ભારતીય મહિલા ટીમની 1 વર્ષ પછી વાપસી: સાઉથ આફ્રિકા સામેની વનડે અને T-20 શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર, 7 માર્ચે પહેલી મેચ

ભારતીય મહિલા ટીમની 1 વર્ષ પછી વાપસી: સાઉથ આફ્રિકા સામેની વનડે અને T-20 શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર, 7 માર્ચે પહેલી મેચ


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખનઉ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારતીય મહિલા ટીમ પોતાની છેલ્લી મેચ T-20 વર્લ્ડ કપમાં 8 માર્ચ 2020ના રોજ રમી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાએ 85 રને માત આપી હતી.

  • વનડેની કપ્તાની મિતાલી રાજ અને T-20ની કપ્તાની હરમનપ્રીત કોરને સોંપવામાં આવી છે

સાઉથ આફ્રિકા મહિલા ટીમ સામે ઘરઆંગણે વનડે અને T-20 શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ જાહેર થઈ છે. 7 માર્ચે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે શ્રેણીની પ્રથમ વનડે રમશે, ત્યારે એક વર્ષ પછી મેદાન પર વાપસી કરશે. વનડેની કપ્તાની મિતાલી રાજ અને T-20ની કપ્તાની હરમનપ્રીત કોરને સોંપવામાં આવી છે. કોરોના વચ્ચે લોકડાઉન બાદ ભારતમાં ઇન્ટરનેશનલ અને ઘરેલુ ક્રિકેટ બંનેની વાપસી થઈ ગઈ છે. ટીમ ઇન્ડિયા પણ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહી છે.

તાન્યા ભાટિયાને તક ન મળી
બંને ટીમમાં 2-2 વિકેટકીપરને સ્થાન મળ્યું છે. ખરાબ પ્રદર્શનને કારણે તાન્યા ભાટિયાને એકપણ ટીમમાં સ્થાન મળ્યું નથી. વિકેટકીપર બેટ્સમેન સ્વેતા વર્માને પહેલીવાર ટીમમાં સ્થના મળ્યું છે. જ્યારે ઓપનર શેફાલી વર્માંને માત્ર વનડે ટીમમાં જ જગ્યા મળી છે.

છેલ્લે મેલબોર્નમાં T-20 રમ્યા હતા
ભારતીય મહિલા ટીમ પોતાની છેલ્લી મેચ T-20 વર્લ્ડ કપમાં 8 માર્ચ 2020ના રોજ રમી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાએ 85 રને માત આપી હતી. ભારતીય ટીમ ઘરે છેલ્લી મેચ 14 ઓક્ટોબર 2019ના રોજ વડોદરા ખાતે રમી હતી, જેમાં સાઉથ આફ્રિકાને 6 રને હરાવ્યું હતું. ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ 5 વનડે અને 3 T-20ની શ્રેણી રમશે. બધી મેચ લખનઉના ઇકાના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

40-50% ફેન્સને એન્ટ્રી આપવામાં આવે તેવી સંભાવના
ક્રિકેટ વેબસાઈટ ક્રિકઇન્ફો અનુસાર, બંને ટીમોને 5 દિવસ ક્વોરન્ટીનમાં રાખવામાં આવશે. આ દરમિયાન 2 કોરોના ટેસ્ટ થશે. સાઉથ આફ્રિકાની મહિલા ટીમ શનિવારે મુંબઈ થઈને લખનઉ પહોંચી જશે. મહેમાન ટીમ ક્વોરન્ટીન પિરિયડ પૂરો કર્યા પછી 5 માર્ચથી 2 દિવસ માટે પ્રેક્ટિસ કરી શકશે. મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠક ક્ષમતાના 40-50% ફેન્સને એન્ટ્રી આપવામાં આવી શકે છે.

ભારતીય મહિલા ટીમ
વનડે ટીમ: મિતાલી રાજ (કપ્તાન), સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્ઝ, પૂનમ રાઉત, પ્રિયા પુનિયા, ભાટિયા, હરમનપ્રીત કોર (વાઇસ-કપ્તાન), ડી. હેમલતા, દીપ્તિ શર્મા, સુષ્મા વર્મા (વિકેટકીપર), શ્વેતા વર્મા (વિકેટકીપર), રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, ઝુલન ગોસ્વામી, માનસી જોશી, પૂનમ યાદવ, સી. પ્રત્યુશા, મોનિકા પટેલ

T-20 ટીમ: હરમનપ્રીત કોર (કપ્તાન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમાહ રોડ્રિગ્ઝ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, હર્લિન દેઓલ, સુષ્મા વર્મા (વિકેટકીપર), નુઝત પરવીન (વિકેટકીપર), આયુષી સોની, અરુન્ધતી રેડ્ડી, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, માનસી જોશી, મોનિકા પટેલ, સી. પ્રત્યુશા, સિમરન દિલ બહાદુર

અન્ય સમાચારો પણ છે…

1 Trackbacks & Pingbacks

  1. સાઉથ આફ્રિકા સામેની વનડે અને T-20 શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર, 7 માર્ચે પહેલી મેચ – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: