[:en]બેસ્ટ ફીફા એવોર્ડ: લેવાનડોસ્કી સર્વશ્રેષ્ઠ ખેલાડી, મેસ્સી-રોનાલ્ડોએ તેને વોટ આપ્યો, રેકોર્ડ 55 ગોલ કર્યા હતા[:]

[:en]બેસ્ટ ફીફા એવોર્ડ: લેવાનડોસ્કી સર્વશ્રેષ્ઠ ખેલાડી, મેસ્સી-રોનાલ્ડોએ તેને વોટ આપ્યો, રેકોર્ડ 55 ગોલ કર્યા હતા[:]

[:en]

  • Gujarati News
  • Sports
  • Lewandowski’s Best Player, Messi Ronaldo Voted For Him, Scoring A Record 55 Goals

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્યુનિખ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બાયર્ન મ્યુનિખના પોલિશ સ્ટ્રાઈકરને સૌથી વધુ 52 વોટ મળ્યા

બાયર્ન મ્યુનિખનો સ્ટ્રાઈકર રોબર્ટ લેવાનડોસ્કી 2019-20નો શ્રેષ્ઠ ફૂટબોલર પસંદ થયો છે. ઓનલાઈન યોજાયેલા બેસ્ટ ફીફા એવોર્ડમાં પોલેન્ડના લેવાનડોસ્કીએ ગત સિઝનના વિજેતા લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને હરાવ્યા. 32 વર્ષના લેવાનડોસ્કીને 52 વોટ મળ્યા, જ્યારે રોનાલ્ડોને 38 અને મેસીને 35 વોટ મળ્યા.

મેસી અને રોનાલ્ડોએ પોતાનો વોટ લેવાનડોસ્કીને આપ્યો હતો. લેવાનડોસ્કીએ છેલ્લી સિઝનમાં 47 મેચમાં 55 ગોલ અને 10 આસિસ્ટ કર્યા હતા. તે જર્મનીની ઘરેલુ લીગ બુંદેસલિગા, જર્મન કપ અને ચેમ્પિયન્સ લીગમાં ટોપ સ્કોરર હતો. લેવાનડોસ્કીને પ્રથમ વખત આ એવોર્ડ મળ્યો છે.

ક્લોપ સતત બીજી વખત બેસ્ટ કોચ સિલેક્ટ થયા
ઈંગ્લિશ ક્લબ લિવરપૂલના જુર્ગેન ક્લોપને સતત બીજી વખત બેસ્ટ કોચ પસંદ કરાયા છે. તેમના કોચિંગમાં લિવરપૂલ 30 વર્ષ પછી પ્રીમિયર લીગ ચેમ્પિયન બની હતી.

બાયર્નનો મેન્યુઅલ નેઉર બેસ્ટ ગોલકીપર
જર્મન ક્લબ બાયર્ન મ્યુનિખનો મેન્યુઅલ નેઉર બેસ્ટ ગોલકીપર બન્યો છે. જર્મનીના નેઉરે 33 મેચમાં 31 ગોલ બચાવ્યા. તેણે એટલેટિકો મેડ્રિડના જેન ઓબલેક અને લિવરપૂલના એલિસન બેકરને હરાવ્યો.

ટોટેનહમના સોન હિયુંગનો બેસ્ટ ગોલ
ટોટેનહમના સોન હિયુંગ મિનને બેસ્ટ ગોલ માટે પુસ્કાર એવોર્ડ અપાયો છે. તેણે ગયા વર્ષે બર્નલે વિરુદ્ધ સોલો ગોલ કર્યો હતો. તે બોક્સથી બોલ લઈને ગયો હતો અને એકલા જ ગોલ કર્યો હતો.

ઈંગ્લેન્ડની લૂસી બ્રોન્જ સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી
માન્ચેસ્ટર સિટીની ડિફેન્ડર લુશી બ્રોન્જ સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી પસંદ થઈ છે. 29 વર્ષની બ્રોન્જ આ એવોર્ડ જીતનારી ઈંગ્લેન્ડની પ્રથમ ખેલાડી છે. તેણે ડેનમાર્કની પેરનિલે હેર્ડર અને ફ્રાન્સની વેન્ડી રેનાર્ડને હરાવી. ફ્રાન્સની સારા બોહાદી સર્વશ્રેષ્ઠ ગોલકીપર અને નેધરલેન્ડની સેરિના વેગમેન સર્વશ્રેષ્ઠ કોચ પસંદ થઈ હતી.

[:]

Be the first to comment on "[:en]બેસ્ટ ફીફા એવોર્ડ: લેવાનડોસ્કી સર્વશ્રેષ્ઠ ખેલાડી, મેસ્સી-રોનાલ્ડોએ તેને વોટ આપ્યો, રેકોર્ડ 55 ગોલ કર્યા હતા[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: