બિગ બોસ 14- FINALE LIVE: ટોપ-3 માં પહોંચ્યા રૂબીના-રાહુલ અને નિક્કી; રાખીએ 14 લાખ લઈને શો છોડ્યો, સૌથી ઓછા વોટને કારણે અલી ગોની પણ બહાર


  • Gujarati News
  • Entertainment
  • Just 4 Competitors In The Winner’s Race Now, Rakhi Left The Show Taking Rs 14 Lakh; Salman Wore A Bracelet

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બિગ બોસ સીઝન 14નો વિનર કોણ હશે, તેનો નિર્ણય થોડીવારમાં આવી જશે. નેટીજન્સે પોતાના ફેવરેટ કન્ટેસ્ટન્ટ માટે પોતાની વોટિંગ કરી દિધી છે. 140 દિવસ સુધી જોવા મળેલી ઉગ્ર ચર્ચા, લડાઈ અને ડ્રામા પછી ફાઈનલમાં રૂબીના દિલાઈક, રાહુલ વૈધ, અલી ગોની, નિક્કી તમ્બોલી અને રાખી સાવંત પહોંચ્યા હતા જો કે રાખીએ ઓપ્શનમાં આપેલા 14 લાખ રૂપિયા લઈને શો છોડી દિધો.

તો અલી ગોનીને સૌથી ઓછા વોટ મળ્યા, જેના કારણે તે શોમાંથી બહાર થઈ ગયો. સલમાને રાખી અને અલીને બ્રેસલેટ ભેટમાં આપ્યા.

બિગ બોસ 14 ફિનાલે ટાઈમલાઈન

  • સલમાન ખાને સીઝન-14ના રી-કેપ દેખાડી. જેમાં બતાવવામાં આવ્યું કે પ્રતિસ્પર્ધકોએ કઈ રીતે લડાઈ અને તોડફોડ કરી. તેમના વિવાદિત નિવેદનોને દેખાડવામાં આવ્યા.
  • સલમાને કહ્યું કે સીઝનમાં અનેક વખત ભારે-ભારે શબ્દ સાંભળવા મળ્યા. ઉર્દૂમાં ખૈર, તલફ્ફુસ, ઈલ્ઝામાત, તકવ્વુર, ગૈરત જેવાં શબ્દોના સ્પર્ધકોએ ખોટો ઉપયોગ કર્યો અને મજાક ઉડાવી છે.
  • માધુરી દીક્ષિતે પોતાના જ અંદાજમાં શોના ફાઈનલિસ્ટની જર્ની અને તેમની વિશેષતાઓથી ઈન્ટ્રોડ્યૂસ કરાવ્યા. જેમાં માધુરીએ જણાવ્યું કે તેમાંથી જે કોઈ પણ જીતે છે તે જીત કોની હશે.
  • ફાઈનાલિસ્ટમાં રાખી સાવંતના ડાન્સ શોની સાથે અન્ય સ્પર્ધકોના પર્ફોમન્સ શરૂ થયા. તેઓએ પરદેસિયા, જૂલી ઉપરાંત તેમના વાયરલ થયેલા ડાયલોગ યે સાંડુણી… પર ડાન્સ કર્યો.
  • 5 સીઝન પહેલાં બિગ બોસમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરનારી નોરા ફતેહીએ પણ પોતાના હિટ ડાન્સ નંબર્સ પર પર્ફોમન્સ આપ્યું. જેમાં સાકી, હાય ગર્મી જેવાં ગીત સામેલ હતા.

નિક્કી પણ ઈચ્છતી હતી 14 લાખ લઈને શોથી બહાર થવાનું
રિતેશ દેશમુખે કહ્યું કે હું એક કેસના કારણે અહીં આવ્યો છું. તે બિગ બોસના ઘરમાં બનેલા થિયેટરમાં ગયા. તેને કહ્યું કે એક જ વિનર 36 લાખ રૂપિયાની પ્રાઈઝ મની લઈને જશે. તેને કહ્યું કે બિગ બોસમાં તમને તક આપી છે કે તમે કંઈકને કંઈક લઈને જાવ. તેને તમામ પ્રતિસ્પર્ધકોને ઓપ્શન આપ્યા 14 લાખ રૂપિયા લઈ જવાનો. 10 સેકન્ડની ટાઈમ લિમિટમાં રાખી અને નિક્કીએ બઝર દબાવ્યું. પહેલું બઝર રાખીએ દબાવ્યું હતું તેથી તેને 14 લાખ આપવામાં આવ્યા, પરંતુ તે વિનરની રેસમાંથી બહાર થઈ ગઈ.

રાખી સાવંત ફાઈનલમાં પહોંચનારી બીજી સ્પર્ધક છે. ડિસેમ્બર 2020માં તે આ શોમાં ચેલેન્જર તરીકે આવી હતી. ફાઈનલમાં રાખીની મુલાકાત રિતેશ સાથે મુલાકાત કરાવવામાં આવી. જો કે તે રાખીના પતિ રિતેશ નહીં, પરંતુ એક્ટર રિતેશ દેશમુખ હતા.

વ્હાઈટ સૂટમાં જોવા મળ્યો સલમાન
ફાઈનલની પહેલાં ડિઝાઈનર અશ્લે રેબેલોએ શોમાં સલમાનના પ્રેઝન્ટેશનને લઈને ખુલાસો કર્યો. રેબેલોએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વ્હાઈટ કલરનો સૂટ શેર કર્યો અને ફેન્સને હિંટ આપી છે કે સલમાન ફાઈનલ શોમાં વ્હાઈટ કલરના સૂટમાં નજરે પડશે, સલમાન શોમાં પણ આ લુકમાં જ પહોંચ્યો.

શો ડાન્સ દિવાનેનું એલાન, સલમાને કરી માધુરી સાથે વાત
સલમાન ખાને કહ્યું કે એન્ટરટેઈનમેન્ટનું આ બેન્ટન હવે ડાન્સ દિવાનાને આપવામાં આવશે. જેમાં મારી ફેવરેટ કો-સ્ટાર માધુરી દીક્ષિત હશે. સલમાને માધુરીને ફોન કર્યો અને કહ્યું કે તમે હંમેશાની જેમ ઘણી જ સુંદર દેખાવ છો. સલમાન ખાને હમ આપકે હૈ કૌનમાં માધુરીનો ટ્રેડ માર્ક ડાયલોગ બોલ્યું- ઉહ્હૂ-ઉહ્હૂ. તેઓએ કહ્યું કે પહેલાં આ ઉહ્હૂ-ઉહ્હૂ ઘણું જ કામનું હતું, પરંતુ આજકાલ આવું કરો તો લોકો તમને ઘુરી ઘુરીને જુવે છે અને દૂર થઈ જાય છે.

1 Trackbacks & Pingbacks

  1. ટોપ-3 માં પહોંચ્યા રૂબીના-રાહુલ અને નિક્કી; રાખીએ 14 લાખ લઈને શો છોડ્યો, સૌથી ઓછા વોટને કારણે અલી ગોન

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: