[:en]ફિલ્મ રિવ્યૂ: ‘AK vs AK’: અનિલ કપૂર-અનુરાગ કશ્યપની ઝક્કાસ એક્ટિંગ[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ4 મિનિટ પહેલાલેખક: અમિત કર્ણ

  • કૉપી લિંક
  • સમયઃ 1 કલાક 48 મિનિટ
  • રેટિંગઃ 3.5/5

ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાણીએ રાઈટર અવિનાશ સંપત તથા સિનેમેટોગ્રાફર સ્વપ્નિલ સોનાવણેની સાથે મળીને આ ફિલ્મને ટેકનિકલ રીતે ‘મેટા સિનેમા’ની ફિલ આપી છે. એટલે કે દર્શકોને સિનેમાની અંદર એક સિનેમા જોવા મળે છે. ફિલ્મમાં પાત્રોની રિયલ લાઈફ બતાવવામાં આવી છે. અહીંયા એક નિષ્ફળ ડિરેક્ટર (અનુરાગ કશ્યપ) અને પોતાના સમયના સ્ટાર (અનિલ કપૂર)ના ઝઘડા, વિરોધી વિચારાધાર તથા ઈગો ક્લેશ બતાવવામાં આવ્યો છે. બંનેને પોતાની જ રિયલ લાઈફ ફિલ્મમાં પ્લે કરી છે. એટલે કે અનુરાગ પોતાની એક ફિલ્મ માટે અનિલ કપૂરને લેવા માગે છે. તે પહેલાં એક ફંક્શનમાં બંને વચ્ચે ઉગ્ર દલીલો થાય છે. આ વાત પર ગુસ્સામાં આવીને અનુરાગ એક્ટર અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરનું અપહરણ કરી લે ચે. પછી અનિલ કપૂર કેવી રીતે પોતાની દીકરીને શોધે છે, તે વાત ફિલ્મમાં છે. અહીંયા ફિલ્મ એક હોસ્ટેજ થ્રિલરમાં કન્વર્ટ થાય છે.

મોટવાણીએ સારો પ્રયોગ કર્યો છે. ક્લાઈમેક્સમાં લાવવામાં આવેલા ટ્વિસ્ટને એક બાજુએ મૂકીએ તો આખી ફિલ્મ ઘણી જ સારી છે. દર્શકોને પહેલાં જ સીનથી ખબર પડે છે કે બધું જ પહેલેથી સ્ટેજ મેનેજ્ડ છે, પરંતુ પાત્રો તથા તેમના એક્શન-રિએક્શન તેમને વિશ્વાસ કરવા પર મજબૂર કરે છે. અનુરાગે સોનમ કપૂરનું અપહરણ અનિલ કપૂરના જન્મદિવસ પર જ અપહરણ કર્યું હોય છે. આ વાત અનિલ કપૂરના પરિવારમાંથી કોઈને ખબર નથી. ઘર પહોંચ્યા બાદ ત્યાં મોટાભાઈ બોની કપૂર તથા પુત્ર હર્ષવર્ધન કપૂરની અફર્ટલેસ એક્ટિંગ જોવા મળી છે. વચ્ચે વચ્ચે ચિંતિત જમાઈ આનંદ આહુજાના ફોન પણ આવે છે. પૂરી ફિલ્મમાં પોતાની દીકરીને સતત બેચેન પિતાનો સંઘર્ષ અનિલ કપૂરે ઘણી જ સારી રીતે પ્લે કર્યો છે. એક સ્ટાર જ્યારે જુહૂના પૉશ વિસ્તારમાં રહે છે. નાનપણ ચેમ્બુરની ચાલીમાં પસાર થયું હતું. તે સમયે તે ટ્રેનમાં મુસાફરી કરતી હતી. દીકરીને શોધવા માટે સ્ટાર પિતા લોકલ ટ્રેનના ધક્કા ખાય છે.

ઝૂંપડપટ્ટીમાં રહેલા લોકો પાસેથી કિડનેપર અંગે સવાલો પૂછે છે. જોકે, ત્યાં રહેતા લોકો અલગ જ માગણી કરે છે. સ્ટાર અનિલ કપૂર આ માગણી પૂરી પણ કરે છે. આ જ સીનમાં એક સ્ટારના આંતરિક તથા બાહ્ય દ્વંદ્વ તથા દર્દને અનિલ કપૂર હાઈ લેવલ પર્ફોર્મર તરીકે પ્લે કરે છે. તેમની મેચ્યોરિટી કાબિલે તારીફ છે. અનુરાગ કશ્યપ એક્ટિંગમાં સારો દેખાય છે. વાસ્તવમાં તિગ્માંશુ ધૂલિયા તથા અનુરાગ સારા ડિરેક્ટર હોવાની સાથે સાથે સારા એક્ટર પણ છે. ક્લાઈમેક્સમાં જો થોડી સાવચેતી રાખી હોત તો ફિલ્મ ફ્લોલેસ બની જાત. ભારત જેવા દેશમાં સંઘર્ષને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે અને નાયક પૂજાને લોકો માથે ચઢાવે છે. પછી તે અનુરાગ કશ્યપ જેવા ડિરેક્ટર્સનો સંઘર્ષ હોય કે ફિલ્મમાં દીકરાને શોધતા અનિલિ કપૂરનો સંઘર્ષ.

[:]

Be the first to comment on "[:en]ફિલ્મ રિવ્યૂ: ‘AK vs AK’: અનિલ કપૂર-અનુરાગ કશ્યપની ઝક્કાસ એક્ટિંગ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: