[:en]બોલિવૂડમાં ડ્રગ્સ: કરન જોહરના વકીલ સહિત 4 લોકોની NCB ઓફિસમાં પૂછપરછ, 2019માં યોજાયેલી પાર્ટી અંગે પ્રોડ્યૂસરને સમન્સ મળ્યું છે[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

28 જુલાઈ, 2019ના રોજ કરન જોહરે હાઉસ પાર્ટી હોસ્ટ કરી હતી, જેમાં દીપિકા-મલાઈકા સહિતના અનેક સેલેબ્સ આવ્યા હતા

ફિલ્મ પ્રોડ્યૂસર કરન જોહરનો વકીલ તથા તેના માટે કામ કરતાં 3 અન્ય લોકો મુંબઈ સ્થિત NCB ઓફિસમાં પૂછપરછ માટે આવ્યા છે. ગુરુવાર (17 ડિસેમ્બર)ના રોજ NCBએ ફિલ્મ પ્રોડ્યૂસરને સમન્સ પાઠવીને તેના ઘર 2019માં યોજાયેલી પાર્ટીની માહિતી આપવા માટે બોલાવ્યો છે. જોકે, એજન્સીએ કરનને રાહત આપતા એમ કહ્યું હતું કે કરન પોતાના પ્રતિનિધિને મોકલીને સવાલોના જવાબ આપી શકે છે. સૂત્રોના મતે, આજની પૂછપરછ પછી NCB નક્કી કરશે કે કરન જોહરને પૂછપરછ માટે બોલાવવો કે નહીં? હાલમાં કરનના ચાર માણસો NCBના સવાલોના જવાબ આપે છે.

ઘરે યોજાયેલી પાર્ટીને ક્લીન ચિટ મળી છે
વીડિયોનો પહેલો ફોરેન્સિક રિપોર્ટ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં NCBને મળ્યો હતો. આ રિપોર્ટમાં વીડિયોને સંપૂર્ણપણે અસલી ગણાવવામાં આવ્યો હતો. સાથે જ તેમાં કોઈ પણ પ્રકારનું એડિટિંગ થયું હોવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. ગાંધીનગર FSLના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વીડિયોમાં જે સફેદ રંગની ઈમેજ જોવા મળે છે તે રિફ્લેક્શન ઓફ લાઈટ (રોશનીને કારણે બનેલી ઈમેજ) છે. FSLએ ક્લીન ચિટ આપતા પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે વીડિયોમાં ડ્રગ્સ જેવો કોઈ પણ માદક પદાર્થ યુઝ કરવામાં આવ્યો નથી.

2019માં કરનના ઘરે પાર્ટી થઈ હતી
28 જુલાઈ 2019માં કરણ જોહરે પોતાના ઘરે પાર્ટી યોજી હતી, જેમાં દીપિકા પાદુકોણ, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, શાહિદ કપૂર, વરૂણ ધવન, ઝોયા અખ્તર, વિકી કૌશલ, અયાન મુખર્જી અને રણબીર કપૂર સહિતના સેલેબ્સે હાજરી આપી હતી. પાર્ટીનો વીડિયો વાઈરલ થયા બાદ આ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ કરવાના આક્ષેપો થયા હતા.

વિધાયક સિરસાએ ફરિયાદ કરી હતી
શિરોમણી અકાલી દળના ધારાસભ્ય મનજિંદરસિંહ સિરસાએ ગત વર્ષે મુંબઈ પોલીસ કમિશનરને એક પત્ર લખીને આક્ષેપ મૂક્યો હતો કે કરન જોહરની પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો. તેમણે કરન જોહર અને પાર્ટીમાં હાજર અન્ય લોકો વિરૂદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક પદાર્થ અધિનિયમ 1985 અંતર્ગત કેસ દાખલ કરવાની માગ કરી હતી.

આ વર્ષે જ્યારે સુશાંત સિંહ રાજપૂતના મોત પછી બોલિવુડમાં ડ્રગ્સનો મામલો ઉછળ્યો તો સિરસાએ NCBના પ્રમુખ રાકેશ અસ્થાનાને મળીને તેમને કરન જોહર અને અન્ય કલાકારો વિરૂદ્ધ ડ્રગ પાર્ટી કરવાના મામલે ફરિયાદ કરી હતી. જે બાદ NCBએ વીડિયોની તપાસ હાથમાં લીધી હતી અને તેની ફોરેન્સિક તપાસ પણ કરાવી હતી.

[:]

Be the first to comment on "[:en]બોલિવૂડમાં ડ્રગ્સ: કરન જોહરના વકીલ સહિત 4 લોકોની NCB ઓફિસમાં પૂછપરછ, 2019માં યોજાયેલી પાર્ટી અંગે પ્રોડ્યૂસરને સમન્સ મળ્યું છે[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: