[:en]બ્રેડમેનની ડેબ્યુ કેપની હરાજી: 92 વર્ષ બાદ 2.51 કરોડમાં વેચાઈ; ટેસ્ટ કેપની હરાજીના મામલે વોર્ન સર ડોનાલ્ડથી ઘણો આગળ[:]

[:en]બ્રેડમેનની ડેબ્યુ કેપની હરાજી: 92 વર્ષ બાદ 2.51 કરોડમાં વેચાઈ; ટેસ્ટ કેપની હરાજીના મામલે વોર્ન સર ડોનાલ્ડથી ઘણો આગળ[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સર બ્રેડમેને ઓસ્ટ્રેલિયા માટે 30 નવેમ્બર 1928ના રોજ બ્રિસ્બેનમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું.

ઓસ્ટ્રેલિયાના લીજેન્ડ બેટ્સમેન સર ડોનાલ્ડ બ્રેડમેન (ડોન બ્રેડમેન)ની ડેબ્યુ ટેસ્ટ કેપની હરાજી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના જ એક બિઝનેસમેને તેમની પહેલી બેગી ગ્રીન કેપ 3,40,000 યુએસ ડોલર (લગભગ 2.51 કરોડ રૂપિયા)માં એક ઓક્શનમાં ખરીદી છે. સર ડોન બ્રેડમેન 1928માં પોતાની ડેબ્યુ મેચ રમ્યા હતા.

આ ક્રિકેટની કોઈપણ યાદગાર વસ્તુ ખરીદવા માટે લગાવવામાં આવેલી બીજી સૌથી મોટી કિંમત છે. ઓસ્ટ્રેલિયાના જ શેન વોર્નની ટેસ્ટ કેપ 7,60,000 યુએસ ડોલર (લગભગ 5.61 કરોડ રૂપિયા)માં વેચાઈ હતી. વોર્ને 2006માં ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાના બિઝનેસમેન અને રોડ માઈક્રો-ફોન્સના ફાઉન્ડર પીટર ફ્રીડમેને સર ડોન બ્રેડમેનની ડેબ્યુ કેપ ખરીદી છે. ફ્રીડમેને આ જ વર્ષે નિર્વાનાના ફ્રન્ટ મેન કર્ટ કોબેનના ગિટારને 6.8 મિલિયન યુએસ ડોલર (લગભગ 50 કરોડ રૂપિયા)માં ખરીદ્યું હતું.

ફ્રીડમેને ડેબ્યુ કેપ ખરીદ્યા પછી કહ્યું કે, ‘સર બ્રેડમેન મહાન ખેલાડી છે. તે દુનિયાના શ્રેષ્ઠ એથલીટ્સમાંથી એક છે. તે ઓસ્ટ્રેલિયા માટે પણ એક આઈકન છે. હું આ કેપ ખરીદીને બહુ ખુશ છું.’

ક્રિમિનલ એક્ટિવિટીથી બચાવવા માટે સર ડોન બ્રેડમેનના કેપની હરાજી થઈ હતી. બ્રેડમેને 1959માં આ કેપ એડિલેડમાં તેના પાડોશી ડનહમને ગિફ્ટ કરી હતી. 2020માં ડનહમને ફ્રોડના આરોપ હેઠળ 8 વર્ષની સજા થઈ હતી. ડનહમ પર ઇન્વેસ્ટર્સે 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો આરોપ લગાવ્યો હતો. તે પછી બ્રેડમેનની કેપ વેચીને પૈસા બનાવવાનો પ્રયાસ થયો હતો.

સર બ્રેડમેને 1928થી 1948 સુધી 20 વર્ષમાં 52 ટેસ્ટ રમી. તેમણે 52 મેચમાં 99.94ની એવરેજથી 6,996 રન બનાવ્યા. આ દરમિયાન 29 સદી મારી. તેમને દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેન પણ કહેવામાં આવે છે.

[:]

Be the first to comment on "[:en]બ્રેડમેનની ડેબ્યુ કેપની હરાજી: 92 વર્ષ બાદ 2.51 કરોડમાં વેચાઈ; ટેસ્ટ કેપની હરાજીના મામલે વોર્ન સર ડોનાલ્ડથી ઘણો આગળ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: