દિવ્ય ભાસ્કર
Jul 14, 2020, 05:56 PM IST
બિગ બોસ 13ની પોપ્યુલારિટી પછી ફેન્સ આગામી સીઝનની રાહ જોઈ રહ્યા છે. મેકર્સે બિગ બોસ 14ની તૈયારી શરૂ કરી દીધી છે. માહિતી છે કે આ વર્ષે દર્શકોને શોમાં લોકડાઉન કનેક્શન જોવા મળી શકે છે.
હાલમાં જ એન્ટરટેનમેન્ટ વેબસાઈટ પિન્કવીલાના રિપોર્ટ અનુસાર બિગ બોસની આગામી સીઝનમાં ઘણા ફેરફાર જોવા મળશે. દેશની હાલની સ્થિતિ જોઈને મેકર્સે બિગ બોસ 14માં લોકડાઉનનો ટચ આપવાનો પ્લાન બનાવ્યો છે. સમાચાર એવા પણ છે કે શોનું નામ બિગ બોસ 14 લોકડાઉન એડિશન રાખવામાં આવશે. ગયા સીઝનનું પ્રીમિયર 29 સપ્ટેમ્બરે રાખવામાં આવ્યું હતું પણ આ વર્ષે શો થોડો લેટ શરૂ થવાની આશંકા છે.
ઘરમાં કન્ટેસ્ટન્ટ પાસે સેલ ફોન હશે
અગાઉની બધી સીઝનમાં કન્ટેસ્ટન્ટને બહારની દુનિયા સાથે કોઈપણ પ્રકારનું કનેક્શન રાખવાની પરવાનગી ન હતી. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આ વર્ષે દરેક કન્ટેસ્ટન્ટ બહારની દુનિયાના સંપર્કમાં રહેશે. કન્ટેસ્ટન્ટ ફોન લઈને ઘરમાં એન્ટર થઇ શકે છે અને તેમના વ્લોગ અને વીડિયોઝ તેમના ફેન્સને શેર કરી શકશે, પરંતુ હાલ આ ફોર્મેટ પર ચર્ચા ચાલી રહી છે.
આ સેલેબ્સને શો ઓફર થયો
ભાભીજી ઘર પર હૈ ફેમ શુભાંગી અત્રેને શોમાં ભાગ લેવા માટે અપ્રોચ કરવામાં આવી હતી પરંતુ કામમાં વ્યસ્ત હોવાના કારણે તેણે ના પાડી દીધી. એક્ટ્રેસ ચાહત ખન્નાને પણ ઓફર કરવામાં આવી હતી પણ તેણે પણ શોમાં કોઈ રસ દેખાડ્યો નહીં. ચાહતે કહ્યું કે, તેને નથી લાગતું કે તે આ પ્રકારના શો માટે બની છે.
છેલ્લી સીઝન આ લોકોએ હિટ બનાવી
બિગ બોસ 13માં રશ્મિ દેસાઈ, સિદ્ધાર્થ શુક્લા, પારસ છાબરા, શહેનાઝ ગિલ અને માહિરા શર્મા જેવા સ્ટાર્સ સામેલ હતા. વિનર સિદ્ધાર્થ શુક્લાની સાથે આસિમ રિયાઝને પણ શોથી ઘણો ફેમ મળ્યો. બંનેના ઝઘડાથી શોને ઘણી સારી ટીઆરપી મળી હતી. હાઈ વોલ્ટેજ ડ્રામાને કારણે શોએ ઘણા રેકોર્ડ પણ તોડ્યા હતા. આવામાં શોના ફેન્સ આગામી સીઝનની તૈયારી શરૂ થતા ઘણા ખુશ છે.
Be the first to comment on "બિગ બોસ 14માં લોકડાઉનનો ટચ હોઈ શકે છે, કન્ટેસ્ટન્ટને ફોન અને ગેજેટ્સ સાથે એન્ટ્રી આપવા પર મેકર્સની વિચારણા"