બીજાપુર હુમલાનો માસ્ટર માઇન્ડ: હિડમા ક્યારેય સ્કૂલે ગયો નથી પણ અંગ્રેજી બોલે છે, તાડમેટલા અને ઝીરમ ઘાટી હુમલામાં પણ હિડમાનો જ હાથ હતો


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાયપુર15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હિડમાની આ તસવીર ઘણી જૂની છે. વર્ષ 2016માં આ તસ્વીર દેશની ગુપ્તચર એજન્સીના હાથે લાગી હતી. હિડમા હવે કેવો લાગે છે તે હવે કોઈ જાણતું નથી.

  • છત્તીસગઢના બીજાપુર હુમલાનો માસ્ટર માઇન્ડ હિડમા, અનેક મોટા હુમલાઓમાં તેનો હાથ
  • હિડમા સુકમા જિલ્લાના જગરગુંડા વિસ્તારના પુડઅતી ગામનો રહેવાસી

છત્તીસગઢના બીજાપુરમાં શનિવારે થયેલી અથડામણમાં 23 જવાન શહીદ થયા હતા. તેનો માસ્ટર માઇન્ડ નક્સલીઓના પીપુલ્સ લિબ્રેશન ગોરિલ્લા આર્મી (PLGA) બટાલિયન 1નો કમાન્ડર હિડમા છે. પોલીસને છેલ્લા કેટલાક દિવસોથી ગિજાપુર અને સુકમા જિલ્લાના જોનાગુડા, ટેકલગુડુમ અને જીરાગાંમના હિડમા અને તેના સાથી નક્સલીઓ ભેગા થવાની ગુપ્ત જાણકારી મળી રહી હતી, રાજ્યની પોલીસે હિડમાને પકડવા માટે જ મિશન લોન્ચ કર્યું.

એવું અહેવાલ છે કે હિડમાએ તેના સાથી નક્સલીઓ સાથે મળીને LMG જેવી બંદૂકો સાથે ફાયરિંગ કર્યું હતું. આમાં જવાન શહીદ થયા હતા.

એવું અહેવાલ છે કે હિડમાએ તેના સાથી નક્સલીઓ સાથે મળીને LMG જેવી બંદૂકો સાથે ફાયરિંગ કર્યું હતું. આમાં જવાન શહીદ થયા હતા.

હિડમાની બટાલિયનની પાસે આધુનિક હથિયાર
શનિવારે DRG, STF અને CRPFના બહાદુર જવાન નક્સલી કમાન્ડર હિડમાના કોર એરિયામાં ઘુસ્યા હતા. હિડમાની બટાલિયન નંબર 1 આધુનિક શસ્ત્રોથી સજ્જ છે. ભારે ફાયરિંગમાં જવાન ફસાઈ ગયા અને અને હવે રાજ્ય 23 શહીદોનું દુખ સહન કરી રહ્યું છે. જો કે પોલીસનો દાવો છે કે 12થી વધુ નક્સલવાદીઓ પણ માર્યા ગયા છે. આ ઘટના બાદ ઇનપુટ શેર કરતા બસ્તર રેન્જના IG સુદાનરાજ પી એ જણાવ્યુ કે અમને હિડમાની હાજરી વિશે માહિતી મળી. અથડામણ દરમિયાન માર્યા ગયેલા નક્સલવાદીઓના મૃતદેહો 3 ટ્રેક્ટરમાં ભરીને લઈને નાસી છૂટ્યા છે. હિડમાની શોધ ચાલુ છે.

4 વર્ષ પહેલા હિડમાને ગોળી વાગી હતી
હિડમા દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટીના મુખ્ય નક્સલ નેતા છે. ચાર વર્ષ પહેલા તેને સુકમામાં ઓપરેશનમાં ગોળી વાગી હતી, પરંતુ તે બચી ગયો હોવાનું કહેવાય છે. તેના પર 25 લાખ રૂપિયાનું ઈનામ છે. હિડમા બસ્તરનો રહેવાસી એકમાત્ર એવો આદિવાસી છે જે નક્સલીઓની સૌથી ખતરનાક બટાલિયનનું નેતૃત્વ કરે છે. બીજા બધા લીડર આંધ્રપ્રદેશના છે.

ઇજાગ્રસ્ત જવાનોની સારવાર રાયપુર અને બીજાપુર ખાતે કરવામાં આવી રહી છે. આ જવાનો શનિવારે થયેલી અથડામણમાં ઘાયલ થયા હતા.

ઇજાગ્રસ્ત જવાનોની સારવાર રાયપુર અને બીજાપુર ખાતે કરવામાં આવી રહી છે. આ જવાનો શનિવારે થયેલી અથડામણમાં ઘાયલ થયા હતા.

મોટા હુમલાઓમાં હિડમાનો હાથ
આ અગાઉ સુકમાના ભીજીમાં થયેલા હુમલા પાછળ હિડમા જ હતો, જેમાં CRPFના 12 જવાનો શહીદ થયા હતા. હિડમા 2013માં ઝિરમ ખીણમાં કોંગ્રેસના નેતાઓના કાફલા પર થયેલા હુમલામાં પણ સામેલ હતો, આ હુમલામાં કોંગ્રેસના નેતાઓ સહિત 30 લોકોની હત્યા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે, હિડમા 2010માં ચિંતલનાર નજીક તાડમેટલામાં CRPFના 76 જવાનોની શહાદતનો જવાબદાર પણ હતો.

ભણેલો ન હોવા છતાં પણ બોલે છે છટાદાર અંગ્રેજી
હિડમાનું પૂરું નામ માંડવી હિડમા ઉર્ફ ઇદમૂલ પોડિયામ ભીમા છે. તે સુકમા જિલ્લાના જગરગુંડા વિસ્તારના પુડઅતી ગામનો રહેવાસી છે. અભણ હોવા છતાં, તે છટાદાર અંગ્રેજી બોલે છે, ઉપરાંત કમ્પ્યુટરનો પણ જાણકાર છે. તેણે ગુરિલ્લા વોરમાં નિપુણતા મેળવી છે. તેણે બે લગ્નો કર્યા છે. તેની પત્નીઓ પણ નક્સલ પ્રવૃત્તિઓમાં સામેલ છે. હિડમાને ત્રણ ભાઈઓ છે. તેમાંથી માંડવી દેવા અને માંડવી દુલ્લા ગામમાં ખેતી કરે છે. ત્રીજો માંડવી નંદા ગામે નક્સલીઓને ભણાવે છે. હિડમાની બહેન ભીમે દોરનાપાલમાં રહે છે.

આ તસ્વીર બીજાપુર હુમલામાં શહીદ થયેલા જવાનના પાર્થિવદેહને તેના ઘરે મોકલતી વખતે લેવામાં આવી હતી.

આ તસ્વીર બીજાપુર હુમલામાં શહીદ થયેલા જવાનના પાર્થિવદેહને તેના ઘરે મોકલતી વખતે લેવામાં આવી હતી.

1 વર્ષ પહેલા પણ 17 જવાન શહીદ થયા હતા
સુકમા જિલ્લાના કસાલપાડના જંગલોમાં લગભગ 1 વર્ષ પહેલા નક્સલીઓ અને જવાનો વચ્ચે સામ-સામે ભીષણ અથડામણ થયું હતુ. પાંચ કલાક સુધી ચાલેલા આ ફાયરિંગમાં DRG અને STFના 17 જવાનો શહીદ થયા હતા. તે સમયે સરચિંગથી પરત ફરી રહેલી ફોર્સને કોરાજ ડુંગરી નજીક નક્સલીઓએ ઘેરી લીધી હતી. ફોરે ત્યારે પણ નક્સલવાદી નેતા હિડમાને ઠાર મારવા ગઈ હતી. ANIના ડેટાબેઝ અનુસાર હિડમાની ઉંમર આશરે 51 વર્ષની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે

બસ્તરથી નક્સલવાદ ખાતાં કરવા માટે હિડમાને ઠાર મારવો જરૂરી
શનિવારે થયેલી આ અથડામણ બાદ બીજાપુર પોલીસ તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘણા વર્ષોથી દંડકારણ્ય વિશેષ ઝોનલ કમિટી કે જે નક્સલવાદીઓનું એક મોટું સંગઠન છે તેના PLGA બટાલિયન નંબર 1ને શક્તિશાળી ગોરિલ્લા ફોર્સ તરીકે નક્સલી ઉપયોગ કરે છે. તેનો કમાન્ડર હિડમા છે.

નક્સલીઓની આ બટાલિયન લોકતાંત્રિક વ્યવસ્થાને નબળી કરતાં ગામવાળાની હત્યા કરવી તેમણે ડરાવવાનું કામ કરે છે. જો બસ્તરમાં નક્સલ સમસ્યાનું સમાધાન કરવાનું હોય તો બટાલિયન નંબર વન સામે મોટી કાર્યવાહી કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે…

1 Trackbacks & Pingbacks

  1. હિડમા ક્યારેય સ્કૂલે ગયો નથી પણ અંગ્રેજી બોલે છે, તાડમેટલા અને ઝીરમ ઘાટી હુમલામાં પણ હિડમાનો જ હા

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: