પ્રશાંત કિશોરનો દાવો: પશ્ચિમ બંગાળની ચૂંટણી દેશમાં લોકશાહી બચાવવાની લડાઈ, કહ્યું- ગયા વર્ષનું મારું જૂનું ટ્વિટ યાદ રાખજો


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળમાં TMCની જીત માટે વ્યૂહરચના ઘડી રહ્યા છે

  • પ્રશાંતે કહ્યું- બંગાળ ફક્ત પોતાની બેટીને જ ઈચ્છે છે
  • TMC છોડનાર નેતાઓ વારંવાર પ્રશાંત કિશોરની કામ કરવાની પદ્ધતિને લઈ પ્રશ્ન ઉઠાવ્યો હતો
  • અનેક નેતાઓ ભાજપમાં સામેલ થયા બાદ તૃણમુલે બળવાને અટકાવવાની જવાબદારી પ્રશાંતને આપી હતી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય ગરમી વધી ગઈ છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મમતા બેનર્જી માટે કામ કરી રહેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે શનિવારે સોશિયલ મીડિયા પર પોતાની રણનીતિનો ખુલાસો કર્યો છે.પ્રશાંત કિશોરે કહ્યું છે કે ભારતમાં લોકતંત્ર માટે મહત્વની લડાઈ પશ્ચિમ બંગાળમાં લડવામાં આવશે. 27 માર્ચથી શરૂ થઈ રહેલા બંગાળ ચૂંટણી અગાઉ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે એક ટ્વિટ કરી રહ્યું છે કે બંગાળ ફક્ત પોતાની બેટીને જ ઈચ્છે છે. એટલું નથી, કિશોરે તેના એક જૂના ટ્વિટ અંગે પણ વાત કહી છે, જેમાં તેણે દાવો કર્યો હતો કે ભાજપને 99થી વધારે બેઠક નહીં મળે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક ટ્વિટમાં પ્રસાંત કિશોરે કહ્યું હતું કે ભારતમાં લોકશાહી માટે એક મહત્વની લડાઈ પશ્ચિમ બંગાળમાંથી લડવામાં આવશે. બંગાળ ફક્ત પોતાની બેટી જ ઈચ્છે છે. બંગાળની પ્રજા પોતાના સંદેશ સાથે તૈયાર છે અને પોતાનું Right Card દેખાડવા માટે દ્રઢ-સંકલ્પિત છે. પ્રશાંત કિશોરે પોતાના ટ્વિટમાં અગાઉના દાવાની પણ યાદ અપાવી હતી. તેમણે 21 ડિસેમ્બરે એક ટ્વિટ અંગે યાદ અપાવી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે બંગાળમાં બીજેપીને ડબલ ડિજીટમાં પહોંચવામાં પણ મુશ્નીકેલી પડશે. ચૂંટણી રણનીતિકાર તરીકેનું કામ છોડી દેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં બંગાળમાં ભાજપે 18 બેઠક પર જીત હાંસલ કર્યાં બાદ મમતા બેનર્જીએ પ્રશાંત કિશોરની કંપની I-Pacની ભરતી કરી હતી. પ્રશાંત કિશોરનો દાવો એવા સમયે આવ્યો હતો કે જ્યારે અમિત શાહ દાવો કરી ચુક્યા છે કે તેમની પાર્ટી બંગાળ વિધાનસભાની આગામી ચૂંટણીમાં 200થી વધારે બેઠક લાવી સરકાર બનાવશે.

પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રણનીતિકાર છે

પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રણનીતિકાર છે

પશ્ચિમ બંગાળમાં 7 માર્ચથી 29 એપ્રિલ વચ્ચે આઠ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે અને મતોની ગણતરી 2 મેના રોજ થશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજ, બીજા તબક્કાનું મતદાન એક એપ્રિલના રોજ, ત્રીજા તબક્કાનું મતદાન 6 એપ્રિલ, ચોથા તબક્કાનું મતદાન 10 એપ્રિલ, પાંચમાં તબક્કાનું 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કાનું 22 એપ્રિલ, સાતમાં તબક્કાનું 26 એપ્રિલ તેમ જ અંતિમ તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે. વર્ષ 2016માં છ તબક્કામાં 4 એપ્રિલથી 5 મે વચ્ચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.
TMC છોડનાર નેતાઓએ પ્રશાંત કિશોર પર લગાવ્યા હતા આરોપ
પ્રશાંત કિશોરે ગયા વર્ષે બિહાર ચૂંટણી વચ્ચે મમતા બેનર્જી માટે ચૂંટણી અભિયાનનું કામ સંભાળ્યું હતું. ત્યારબાદ મમતાની પાર્ટી TMC છોડનાર નેતાઓએ વારંવાર પ્રશાંત કિશોરની કામ કરવાની પદ્ધતિને લઈ પ્રશ્ન ઉઠાવ્યો હતો. મોટાભાગના નેતાઓ ભાજપમાં સામેલ થયા બાદ કહ્યું હતું કે TMCમાં પ્રશાંત કિશોરે સંપૂર્ણ કમાન્ડ મેળવી લીધો છે.
મમતા બેનર્જી અને ભત્રીજા અભિષેક બેનર્જી પર કિશોરનો ખૂબ પ્રભાવ
મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી પર કિશોર એટલો પ્રભાવ ધરાવે છે કે પાર્ટીમાં જૂના નેતાઓની કોઈ વાત સાંભળવામાં આવી રહી નથી. તાજેતરમાં જ રાજ્યસભામાં TMC છોડવાની જાહેરાત કરનાર દિનેશ ત્રિવેદીએ આરોપ લગાવ્યો કે પ્રશાંત કિશોરના લોકો તેમના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરતા હતા. ત્રિવેદીએ કહ્યું કે મારા ટ્વિટર હેન્ડલ પરથી પ્રધાનમંત્રી અને રાજ્યપાલ જેવા બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકો અંગે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી.
ચૂંટણી સાથે જોડાયેલા તમામ નિર્ણય અંગે પ્રશાંત કિશોરની દરમિયાનગીરી
બંગાળમાં આ વખતે સત્તાધારી તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તીવ્ર સ્પર્ધા છે. પ્રશાંત કિશોર TMCની જીત માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. પ્રશાંતને ઉમેદવારોની પસંદગી ઉપરાંત અનેક નેતાઓ ભાજપમાં સામેલ થયા બાદ પાર્ટીમાં બળવાને અટકાવવા માટેની પણ જવાબદારી આપવામાં આવી છે. વર્તમાન સમયમાં મમતા બેનર્જી સામે સૌથી મોટો પડકાર પક્ષથી દૂર જઈ રહેલા મતદાતાને અટકાવવાનો છે.

અન્ય સમાચારો પણ છે…1 Trackbacks & Pingbacks

  1. પશ્ચિમ બંગાળની ચૂંટણી દેશમાં લોકશાહી બચાવવાની લડાઈ, કહ્યું- ગયા વર્ષનું મારું જૂનું ટ્વિટ યાદ ર

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: