[:en]
- Gujarati News
- National
- So Far 84,775 Bird Deaths, Virus Confirmation In 4 States, Samples From 2 States Have Been Localized For Testing.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હીએક મિનિટ પહેલા
- કૉપી લિંક
કોરોનાની મહામારીની સાથે જ હવે દેશના અનેક રાજ્યોમાં પક્ષીઓની મહામારી બર્ડ ફ્લૂની ઝપેટમાં આવી ગઈ છે. હરિયાણા, હિમાચલ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં અત્યાર સુધીમાં 84,775 પક્ષીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. જેમાં હિમાચલ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે હરિયાણા અને ગુજરાતમાં પક્ષીઓના સેમ્પલ તપાસ માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે. આટલી મોટો સંખ્યામાં પાશીઓના મૃત્યુ બાદ 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશ : અત્યાર સુધીમાં 200થી વધુ પક્ષીઓ મોતને ભેટ્યા
મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 200થી વધુ પક્ષીઓમાં મૃત્યુ થયા છે. ઈન્દોર, મંદસોર, આગર, ખરગોન, ઉજ્જૈન, દેવાસ, નીમચ અને સીહોરમાં કાગડાઓ મરુત મળી આવ્યા છે. તેમાં ઈન્દોર અને મંદસોરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ક્યાય પણ પક્ષી મરુત હાલતમાં મળે તો સેમ્પલ મોકલવામાં આવે. મૃત્યુ પામેલા પક્ષીઓનો રિપોર્ટ પોઝિટિવ મળી રહ્યો છે, જ્યાં પોલ્ટ્રી ફાર્મમાં પણ સેમ્પલ લેવાનું કહેવામા આવ્યું છે. મધ્યપ્રદેશ પશુપાલન વિભાગના સંચાલક ડો. આરકે રોકડે કહે છે કે મધ્યપ્રદેશમાં રાજસ્થાનના સરહદી વિસ્તારમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે. અમે સમગ્ર પ્રદેશ પર નજર રાખી રહ્યા છીએ.
હિમાચલ: અત્યાર સુધીમાં 2000થી વધુ પક્ષીઓ મૃત્યુ પામ્યા
હિમાચલ પ્રદેશના પોંગ ડેમ વેટલેન્ડમાં મૃત પક્ષીઓની આંકડો 2000ને પાર થઈ ગયો છે. પક્ષીઓના મૃત્યુનો પ્રથમ કેસ 28 ડિસેમ્બર, 2020ના રોજ સામે આવ્યો હતો. મૃત્યુનું કારણ બર્ડ ફ્લૂ હતુ. પાલમપુર અને જાલંધર પછી ભોપાલથી પ્રાપ્ત અહેવાલોમાં બર્ડ ફ્લૂથી મોતની પુષ્ટિ થઈ છે. આને કારણે પોંગ ડેમ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. એક કિલોમીટરનો વિસ્તાર રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય 9 કિમી સુધીનો વિસ્તાર સર્વેલન્સ ઝોન બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, ડેમની આસપાસ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
રાજસ્થાન : અત્યાર સુધીમાં 522 માક્ષીઓના મૃત્યુ
રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 522 માખીઓ મોતને ભેટ્યા છે, જેમાં 471 કાગડા હતા. જો કે, અત્યાર સુધીમાં ફક્ત 7 નમૂના જ રિપોર્ટ આવ્યા છે. જેમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. સોમવારેરાજ્યના 6 જિલ્લામાં 140 કાગડાઓ મૃત્યુ પામ્યા હતા. તેમાંથી સવાઇ માધોપુરમાં 35, બીકાનેરમાં 53, ઝાલાવાડમાં 22, બારામાં 17, પાલીમાં 9 અને બાંસવાડામાં 7નાં મૃત્યુ થયાં છે. સોમવારે રાજસ્થાનના બારા અને દૌસાથી કાગડા અને બગલાના 13 નમૂનાઓ પરીક્ષા માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે. જો કે, આ દરમિયાન થોડી રાહતની વાત તે છે કે પશુપાલન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના મોતથી ફક્ત એચ 5 ઈન્ફલ્યુએન્ઝા જ મળી આવ્યો છે, જે વધુ જીવલેણ નથી. તેનો સૌથી વધુ જીવલેણ એચ 5 એન 1 છે. જો આ વાયરસ પક્ષીઓમાંથી મનુષ્યમાં આવી જાય, તો તે મહામારીનું રૂપ લઈ શકે છે.
કેરળ : બે જીલ્લામાં 50 હજાર બતકને મારવાના આદેશ
કેરળના અલાપુઝા અને કોટ્ટાયમ જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસોની પુષ્ટિ થઈ છે. આ પછી આ બંને જિલ્લામાં 50 હજાર બતકને મારવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના વન,પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી કે.કે. રાજુએ કહ્યું- “જ્યાં સંક્રમણ લાગ્યું છે, ત્યાં 1 કિલોમીટરની વિસ્તારમાં રહેલા બધા પક્ષીઓને મારી નાખવામાં આવશે. આમાં પાલતુ અને સુશોભનનો પક્ષીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. ”રાજ્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ 12,000 બતક બર્ડ ફ્લૂથી મૃત્યુ પામ્યા છે.
હરિયાણા : બે દિવસમાં બે ફાર્મમાં 70 હજારથી વધુ મરઘીઓના મૃત્યુ
પંચકુલાના બરવાળાના રાયપુરરાણી વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં 2 ફાર્મમાં જ 70 હજારથી વધુ મરઘીઓનાં મોત નીપજ્યાં છે. ખેતરોમાંથી લીધેલ મૃત મરઘીઓના નમૂનાઓની તપાસ રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. સૂત્રો કહે છે કે મહિના પહેલા કેટલાક પોલ્ટ્રી ફાર્મમાં રોગ આવવાનું શરૂ થયું તો તેઓએ મરઘીઓને બીજી જગ્યાએ વેચી દીધી હતી. વહીવટીતંત્ર અને મરઘાં ફાર્મના માલિકો દ્વારા આ બાબત છુપાવવામાં આવી હતી.
ગુજરાત : જૂનાગઢમાં 53 પક્ષીઓના મૃત્યુ, રિપોર્ટ પેન્ડિંગ
ગુજરાતનાં જુનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં 2 જાન્યુઆરીએ બતક- બગલા સહિત 53 પક્ષીઓ મરુત મળી આવ્યા હતા. બર્ડ ફ્લૂની આશંકાને જોયા પક્ષીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ગુજરાતનાં મુખ્ય વન સરક્ષણ મંત્રી શ્યામલ ટીકાદારે જણાવ્યુ કે બર્ડ ફ્લૂની આશંકાને જોતાં અમે એલર્ટ જાહેર કર્યું છે. રેન્જ વન અધિકારી એ. એ. ચાવડાએ જણાવ્યુ કે 53 પક્ષી મરુત મળી આવ્યા છે પણ તેમના મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી.
દેશમાં પ્રથમ વખત એક જ લેબમાં માનવ અને પ્રાણીના વાઈરસ પર એક સાથે કામ ચાલી રહ્યું
ભોપાલના આનંદ નગર સ્થિત હાઇ સિક્યોરિટી એનિમલ ડિસિસ લેબોરેટરીના એક-એક રિપોર્ટ પર સમગ્ર દેશની નજર છે. દેશભરમાંથી નમૂનાઓ અહીં મોકલવામાં આવી રહ્યા છે. પ્રથમ નમૂના રાજસ્થાનથી આવ્યા હતા 28 ડિસેમ્બરે રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી, કેરળ અને હવે મધ્યપ્રદેશમાં પણ બર્ડ ફ્લૂના વાયરસની પુષ્ટિ થઈ છે. સોમવારે હિમાચલ પ્રદેશના પોંગ ડેમથી મોકલેલ વિદેશી પક્ષીઓના નમૂનાઓમાં પણ એવિયન ઈન્ફલ્યુએન્ઝાની પુષ્ટિ કરવામાં આવી છે. લેબોરેટરીમાં પાંચ વૈજ્ઞાનિકોની એક અલગ ટીમ 24 કલાક કાર્યરત છે. અહીંયા કોવિડ-19 ના સેમ્પલોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે આ લેબોરેટરીમાં એક જ સમયમાં માનવ અને પ્રાણીના વાયરસ પર કાર્ય કરવામાં આવી રહ્યું છે.
બર્ડ ફ્લૂના લક્ષણ
બર્ડ ફ્લૂ થવા પર કફ, ઝાડા, તાવ, શ્વાસ સબંધિત સમસ્યા, માઠુ દુખવું, ગાળામાં દુખાવો, નાક વહેવું અને બેચેની જેવી તકલીફ થઈ શકે છે.
આખરે કેમ છે બર્ડ ફ્લૂ આટલો જોખમી
એવિયન ઇન્ફ્લુએન્ઝા કે એવિયન ફ્લૂને બર્ડ ફ્લૂ કહેવામા આવે છે. આ પક્ષીઓમાં ફેલાટી બીમારી છે. સંક્રમિત પક્ષીના સંપર્કમાં આવવાથી આ રોગ માણસમાં પણ ફેલાવાની આશંકા જણાઈ રહી છે. મૃત અને જીવંત બંને પક્ષીઓનો આ ચેપ મનુષ્યમાં ફેલાઇ શકે છે. એચ 5 એન 1 વાયરસ બર્ડ ફ્લૂ માટે જવાબદાર હોય છે. સંક્રમિત પક્ષીને ખાવાથી પણ આ બીમારી થઈ શકે છે. અથવા ચેપગ્રસ્ત પાણીના સંપર્કમાં આવવાથી પણ તે ફેલાય છે. કાગડો બધે સહેલાઇથી પહોંચી જાય છે, તેથી તેના પર સૌથી વધુ જોખમ રહે છે. એવામાં જો કોઈ સંક્રમિત પક્ષી તેમના સંપર્કમાં આવે છે, તો આ વિદેશી પક્ષીઓના જીવને પણ જોખમ પહોંચી શકે છે.
[:]
Be the first to comment on "[:en]બર્ડ ફ્લૂને લઈને એલર્ટ: અત્યાર સુધીમાં 84,775 પક્ષીઓના મૃત્યુ, 4 રાજ્યોમાં વાઇરસની પુષ્ટિ, 2 રાજયોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા[:]"