બિહાર ભાજપ ઓફિસમાં લગ્નતિથિ નિમિત્તે લાડુ વહેંચતા કોરોના વિસ્ફોટ, સંક્રમિત નેતાના હાથે મીઠાઈ ખાતાં 75 લોકો કોરોનાગ્રસ્ત


દિવ્ય ભાસ્કર

Jul 15, 2020, 04:53 AM IST

પટના. બિહારમાં ભાજપ પ્રદેશ ઓફિસે કોરોના વિસ્ફોટ થયો છે. ભાજપના 75 નેતા સંક્રમિત થઈ ગયા છે. બિહાર ભાજપના એક નેતાના લગ્નની તિથિ નિમિત્તે તમામ નેતાઓએ તેમની પાસે મીઠાઈની માગણી કરી. આથી આ નેતા પણ ખુશ થઈ ગયા અને લાડુ મંગાવ્યા.

આ લાડુ તેમણે બધા નેતાઓને પોતાના હાથે ખવડાવ્યા. ફરીવાર બધાએ તેમને અભિનંદન આપ્યા. પરંતુ બીજા જ દિવસે તેમનો કોરોના ટેસ્ટ થયો તો તે સંક્રમિત જણાયા. આથી બધા નેતાઓમાં ગભરાટ ફેલાઈ ગયો. આથી બધાએ ટેસ્ટ કરાવ્યા તો તમામ પોઝિટિવ જણાયા હતા. જોકે, પેલા નેતાએ તો તે વાતનો ઈનકાર જ કર્યો છે કે તેમના લીધે કોરોના ફેલાયો છે. 

આવો જ એક અન્ય કિસ્સો બહાર આવ્યો છે જેમાં આઠમી જુલાઈએ બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે એક બેઠક બોલાવી હતી. તેમાં મહાદલિત પ્રકોષ્ટના સંયોજક સંજયરામ પણ હાજર રહ્યા હતા. તેમની તબિયત ખરાબ હોવા છતાં તેઓ ઓફીસમાં બધે ફર્યા હતા. બીજા દિવસે જ્યારે તેમનો ટેસ્ટ થયો ત્યારે તેઓ પોઝિટિવ જણાયા હતા. 

Be the first to comment on "બિહાર ભાજપ ઓફિસમાં લગ્નતિથિ નિમિત્તે લાડુ વહેંચતા કોરોના વિસ્ફોટ, સંક્રમિત નેતાના હાથે મીઠાઈ ખાતાં 75 લોકો કોરોનાગ્રસ્ત"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: