બુક વેચવા પીસીનો વધુ એક ઘટસ્ફોટ: પ્રિયંકા ચોપરાએ કહ્યું, ‘ડિરેક્ટરે રોમેન્ટિક સોંગમાં કપડાં ઉતારવાનું કહ્યું હતું’


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈએક દિવસ પહેલા

  • નિકની જાસૂસી કરવા માટે પ્રિયંકાએ સિક્યોરિટી ગાર્ડને મોકલ્યો હતો

હાલમાં પ્રિયંકા ચોપરા પોતાની બુક ‘અનફનિશ્ડ’નું પ્રમોશન કરી રહી છે. આ બુક 9 ફેબ્રુઆરીના રોજ લૉન્ચ કરવામાં આવી હતી. આ બુકમાં પ્રિયંકા ચોપરાએ ઘટસ્ફોટ કર્યો હતો કે એક ડિરેક્ટરે ફિલ્મમાં તેને કપડાં ઉતારવાનું તથા તેની પેન્ટી બતાવવાનું કહ્યું હતું. જોકે તે આ માટે તૈયાર નહોતી અને તેણે ફિલ્મ છોડી દીધી હતી. પ્રિયંકા હાલમાં ટીવી શો ‘ધ મોર્નિંગ શો’માં બુકના પ્રમોશન માટે ગઈ હતી. પ્રિયંકાએ કહ્યું હતું, ‘જ્યારે નિક જોનાસ પહેલી જ વાર મારી મમ્મી મધુ ચોપરા સાથે લંચ પર ગયો ત્યારે મેં નિકની જાસૂસી કરાવી હતી.’

સિક્યોરિટી ગાર્ડને ફોટો ક્લિક કરવા મોકલ્યો હતો
શોમાં પ્રિયંકાએ કહ્યું હતું, ‘જે લોકો મને ઓળખે છે તેઓ મને સારી રીતે જાણે છે. મારી સાથે કંટ્રોલ ઈસ્યુ છે. હું મારી આસપાસની પરિસ્થિતિને કંટ્રોલ કરવાનું પસંદ કરું છું. હું ઘણી જ ઉત્સુક હતી. મારી એક મીટિંગ હતી. મેં નિકને કહ્યું હતું, ‘હું મીટિંગમાં જઈશ તો તું શું કરીશ?’ તો તેણે જવાબ આપ્યો હતો, ‘મારી ચિંતા ના કરીશ; હું તારી મમ્મી સાથે લંચ પર જાઉં છું.’ મારા માટે આ થોડું વિચિત્ર હતું, કારણ કે કપલ તરીકે હજી અમને થોડાંક જ અઠવાડિયાં થયાં હતાં અને મારી માતા તેની સાથે એકલી હતી, આથી મેં એક સિક્યોરિટી ગાર્ડને ફોટો ક્લિક કરવા મોકલ્યો હતો, જેથી હું નિકની બૉડી-લેંગ્વેજનો અભ્યાસ કરી શકું.’

પ્રિયંકાએ 9 ફેબ્રુઆરીએ બુક લોન્ચ કરી
પ્રિયંકાએ 2018માં ડિસેમ્બરમાં જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં નિક જોનાસ સાથે લગ્ન કર્યાં હતાં. પ્રિયંકાએ હિંદુ તથા ક્રિશ્ચિયન વેડિંગ કર્યાં હતાં. 9 ફેબ્રુઆરીના રોજ પ્રિયંકાએ પોતાની બુક લૉન્ચ કરી હતી, જેમાં તેણે પોતાની અંગત જિંદગીના કિસ્સાઓ શૅર કર્યાં છે, આમાંથી જ એક કિસ્સો તેના બોયફ્રેન્ડ સાથે જોડાયેલો છે.

પ્રિયંકના મતે, ‘જ્યારે તે 10મા ધોરણમાં હતી ત્યારે તે પોતાની કિરણ આંટીની સાથે અમેરિકામાં રહેતી હતી. એ સમયે તેનો બોયફ્રેન્ડ બોબ હતો. એકવાર બોબ તેને ઘરે મળવા આવ્યો હતો. આ દરમિયાન તેની આંટી પણ ઘરે આવી ગઈ હતી. ત્યારે પ્રિયંકાએ પોતાના રૂમના વોર્ડરોબમાં બોબને છુપાવી દીધો હતો. જોકે આંટી સામે પ્રિયંકાની પોલ ખૂલી ગઈ હતી.

ડિરેક્ટરે કહ્યું હતું, ‘પેન્ટી તો બતાવવી જ પડશે’
પ્રિયંકાએ બુકમાં એક ફિલ્મના શૂટિંગનો કિસ્સો શૅર કર્યો છે. બુકમાં કહેવામાં આવ્યું છે કે એક ફિલ્મના ડિરેક્ટરે એક રોમેન્ટિક સોંગની સિક્વન્સ દરમિયાન પ્રિયંકાને કપડાં ઉતારવાનું તથા પેન્ટી બતાવવાનું કહ્યું હતું. ડિરેક્ટરે એવું કહ્યું હતું કે જો પ્રિયંકા આવું નહીં કરે તો કોઈ ફિલ્મ જોવા આવશે નહીં, જોકે પ્રિયંકા આ માટે તૈયાર થઈ નહીં. ડિરેક્ટરના વર્તનને કારણે પ્રિયંકાએ ફિલ્મ છોડી દીધી હતી.

એક ડિરેક્ટરે પ્લાસ્ટિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી
બ્રિટિશ ન્યૂઝપેપર ઈન્ડિપેન્ડેન્ટના અહેવાલ પ્રમાણે, પ્રિયંકાએ પોતાની બુકમાં ડિરેક્ટર સાથે થયેલી મુલાકાત અંગેની વાત કરી હતી. વર્ષ 2000માં મિસ વર્લ્ડનું ટાઈટલ જીત્યા બાદ પ્રિયંકા પહેલી જ વાર ફિલ્મ સંદર્ભે બોલિવૂડના જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસરને મળવા ગઈ હતી. ડિરેક્ટર-પ્રોડ્યુસરે પ્રિયંકાને ઊભા થઈને તેની આસપાસ ફરવાનું કહ્યું હતું. પ્રિયંકાએ એ જ પ્રમાણે કર્યું હતું, આ સમયે તે ડિરેક્ટર પ્રિયંકાની સામે સતત જોતો હતો. ત્યાર બાદ તેણે પ્રિયંકાને બ્રેસ્ટ સર્જરી કરાવવાનું, જડબું ઠીક કરાવવાનું તથા બટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી.

લોસ એન્જલસ જઈને સર્જરી કરાવવાનું કહ્યું
ડિરેક્ટરે એમ કહ્યું હતું કે જો એક્ટ્રેસ બનવું હોય તો શરીરનાં કેટલાંક ભાગોને ‘ફિક્સ’ કરવાની જરૂર છે. આટલું જ નહીં, તે ડિરેક્ટરે પ્રિયંકાને એમ કહ્યું હતું કે તે લોસ એન્જલસમાં ડૉક્ટરને ઓળખે છે અને તેને ત્યાં મોકલી દેશે. ત્યાર બાદ પ્રિયંકાના મેનેજરે પણ ડિરેક્ટરની હામાં હા મિલાવી હતી. મીટિંગ બાદ પ્રિયંકાએ મેનેજરને કાઢી મૂક્યો હતો. પ્રિયંકા આ બધી વાતો સાંભળીને નવાઈમાં મુકાઈ ગઈ હતી અને તેને નાનપની લાગણી થઈ હતી.

Be the first to comment on "બુક વેચવા પીસીનો વધુ એક ઘટસ્ફોટ: પ્રિયંકા ચોપરાએ કહ્યું, ‘ડિરેક્ટરે રોમેન્ટિક સોંગમાં કપડાં ઉતારવાનું કહ્યું હતું’"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: