બંગાળમાં રાજકારણ ગરમાયું: મમતા બોલી- મોદી-શાહની સિન્ડિકેટ સેન્ટ્રલ એજન્સીથી વિપક્ષને ડરાવી રહી છે; શુભેન્દુએ કહ્યું- કોલસા કૌભાંડના 900 કરોડ દિદીના ભત્રીજા પાસે ગયા


  • Gujarati News
  • National
  • West Bengal Assembly Election 2021 Live Update | Mamata Banerjee, Shuvendu Adhikari, TMC Vs BJP, Nandugram Assembly Election

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કેટલાક ગુજરાતી ઉત્તર-પ્રદેશ અને બિહારથી ગુંડાઓ મોકલીને બંગાળ પર કબ્જો મેળવવા ઈચ્છે છેઃ મમતા બેનર્જી
  • અમે બંગાળને ગુજરાતની જેમ નહીં બનવા દઈએઃ મમતા બેનર્જી
  • પાપથી દૂર રહેવા માટે મેં TMC સાથે છેડો ફાડ્યો છેઃ શુભેન્દુ

બંગાળમાં રાજકારણ ગરમાયું હોવાથી એકબીજા પર શાબ્દિક તંજ કસાઈ રહ્યો છે. રવિવારે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપે એક-બીજા પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાવડામાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે મોદી સિન્ડિકેટ-1 અને શાહ સિન્ડિકેટ-2 છે. બન્ને સેંન્ટ્રલ એજન્સીઓને અભિષેક (મમતાના ભત્રીજા), સુદીપ અને સ્ટેલિનની દીકરીના ઘરે મોકલી રહ્યા છે. વિપક્ષને ડરાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસ અધિકારીઓની પણ બદલી કરાઈ રહી છે.

શુંભેન્દુએ પણ મમતા પર પલટવાર કરીને વિવિધ આરોપો લગાવ્યા હતા. કોલસા કૌંભાંડમાં મમતા બેનર્જી અને રાજ્ય સરકારની મીલીભગત લોકો સમક્ષ આવી ગઈ છે. 900 કરોડના કૌભાંડના તમામ રૂપિયા મમતાના ભત્રીજા અભિષેક પાસે ગયા હતા. આ પ્રેન્સ કોન્ફરન્સમાં શુભેન્દુ સાથે દિનેશ ત્રિવેદી અને BJPના કેન્દ્રિય સહ પ્રભારી અરવિંદ મેનન પણ ઉપસ્થિત હતા.

મમતાએ ભાજપ પર નિશાન સાધ્યું
1. કેન્દ્ર સરકાર ખોટું બોલી રહી છે

ભાજપ ખેડૂતોને પૈસા આપવાના મોટા-મોટા વાયદાઓ કરી રહી છે. મેં સરકારને લાભાર્થીઓની યાદી મોકલી હતી. તો પછી તેમણે કેમ હજું સુધી પૈસા નથી મોકલાવ્યા? તેમના દરેક વાયદાઓ ખોટા છે. તેઓ માત્ર ચૂંટણીમાં જીતવા માટે પાયા વિહોણાં વાયદાઓ કરતા રહે છે.

2. BJP UP-બિહારના ગુંડાઓને બંગાળ મોકલી રહી છે
કેટલાક ગુજરાતી ઉત્તર-પ્રદેશ અને બિહારથી ગુંડાઓ મોકલીને બંગાળ પર કબ્જો મેળવવા ઈચ્છે છે. અમે બંગાળને ગુજરાતની જેમ નહીં બનવા દઈએ. ભાજપ અહીંયા કોમી મતભેદો ઊભા કરવા માગે છે. અમે તેમના પ્લાનને સફળ નહીં થવા દઈએ.

ઓડિયો ટેપ થકી શુભેન્દુએ પલટવાર કર્યો
શુભેન્દુએ એક ઓડિયો ટેપનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં લાંચ લેવાની વાત કરાઈ રહી હતી. તેઓએ કહ્યું હતું કે આ ટર્મની ચૂંટણીમાં TMCએ ઉમેદવારોને બિન-સત્તાવાર રૂપિયા મોકલ્યા હતા, તેના તમામ ડેટા મારી પાસે છે, સાચો સમય આવશે ત્યારે તેનો પણ ખુલાસો કરીશું. આ રૂપિયા પણ ગાયોની તસ્કરી, કોલસા માફિયાના માધ્યમથી વહેંચાયા હતા.

શુંભેન્દુએ 3 મોટા આરોપો લગાવ્યા
1. ધરપકડ કરાયેલા ICના નજીકના માણસે ભત્રીજા સુધી પૈસા પહોંચાડ્યા

આજે અશોક મિશ્રાની ધરપકડ કરાઈ છે. તે પહેલા ડાયમંડ હાર્બર વિષ્ણુપુરમાં IC હતા. જેમાં માત્ર અશોક જ નહીં, પરંતુ 90-95 અધિકારીઓની સાથે 2-4 IPS અધિકારીઓ પણ સામેલ હતા. વિનયે ભત્રીજાને તસ્કરીના 900 કરોડ રૂપિયા આપ્યા હતા. વિનય TMC યુવા સંઘનો સચિવ હતો. IC પ્રત્યેક મહિને ભત્રીજાને 40 કરોડ રૂપિયા પહોંચાડતો હતો.

2. મમતા ધૃતરાષ્ટ્ર બનીને ના રહી શકે
તસ્કરીને લઈને આટલું મોટું ષડયંત્ર ચાલી રહ્યું હતું, શું CMને આ વાતનો અણસાર પણ નહોતો આવ્યો? તે ધૃતરાષ્ટ્ર બનીને ના રહી શકે. એક મુખ્યમંત્રી હોવાને પરિણામે આના ઊપર કાર્યવાહી કરવી તેમની ફરજ હતી. તે ગૃહમંત્રી હતી અને તેણે ભત્રીજાને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો.

3. પાપથી દૂર રહેવા માટે મેં TMC સાથે છેડો ફાડ્યો
શિક્ષકોની નિમણૂંક સમયે પણ મોટું કૌંભાંડ રચાયું હતું. જેવી રીતે ICની ધરપકડ થઈ છે અને ઓડિયો ટેપ સામે આવી છે. તેનાથી આખી પરિસ્થિતિ પારદર્શક બની ગઈ છે અને આના કારણે જ તે લોકોએ TMC સાથે છેડો ફાડ્યો છે. કારણ કે તેઓ પણ આ પાપમાં ભાગીદાર બનવાના ઈચ્છુક નહોતા.

વિનય મિશ્રાના સહયોગી એવા બાંકુરાના ICની ધરપકડ કરાઈ
EDએ રવિવારે કોલસા કૌભાંડ કેસમાં બાંકુરાના ઈન્સપેક્ટર ઈન્ચાર્જ અશોક મિશ્રાની ધરપકડ કરાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અશોક મિશ્રા તૃણમૂલ કોંગ્રેસના યુવા નેતા વિનય મિશ્રાના નજીકના વ્યક્તિ હતા, જે કોલસા અને પશુઓની તસ્કરીના આરોપી છે. મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીના કથિત સહયોગી વિનય મિશ્રા પશુઓની તસ્કરીના કિસ્સામાં ફરાર આરોપી છે. કોલસાની તસ્કરીના કિસ્સામાં પહેલા અભિષેકની પત્ની અને અન્ય પરિવારના સભ્યોના નિવેદનો નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Be the first to comment on "બંગાળમાં રાજકારણ ગરમાયું: મમતા બોલી- મોદી-શાહની સિન્ડિકેટ સેન્ટ્રલ એજન્સીથી વિપક્ષને ડરાવી રહી છે; શુભેન્દુએ કહ્યું- કોલસા કૌભાંડના 900 કરોડ દિદીના ભત્રીજા પાસે ગયા"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: