાળ મેળવવામાં જેનેટિક સિક્વન્સિંગ જરૂરી

ભારત પાસે કોરોના વાયરસના નવા વેરિએન્ટ અંગેનો પૂરતો ડેટા જ નથી.

ભારત પાસે કોરોના વાયરસના નવા વેરિએન્ટ અંગેનો પૂરતો ડેટા જ નથી.

વાસ્તવમાં, કોરોના સંક્રમણ વિરુદ્ધની લડાઈમાં ટેસ્ટિંગ તો અગત્યનું છે જ પણ તેનાથી વધુ અગત્યનું છે પોઝિટિવ સેમ્પલોની જિનોમ સિક્વન્સનો અભ્યાસ. જે લોકો સંક્રમિત મળે છે તેમાંથી તમામના સેમ્પલોની આગળ એ વાતની તપાસ થાય છએ કે વાયરસનો કોઈ નવો વેરિએ્ટ તો પેદા થઈ રહ્યો નથીને અથવા તો તેમાં કોઈ એવો ફેરફાર તો થઈ નથી રહ્યોને કે જે વધુ ખતરનાક અને ચેપી હોય. યુનિવર્સિટી ઓફ મિશિગનની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રોફેસર ભ્રમર મુખરજીના અનુસાર, ભારત પાસે કોરોના વાયરસના નવા વેરિએન્ટ અંગેનો પૂરતો ડેટા જ નથી કે જેનાથી ખ્યાલ આવે કે સંક્રમણમાં અચાનક જબરદસ્ત ઉછાળાનું કારણ કેટલાક નવા વેરિએન્ટ છે કે કેમ.

જેનેટિક સિક્વન્સિંગમાં અમેરિકા, બ્રિટનથી ક્યાંય પાછળ છે ભારત
ભારત પોઝિટિવ સેમ્પલોના જેનેટિક સિક્વન્સિંગના મામલે બ્રિટન અને અમેરિકા જેવા દેશોના મુકાબલે ઘણું પાછળ છે. સરકારી ડેટા અનુસાર ભારતે પોતાના પોઝિટિવ સેમ્પલોના 1 ટકાથી પણ ઓછું જેનેટિક સિક્વન્સિંગ કર્યુ છે. બીજીતરફ, બ્રિટનમાં આ આંકડો 8 ટકા છે. ગત સપ્તાહે તો યુકેએ પોઝિટિવ સેમ્પલોમાંથી 33 ટકા એટલે કે એક તૃતિયાંશ સેમ્પલોનું લેબોરેટરીમાં આગળની તપાસ કરી હતી. જ્યારે અમેરિકાએ પણ ગત મહિને જણાવ્યું હતું કે તે નવા કેસોમાંથી લગભગ 4 ટકા સેમ્પલોનું જેનેટિક સિક્વન્સિંગ કરાવી રહ્યું છે.

આરોગ્ય મંત્રાલય કહેતું રહ્યું છે કે નવા કેસોમાં ઝડપી ઉછાળાને નવા વેરિએન્ટ સાથે કોઈ સંબંધ નથી.

આરોગ્ય મંત્રાલય કહેતું રહ્યું છે કે નવા કેસોમાં ઝડપી ઉછાળાને નવા વેરિએન્ટ સાથે કોઈ સંબંધ નથી.

ડિસેમ્બરમાં 10 સરકારી લેબમાં શરૂ થયું હતું જેનેટિક સિક્વન્સિંગ
બ્રિટનમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ મળ્યા પછી જ્યારે ગત વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં પણ ત્યાંથી આવનારા કેટલાક મુસાફરો તેનાથી સંક્રમિત હોવાના કેસ સામે આવ્યા ત્યારે નવી દિલ્હીએ સેમ્પલોની તપાસ માટે 10 સરકારી લેબના કન્સોર્ટિયમની રચના કરી. જો કે, જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી ભારતે માત્ર 11064 સેમ્પલોનું સિક્વન્સિંગ કર્યુ હતું. આ જાણકારી આરોગ્ય મંત્રાલયે 30 માર્ચે આપી હતી. આ રીતે ભારતમાં એ સમયે નવા કેસોના 0.6 ટકાથી પણ ઓછા સેમ્પલોનું સિક્વન્સિંગ થયું.

દેશમાં યુકે વેરિએન્ટના 807, આફ્રિકન સ્ટ્રેનના 47 કેસ
આરોગ્ય મંત્રાલયના અનુસાર, ભારતમાં 30 માર્ચ સુધીમાં કોરોનાના યુકે વેરિએન્ટ સાથે જોડાયેલા 807 કેસ, દક્ષિણ આફ્રિકન સ્ટ્રેનના 47 અને બ્રાઝિલિયન વેરિએન્ટનો એક કેસ સામે આવ્યો હતો. મંત્રાલય કહેતું રહ્યું છે કે નવા કેસોમાં ઝડપી ઉછાળાને નવા વેરિએન્ટ સાથે કોઈ સંબંધ નથી. અત્યાર સુધી જે અભ્યાસ થયા છે, તેના અનુસાર આ નવા સ્ટ્રેનમાંથી કેટલાક ઘણા ઝડપથી ફેલાય એવા છે જ્યારે તેમાંથી એક ખૂબ ઘાતક છે. એક અન્ય સ્ટ્રેનમાં સંક્રમણમાંથી બહાર આવી ચૂકેલા લોકોને ફરી સંક્રમિત કરવાની ક્ષમતા છે.

જેટલું વધુ સંક્રમણ, વાયરસના મ્યુટેન્ટ થવાની શક્યતા પણ એટલી જ વધુ
ભ્રમર મુખરજી કહે છે, ‘તમે સંક્રમણને જેટલું વધુ ફેલાવા દેશો, વાયરસ મ્યુટેન્ટ થવાની શક્યતા પણ એટલી વધશે.’ હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (સીસીએમબી) પણ ભારતના એ 10 લેબમાં સામેલ છે જ્યાં પોઝિટિવ સેમ્પલોનું જેનેટિક સિક્વન્સિંગ થઈ રહ્યું છે. સીસીએમબીના ડાયરેક્ટર રાકેશ મિશ્રા સિક્વન્સિંગના પડકારો વિશે કહે છે, ‘ભારત પાસે જિનોમ સિક્વન્સિંગ માટે પૂરતી લેબ ક્ષમતા છે પણ દેશભરમાંથી નિયમિત રીતે સેમ્પલ મેળવવા પડકારરૂપ છે. ખાસ કરીને સુદૂર ગ્રામીણ વિસ્તારો અને સંભવિત સુપર-સ્પ્રેડર ઈવેન્ટ્સથી સેમ્પલોને નિયમિત રીતે હાંસલ કરવા એ સમસ્યા છે.’

વેક્સિનેશનની ધીમી ગતિ, લોકોની બેદરકારી, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા નિયમોનું પાલન નહીં કરવાના કારણે નવા કેસો ઝડપથી વધી રહ્યા છે.

વેક્સિનેશનની ધીમી ગતિ, લોકોની બેદરકારી, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા નિયમોનું પાલન નહીં કરવાના કારણે નવા કેસો ઝડપથી વધી રહ્યા છે.

પ્રથમ લહેરથી પણ વધુ ખતરનાક છે બીજી લહેરઃ નિષ્ણાતો
કેરળ સ્થિત અર્થશાસ્ત્રી અને પબ્લિક હેલ્થ પોલિસી એનેલિસ્ટ રિજો એમ. જોનના અનુસાર, વેક્સિનેશનની ધીમી ગતિ, લોકોની બેદરકારી, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા નિયમોનું પાલન નહીં કરવાના કારણે નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. જોન વિશ્વ આરોગ્ય સંગઠન સાથે પણ કન્સલ્ટન્ટ તરીકે જોડાયેલા છે. તેઓ ભારતમાં બીજી લહેર અંગે ચેતવણી આપે છે, ‘અત્યાર સુધી બીજી લહેર ઓછી ઘાતક છે એટલે કે મૃત્યુદર ઓછો છે પણ તે પ્રથમ લહેરથી ઘણી વધુ ખરાબ રહેશે.’ જોનના અનુસાર, લોકોમાં વેક્સિન અંગે ખચકાટ ઓછો કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં સરકાર પોતાના જ લક્ષ્યથી ઘણી પાછળ છે.

આ જ ગતિથી તો આગામી 2 વર્ષમાં પણ રસીકરણ પુરું નહીં થાય
ભારત અત્યારે સરેરાશ દરરોજ 26 લાખ વેક્સિન ડોઝ લગાવી રહ્યું છે. આ ગતિથી તેને 75 ટકા વસતીના રસીકરણમાં અત્યારે 2 વર્ષ વધારે લાગશે. બ્લૂમબર્ગ વેક્સિન ટ્રેકર અનુસાર, ભારતમાં લગભગ 5 ટકા લોકો પ્રથમ ડોઝ મેળવી ચૂક્યા છે જ્યારે માત્ર 0.8 ટકા જ બંને ડોઝ મેળવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે…

1 Trackbacks & Pingbacks

  1. વિજ્ઞાનીઓની ચેતવણીઃ પૂરતા પ્રમાણમાં સેમ્પલોની તપાસ ન થાય તો ઈલાજ મુશ્કેલ, વેક્સિન પણ નકામી નીવડ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: