બ્લેકવુડની 95 રનની ઇનિંગ્સ થકી વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું, ત્રણ ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી

England vs West Indies first test, day five live updates


  • ટેસ્ટમાં 200 અથવા તેનાથી ઓછાનો ટાર્ગેટ ચેઝ કરતા ક્યારેય ન હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો
  • બ્લેકવુડે કરિયરની 11મી ફિફટી મારી, ચેઝે 37 અને ડાઉરિચે 20 રનનું યોગદાન આપ્યું
  • ઇંગ્લેન્ડ બીજી ઇનિંગ્સમાં 313 રનમાં ઓલઆઉટ, શેનોન ગેબ્રિયલે મેચમાં 9 વિકેટ લીધી- મેન ઓફ ધ મેચ બન્યો
  • ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 204 અને વેસ્ટ ઇન્ડીઝ 318 રન કર્યા હતા

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 10:47 PM IST

વેસ્ટ ઇન્ડીઝે સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતેની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવી 3 ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ચોથી ઇનિંગ્સમાં 200 રનનો પીછો કરતા વિન્ડિઝની શરૂઆત નબળી રહી હતી અને તેણે 27 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલા જર્મેન બ્લેકવુડે 95 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને મેચ જીતાડી હતી. તેણે 154 બોલની ઇનિંગ્સ દરમિયાન કરિયરની 11મી ફિફટી ફટકારતાં 12 ફોર મારી હતી. તેના સિવાય રોસ્ટન ચેઝે 37 અને વિકેટકીપર શેન ડાઉરિચે 20 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ માટે જોફરા આર્ચરે ત્રણ, બેન સ્ટોક્સે બે અને માર્ક વુડ એક વિકેટ લીધી હતી. બીજી ટેસ્ટ 16 જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાશે.

ઇંગ્લેન્ડે વેસ્ટઇન્ડીઝને 200 રનનો ટાર્ગેટ આપ્યો
ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતેની પ્રથમ ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં છે. ઇંગ્લેન્ડ બીજા દાવમાં 313 રનમાં ઓલઆઉટ થયું છે. પ્રથમ ઇનિંગ્સમાં 114 રનની લીડ મળી હોવાથી વેસ્ટ ઇન્ડીઝને મેચ જીતવા 200 રનનો લક્ષ્યાંક મળ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ માટે શેનોન ગેબ્રિયલે 5, જ્યારે રોસ્ટન ચેઝ અને અલઝારી જોસેફ 2-2, કેપ્ટન જેસન હોલ્ડરે 1 વિકેટ લીધી છે. શેનોને છઠ્ઠી વાર એક ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઇનિંગ્સમાં ચાર વિકેટ લીધી હતી. 

30રનના ગાળામાં વિકેટ ઝડપી વિન્ડિઝે વાપસી કરી
એકસમયે ઇંગ્લેન્ડ 249/3 મજબૂત સ્થિતિમાં હતું. જોકે તે પછી તેમણે 30 રનમાં 5 વિકેટ ગુમાવતા વિન્ડિઝે મેચમાં વાપસી કરી હતી. આ દરમિયાન બેન સ્ટોક્સ, ઝેક ક્રોલે, જોસ બટલર, ડોમિનિક બેસ અને ઓલી પોપ આઉટ થયા હતા.

દિવસની શરૂઆતમાં ઇંગ્લેન્ડના ટોપ ઓર્ડરે સારો દેખાવ કર્યો હતો. રોરી બર્ન્સ અને ડોમ સિબલેએ ઓપનિંગ વિકેટ માટે 72 રનની પાર્ટનરશિપ કરી હતી. બર્ન્સ રોસ્ટન ચેઝના શોર્ટ એન્ડ વાઇડ બોલમાં કટ કરવા જતા બેકવર્ડ પોઇન્ટ પર જોન કેમ્પબેલના હાથે કેચ આઉટ થયો હતો. બર્ન્સે 102 બોલની ઇનિંગ્સ દરમિયાન 5 ફોરની મદદથી 42 રન કર્યા હતા.

તેના આઉટ થયા પછી સિબલે અને ડેન્લીએ બીજી વિકેટ માટે 41 રન ઉમેર્યા હતા. સિબલેએ ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારતા 164 બોલમાં 4 ફોરની મદદથી 50 રન કર્યા હતા. ફિફટી માર્યા પછીના બોલે તે ગેબ્રિયલની બોલિંગમાં બોલ્ડ થયો હતો, પરંતુ તે નો-બોલ હોવાથી તેને જીવનદાન મળ્યું. જોકે તેના 2 બોલ પછી જ તે ગેબ્રિયલનો શિકાર થયો હતો.ડાઉન ધ લેગ કીપર ડાઉરિચે તેનો સરળ કેચ કર્યો હતો. ટૂંક સમયમાં જો ડેન્લી 29 રને ચેઝની બોલિંગમાં હોલ્ડર દ્વારા કેચ આઉટ થયો હતો.

ઝેક ક્રોલે અલઝારી જોસેફની બોલિંગમાં કોટ એન્ડ બોલ થયા પહેલા કરિયરની બીજી ફિફટી ફટકારતાં 127 બોલમાં 8 ફોરની મદદથી 76 રન કર્યા હતા. તે પછી જોસ બટલરે બેટ વડે નિરાશ કર્યા હતા. તે 9 રને જોસેફની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે બેન સ્ટોક્સ બીજી ઇનિંગ્સમાં પણ જેસન હોલ્ડરની બોલિંગમાં આઉટ થયેલ હતો. તે ગલીમાં શાઇ હોપ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 79 બોલમાં 6 ફોરની મદદથી 46 રન કર્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝને 114 રનની લીડ મળી હતી
વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવમાં 318 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમને 114 રનની લીડ મળી. વિન્ડિઝ માટે ઓપનર ક્રેગ બ્રેથવેટ અને વિકેટકીપર શેન ડાઉરિચે ફિફટી ફટકારતાં અનુક્રમે 65 અને 61 રન કર્યા હતા. ઓલરાઉન્ડર રોસ્ટન ચેઝે 47 અને એસ બ્રુક્સે 38 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 4, જેમ્સ એન્ડરસને 3, ડોમિનિક બેસે 2 અને માર્ક વુડે 1 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 204 રનમાં ઓલઆઉટ
ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે 204 રનમાં ઓલઆઉટ થયું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો બેન સ્ટોક્સના નિર્ણયને વિરોધી કેપ્ટન જેસન હોલ્ડરે 6 વિકેટ ઝડપી ખોટો પુરવાર કર્યો હતો. એકસમયે 87 રનમાં 5 વિકેટ ગુમાવનાર ઇંગ્લિશ ટીમ માટે સ્ટોક્સે 43, જોસ બટલરે 35 અને રોરી બર્ન્સે 30 રન કર્યા હતા. જોકે તેઓ શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વિન્ડિઝ માટે હોલ્ડર સિવાય શેનોન ગેબ્રિયલે 4 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11: 1) રોરી બર્ન્સ 2) ડોમ સિબલે 3) જો ડેન્લી 4) ઝેક ક્રોલે 5) બેન સ્ટોક્સ (કેપ્ટન) 6) ઓલી પૉપ 7) જોસ બટલર (વિકેટકીપર) 8) ડોમ બેસ 9) જોફરા આર્ચર 10) જેમ્સ એન્ડરસન 11) માર્ક વુડ

વેસ્ટ ઇન્ડીઝની પ્લેઇંગ11: 1) જોન કેમ્પબેલ 2) ક્રેગ બ્રેથવેટ 3) શામરહ બ્રુક્સ 4) શાઇ હોપ 5) જર્મેન બ્લેકવુડ 6) રોસ્ટન ચેસ 7) શેન ડાઉરિચ (વિકેટકીપર) 8) જેસન હોલ્ડર (કેપ્ટન) 9) અલઝારી જોસેફ 10) કેમર રોચ 11) શેનોન ગેબ્રિયલBe the first to comment on "બ્લેકવુડની 95 રનની ઇનિંગ્સ થકી વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું, ત્રણ ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: