બહેને ઈમોશનલ પોસ્ટ શૅર કરીને કહ્યું, ‘તારી હાજરી અમે અનુભવીએ છીએ’, ક્રિતિ સેનને ભાવુક કવિતા લખી


દિવ્ય ભાસ્કર

Jul 15, 2020, 08:19 AM IST

મુંબઈ. સુશાંત સિંહ રાજપૂતના અવસાનને એક મહિનો થઈ ગયો છે. તેણે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. સુશાંતના અવસાનને એક મહિનો થતાં એક્ટરની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે તથા મિત્રોએ તેને આ ખાસ દિવસે યાદ કર્યો હતો. સુશાંતની બહેન શ્વેતા સિંહ તથા બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનને પણ એક્ટરને યાદ કરતી પોસ્ટ શૅર કરી હતી. 

શું કહ્યું શ્વેતાએ?
શ્વેતા સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તથા સુશાંતની એક તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘તું અમને છોડીને જતો રહ્યો અને તેને મહિનો પણ થઈ ગયો. તારી હાજરી આજે પણ અમે અનુભવી શકીએ છીએ. લવ યુ ભાઈ. આશા છે કે તું હંમેશાં ખુશ રહીશ.’

ક્રિતિએ શું કહ્યું?
ક્રિતિએ કહ્યું હતું, ‘વધુ એક ખોટા હાસ્યની વચ્ચે આગળ વધવાનો દેખાડો કરે છે, તેની આંખોએ વાસ્તવિકતાના આંસુઓ વહાવી દીધા અને તેના તમામ ભ્રમો તોડી નાખ્યાં.’

ક્રિતિની આ પોસ્ટને ચાહકો સુશાંત સિંહ રાજપૂત સાથે જોડે છે. સુશાંત સિંહના અવસાનને મહિનો થઈ ગયો અને ચાહકો માની રહ્યાં છે કે એક્ટ્રેસ સુશાંતને યાદ કરી રહી છે. ક્રિતિની આ પોસ્ટ પર એક યુઝરે કહ્યું હતું, મને ખ્યાલ છે કે તમે આજે પણ સુશાંતને યાદ કરો છો. તો અન્ય એક યુઝરે કહ્યું હતું, મેમ અમને ખબર છે કે તમે પૂરી રીતે ભાંગી પડ્યાં છો પરંતુ મેમ મજબૂત બનો. બીજા એક યુઝરે કહ્યું હતું કે તમે સુશાંત સિંહ રાજપૂતના સાચા મિત્ર છો. 

પોલીસ ફાઈનલ રિપોર્ટ તૈયાર કરશે
સુશાંત સુસાઈડ કેસમાં મુંબઈ પોલીસની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સોમવાર (13 જુલાઈ)ના રોજ સુશાંત સુસાઈડ કેસમાં લેટેસ્ટ અપડેટમાં મુંબઈ પોલીસ ફોરેન્સિક ટીમના પાંચ સભ્યોને મળી હતી. સૂત્રોના મતે, આગામી 15 દિવસમાં ફોરેન્સિક ટીમ પોલીસને રિપોર્ટ આપશે. ન્યૂઝપેપર DNAના સમાચાર પ્રમાણે, પોલીસે કહ્યું હતું કે જો જરૂર પડી તો વધુ કેટલાંક લોકોના નિવેદન લેવામાં આવશે. આટલું જ નહીં આગામી 15-20 દિવસની અંદર પોલીસ આ લોકોને બોલાવી શકે છે. આ ઉપરાંત તપાસ તથા ફોરેન્સિક પુરાવામાંથી હજી સુધી એવું કંઈ જ ખાસ મળ્યું નથી. સુશાંતની આત્મહત્યા બાદ તેના ચાહકો, સેલેબ્સ તથા નેતાઓએ આ કેસની CBI તપાસની માગણી કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાવાને કારણે અવસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે, લોકોને શંકા છે કે સુશાંતની હત્યા થઈ છે. 

24 જુલાઈએ સુશાંતની છેલ્લી ફિલ્મ રિલીઝ થશે
સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ડિજિટલ પ્લેટફોર્મ પર 24 જુલાઈએ સ્ટ્રીમ થશે. ફિલ્મનું ટ્રેલર તથા ટાઈટલ સોંગ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં સુશાંતની સાથે સંજના સાંઘી છે. ફિલ્મને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ડિરેક્ટ કરી છે. સંગીત એ આર રહેમાનનું છે. Be the first to comment on "બહેને ઈમોશનલ પોસ્ટ શૅર કરીને કહ્યું, ‘તારી હાજરી અમે અનુભવીએ છીએ’, ક્રિતિ સેનને ભાવુક કવિતા લખી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: