Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ5 કલાક પહેલાલેખક: સંકેત ઠાકર
- કૉપી લિંક
- રૂ. 300ની ટિકિટ પર રૂ.30 બુકિંગ ફી અને રૂ.89 ડિલિવરી ચાર્જ લાગશે
મોટેરામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને નવું સ્વરૂપ અપાયા બાદ રમાનારી પ્રથમ ક્રિકેટ મેચ માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ કરી દેવાયું છે. બુકિંગના પ્રથમ દિવસે રવિવારે સવારે 11 વાગ્યાથી સાંજ 4 વાગ્યા સુધીમાં 15 હજાર ટિકિટ બુક થઈ હોવાનું ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ)એ જણાવ્યું છે. જીસીએએ જણાવ્યું કે, બુકમાયશો પરથી બુકિંગ શરૂ કરાયું હતું. માત્ર પ્રથમ દિવસે જ 15 હજારથી વધુ ટિકિટો બુક થઈ છે. સૌથી વધુ રૂ. 300 અને રૂ. 500ની ટિકિટો બુક થઈ છે.
પહેલી વાર સ્ટેડિયમની ટિકિટ બારીની જગ્યાએ ઓનલાઇન વેચાણ કરવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમમાં 50 ટકાની ક્ષમતા સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. સ્ટેડિયમમાં અલગ અલગ સ્ટેન્ડ મુજબ ટિકિટના દર 300થી 2500 રૂપિયા સુધી રાખવામાં આવ્યા છે.
સ્ટેડિયમની ચારેતરફ સૌથી ઉપરના સ્ટેન્ડ માટેની ટિકિટનો દર રૂ. 300 છે. જ્યારે નીચેના સ્ટેન્ડની ટિકિટના રૂ. 400, 450 અને રૂ. 500 છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમ પર રમાશે. આ ડે-નાઇટ ટેસ્ટ મેચ માટે સ્ટેડિયમની સીટિંગ કેપિસિટીના 50 ટકા પ્રેક્ષકો હાજર રહી શકશે.
વિશ્વના આ સૌથી મોટા સ્ટેડિયમની ક્ષમતા 1.10 લાખ લોકોની છે. ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમ લગભગ અઢી મહિના સુધી અહીં રોકાશે.
T-20નું બુકિંગ 1 માર્ચ પછી શરૂ થશે
પાંચેય ટ્વેન્ટી 20 મેચ માટેની ટિકિટનું બુકિંગ 1 માર્ચ પછી શરૂ કરાશે. જોકે ટ્વેન્ટી 20 મેચમાં કેટલા ટકા દર્શકોને પ્રવેશ મળશે તે અંગે હજી અંતિમ નિર્ણય લેવાયો નથી. કોરોનાને કારણે તમામ મેચની ટિકિટ ઓનલાઇન આપવામાં આવશે. આઈપીએલ સુધીની તમામ મેચોની ટિકિટો પણ ઓનલાઇન અપાશે.
- મેચની ટિકિટ બુકમાયશો પરથી બુક કરવાની રહેશે. બુકમાયશો પર 300ની ટિકિટ બુક કરાવતી વખતે બુકિંગ ફી તરીકે વધારાના રૂ. 30.68 ચૂકવવા પડશે.
- ટિકિટ ઘરે આવશે, આથી હોમ ડિલિવરીપેટે વધારાના રૂ. 88.50 અને 1 રૂપિયાનું ડોનેશન પણ ઇચ્છા મુજબ આપી શકો છો. આમ કુલ રૂ.300ની ટિકિટના રૂ. 420.18 ચૂકવવાના રહેશે. એ જ રીતે રૂ.400ની ટિકિટ માટે રૂ. 521.54 રૂપિયા ચૂકવવાના રહેશે.
Leave a comment