[:en]બર્થડે: પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર સોનાલી બેન્દ્રેનું અપહરણ કરવા માગતો હતો, સુનીલ શેટ્ટી-રાજ ઠાકરે પણ એક્ટ્રેસના પ્રેમમાં પાગલ હતા[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

‘સરફરોશ’, ‘હમ સાથ સાથ હૈ’ તથા ‘મેજરસાબ’ જેવી ફિલ્મમાં જોવા મળેલી સોનાલી બેન્દ્રેનો આજે (પહેલી જાન્યુઆરી) 46મો જન્મદિવસ છે. તેણે પોતાની એક્ટિંગ તથા અદાઓથી માત્ર સામાન્ય ચાહકોને જ નહીં બિગ સેલેબ્સને પણ પોતાના દીવાના બનાવ્યા હતા.

રાજ ઠાકરે સોનાલી સાથે લગ્ન કરવા માગતા હતા

એક સમયે રાજ ઠાકરે તથા સોનાલી બેન્દ્રેની નિકટતા ચર્ચામાં હતી. બંને એકબીજાને ઘણાં જ પસંદ કરતાં હતાં. જોકે, આ સમયે રાજ ઠાકરે પરિણીત હતા. રાજ ઠાકરે પર સોનાલીના પ્રેમનો નશો એવો ચઢ્યો હતો કે પરિણીત હોવા છતાંય તેમણે લગ્ન કરવાની જિદ પકડી હતી. જ્યારે આ વાત શિવસેના પ્રમુખ બાળ ઠાકરેને ખબર પડી ત્યારે તેમણે બંનેના લગ્નની ચોખ્ખી ના પાડી દીધી હતી અને પછી બંને અલગ થઈ ગયા હતા.

શોએબ અખ્તરે અપહરણ કરવાની ધમકી આપી હતી

પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે સોનાલીને ફિલ્મ ‘ઈંગ્લિશ બાબુ દેસી મેમ’માં જોઈ હતી. આ ફિલ્મ જોયા બાદ તે સોનાલીને એક તરફી પ્રેમ કરવા લાગ્યો હતો. આટલું જ નહીં શોએબ પોતાના વોલેટમાં સોનાલીની તસવીર પણ રાખતો હતો. એક ઈન્ટરવ્યૂમાં શોએબે એમ કહ્યું હતું કે તે સોનાલીને એ હદે પ્રેમ કરે છે કે જો તેણે તેની પ્રપોઝલ ના સ્વીકારી તો તે સોનાલીનું અપહરણ કરી લેશે.

સોનાલીને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે જવાબ આપ્યો હતો કે તે શોએબ અખ્તર નામના કોઈ ક્રિકેટરને ઓળખતી નથી. કારણ કે તેને ક્રિકેટમાં રસ નથી. જોકે, તેને ખ્યાલ આવ્યો કે તે તેનો ચાહક છે અને આથી તે તેની આભારી છે.

સુનીલ શેટ્ટીનું ઘર તોડવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો

90ના દાયકામાં સોનાલી-સુનીલ શેટ્ટીની જોડી લોકપ્રિય હતી. બંનેએ ‘રક્ષક’, ‘સપૂત’ તથા ‘તકરાર’માં સાથે કામ કર્યું હતું. સેટ પર બંનેની નિકટતા સામાન્ય હતી. જ્યારે સુનીલ શેટ્ટીના ઘરે આ વાતની જાણ થઈ તો તે સોનાલીથી દૂર થઈ ગયો હતો. અનેક લોકોએ સોનાલી પર સુનીલ શેટ્ટીનું ઘર તોડવાનો આક્ષેપ મૂક્યો હતો.

એક ઈન્ટરવ્યૂમાં સોનાલીએ સુનીલ શેટ્ટી અંગે વાત કરતાં કહ્યું હતું કે અફેરની ચર્ચાને કારણે તેની તથા સુનીલ શેટ્ટી સાથેની મિત્રતામાં કડવાશ આવી ગઈ છે. આ સાથે જ સોનાલીએ પોતાને સિંગલ ગણાવી હતી અને કહ્યું હતું કે આ પ્રકારના પાયાવિહોણા આક્ષેપોના જવાબ આપવા તે બંધાયેલી નથી.

પહેલી જ નજરમાં પતિ ગોલ્ડી બહલ પ્રેમ કરવા લાગ્યો હતો

પ્રોડ્યૂસર ગોલ્ડી બહલ તથા સોનાલીની પહેલી મુલાકાત ‘નારાઝ’ના સેટ પર થઈ હતી. પહેલી જ નજરમાં ગોલ્ડી મનોમન સોનાલીને પ્રેમ કરવા લાગ્યો હતો. ગોલ્ડીની બહેન સૃષ્ટિ આર્યા તથા સોનાલી ખાસ મિત્રો છે. સૃષ્ટિએ જ બંનેની મુલાકાત ગોઠવી હતી. પહેલી જ મિટિંગમાં ગોલ્ડીએ સોનાલીના ભોજન પર કમેન્ટ કરી હતી અને તે ગુસ્સે થઈ હતી. જોકે, તેમની વચ્ચે વાતો થતી રહેતી હતી.

અભિષેક બચ્ચનના કહેવાથી ગોલ્ડીએ પ્રપોઝ કર્યું હતું

સોનાલી ફિલ્મ ‘મેજર સાબ’નું શૂટિંગ કરતી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતા. અભિષેક બચ્ચન પિતાને મળવા ઘણીવાર સેટ પર આવતો હતો. અભિષેક તથા ગોલ્ડી ખાસ મિત્રો છે. અભિષેકની સાથે ગોલ્ડી પણ આવતો. આ રીતે સેટ પર ત્રણેય સમય પસાર કરતાં હતાં. સોનાલીની ફિલ્મ ‘અંગારે’ને ગોલ્ડી બહલ જ પ્રોડ્યૂસ કરતો હતો. આથી સેટ પર પ્રોડ્યૂસર તરીકે ગોલ્ડી હાજર રહેતો હતો. એક દિવસ અભિષેકે જ ગોલ્ડીને પાર્ટીમાં સોનાલીને પ્રપોઝ કરવાનું કહ્યું હતું. અંતે ગોલ્ડીએ હિંમત કરીને પોતાની વાત કહી અને સોનાલીએ તરત જ હા પાડી દીધી હતી.

[:]

Be the first to comment on "[:en]બર્થડે: પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર સોનાલી બેન્દ્રેનું અપહરણ કરવા માગતો હતો, સુનીલ શેટ્ટી-રાજ ઠાકરે પણ એક્ટ્રેસના પ્રેમમાં પાગલ હતા[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: