[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ6 મિનિટ પહેલા
- કૉપી લિંક
બોલિવૂડ ડિરેક્ટર આનંદ એલ રાયે હાલમાં જ ફિલ્મ ‘અતરંગી રે’નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આ ફિલ્મમાં સારા અલી ખાન, ધનુષ તથા અક્ષય કુમાર છે. જોકે, શૂટિંગ દરમિયાન તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. આનંદ એલ રાયે સોશિયલ મીડિયામાં આ અંગેની જાહેરાત કરી હતી.
શું કહ્યું આનંદ એલ રાયે?
આનંદ એલ રાયે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, ‘આજે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું બધાને જણાવવા માગું છું કે મને કોઈ લક્ષણો નથી અને મારી તબિયત સારી છે. ઓથોરિટીના કહ્યાં પ્રમાણે હાલમાં હું ક્વૉરન્ટીન છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકો ક્વૉરન્ટીન થાય અને સરકારી ગાઈડલાઈનનું પાલન કરે. તમારા સપોર્ટ માટે આભાર.’
I have tested covid positive today.Just wanted to inform everyone that I don’t feel any symptoms & I feel fine. I’m quarantining as instructed by authorities.Anyone wh has come in contact with me recently is advised to quarantine & follow d govt protocols.Thank you for support🙏
— Aanand L Rai (@aanandlrai) December 31, 2020
હાલમાં જ ‘અતરંગી રે’ની રૅપ અપ પાર્ટીમાં જોવા મળ્યા હતા
હાલમાં જ આનંદ એલ રાયે ‘અતરંગી રે’ની રૅપ અપ પાર્ટી અટેન્ડ કરી હતી. પાર્ટીમાં ધનુષ તથા સારાએ કેક કટિંગ કર્યું હતું.
ફિલ્મમાં અક્ષયનો રોલ સ્પેશિયલ
વેબ પોર્ટલ પિંકવિલાના અહેવાલ પ્રમાણે, આનંદ એલ રાય પોતાની ફિલ્મ માટે લીડિંગ એક્ટરની શોધમાં હતા. આ રોલ સ્પેશિયલ તથા મહત્ત્વનો હતો. સૌ પહેલાં તેમણે રીતિક રોશનને આ રોલ ઓફર કર્યો હતો. જોકે, રીતિકે ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી. ત્યારબાદ આ રોલ અક્ષય કુમારને ઑફર કરવામાં આવ્યો હતો. અક્ષય કુમાર ડિરેક્ટર આનંદ એલ રાયને બહુ જ માન આપે છે અને તેથી જ તેણે આ રોલ તરત જ સ્વીકારી લીધો હતો. અક્કી માત્ર બે અઠવાડિયા જ શૂટિંગ કર્યું હતું. માત્ર 14 દિવસના શૂટિંગ માટે અક્ષયને 27 કરોડ રૂપિયા ફી આપવામાં આવી હોવાની ચર્ચા છે.
આ વર્ષે ફિલ્મની જાહેરાત કરવામાં આવી
આ વર્ષે ફિલ્મની જાહેરાત કરવામાં આવી અને માર્ચમાં વારાણસીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું. જોકે, કોરોનાને કારણે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શક્યું નહોતું. ઓક્ટોબર મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
આ સેલેબ્સને પણ કોરોના થયો હતો
ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં ઘણા સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. હાલમાં જ ચંદીગઢમાં ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના શૂટિંગ દરમિયાન વરુણ ધવન, નીતુ સિંહ, મનિષ પોલ તથા ડિરેક્ટર રાજ મહેતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, હાલમાં તેઓ નેગેટિવ છે અને ફરી પાછું શૂટિંગ શરૂ કરી દીધું છે. રકુલ પ્રીત સિંહને હૈદરાબાદમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન કોરોના થયો હતો. સાત દિવસની અંદર તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. સિંગર કનિકા કપૂર, અમિતાભ-અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય-આરાધ્યા બચ્ચન, અનુપમ ખેરની માતા તથા ભાઈ-ભાભી-ભત્રીજી, નસરુદ્દીન શાહનો દીકરો વિવાન, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, જેનેલિયા ડિસોઝા સહિતનાં સેલેબ્સે કોરોનાને માત આપી હતી. સની દેઓલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
[:]
Be the first to comment on "[:en]બોલિવૂડમાં કોરોના: ફિલ્મ ડિરેક્ટર આનંદ એલ રાયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હાલમાં ધનુષ-સારા અલી ખાન સાથે જોવા મળ્યા હતા[:]"