[:en]પ્રવાસી ભારતીય દિવસ: વિદેશી ધરતી પર વસવામાં નંબર વન ભારતીય, મુસ્લિમ દેશ બન્યા પહેલી પસંદગી, UAEમાં સૌથી વધુ NRI[:]

[:en]

  • Gujarati News
  • National
  • Population Of Overseas Indians | Pravasi Bharatiya Divas 2021; How Many Indian NRI In USA United Arab Emirates Mauritius

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વાત 9 જાન્યુઆરીની છે. મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રીકામાં શ્વેત વિરુદ્ધ અહિંસાનો સફળ પ્રયોગ કરીને ભારત પરત આવ્યા. આ જ એ દિવસ છે જેને આપણી આઝાદીની લડાઈને જ માત્ર સૌથી મોટા નેતા નહીં પણ સૌથી કારગર હથિયાર પણ આપ્યું. નેતા હતા-મહાત્મા ગાંધી અને હથિયાર-અહિંસા.

ઠીક 88 વર્ષ પછી 2003માં આ દિવસને યાદ કરતા પહેલી વખત પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવમાં આવી. હેતું હતો, દેશના વિકાસમાં પ્રવાસી ભારતીયો એટલે કે NRIsના યોગદાનને ઓળખ આપવાનો. તેમની પ્રશંસા કરવાનો. 2015થી આના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો. ત્યારથી PBDની થીમ નક્કી કરવામાં આવે છે. ડિસેમ્બરથી નક્કી થીમ પર કોન્ફરન્સ સહિત ઘણા કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસની થીમ આત્મનિર્ભર ભારત બનાવવામાં યોગદાન છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 210 દેશમાં 1.34 કરોડ NRI છે. જો કે, સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે 1.75 કરોડ ભારતીય અન્ય દેશોમાં રહે છે. કોઈ પણ અન્ય દેશના મુકાબલે આ સંખ્યા સૌથી વધુ છે. આને આ રીતે પણ સમજી શકાય છે કે અન્ય દેશમાં રહેવાના મામલામાં ભારતીય નંબર-1 છે. સામાન્ય ધારણા કરતા ઊંધુ આ મામલમાં અમેરિકાની તુલનામાં UAE જેવા મુસ્લિમ દેશ ભારતીયોની પહેલી પસંદ છે.

NRIની પરિભાષાઃએવા ભારતીય નાગરિક જે 183 દિવસથી વધુ બીજા દેશમાં રહે છે. અન્ય શબ્દોમાં જે182 દિવસથી ઓછા દિવસ ભારતમાં રહે છે.

ભારતીય ફક્ત તમામ દેશોમાં પ્રવાસી તરીકે તો રહે છે પણ ત્યાં નાગરિક પણ છે. આવા લોકો પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજીન કહેવાય છે. આ લોકો ભારતીય મૂળના એવા વિદેશી નાગરિક છે, જે કાં તો પોતે ભારતના નાગરિક હતા અથવા તો તેમના માતા-પિતા કે દાદા-દાદી કે પછી પતિ અથવા પત્નીમાંથી કોઈ ભારતનું નાગરિક છે કે હતા. દુનિયામાં 1.87 કરોડ લોકો PIO છે. આવા લોકો સૌથી વધુ અમેરિકામાં છે. લગભગ 31.80 લાખ ભારતીય મૂળના લોકો અમેરિકન નાગરિક છે. દુનિયામાં માત્ર 30 દેશ એવા છે, જ્યાં ભારતીય મૂળના કોઈ નાગરિક નથી.

વિદેશમમાં રહેતા NRI હોય કે પછી ભારતીય મૂળના વિદેશી નાગરિક PIO, કુલ મળીને 3 કરોડ 21 લાખ ભારતીય દુનિયાભરમાં ફેલાયેલા છે. એવું નથી કે ભારતીય માત્ર અન્ય દેશોમાં જઈને રહેવાના કેસમાં જ સૌથી આગળ છે, તે બહાર રહીને પણ દુનિયામાં પોતાનું નામ ઉજ્જવળ કરવામાં પાછળ નથી.

તો આવો પ્રવાસી ભારતીય દિવસના અવસરે જાણીએ દુનિયાભરમાં ફેલાયેલા ભારતીયો સાથે જોડાયેલા રસપ્રદ આંકડા અને તથ્ય. સાથે જ એવા NRIsને જેમને બહાર રહીને પણ દુનિયામાં પોતાના દેશનું નામ રોશન કર્યું..

દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર NRI 1. અક્ષય રુપારેલિયા

ભારતીય મૂળના અક્ષય રૂપારેલિયા 2017માં બ્રિટનના સૌથી યુવાન કરોડપતિ બન્યા. 19 વર્ષના અક્ષયની ઓનલાઈન કંપનીDoorstep.co.uk લગભગ 16 મહિનાની અંદર બ્રિટનની 18 સૌથી મોટી ઓનલાઈન કંપનીમાં સામેલ થઈ ગઈ.

2. રોહિંટન મિસ્ત્રી મુંબઈમાં જન્મેલા રોહિંટન મિસ્ત્રી જાણીતા કેનેડિયન લેખક છે. રોહિંટન Tales from Firozsha Baag અને Such a Long Journey જેવી ઘણા જાણીતા પુસ્તક લખી ચૂક્યાં છે. તેમણે પોતાની બેચલર ડિગ્રી મુંબઈના જેવિયર કોલેજથી પુરી કરી. તેમણે પોતાને પુસ્તક માટે ગવર્નર જર્નલ્સ અને ગિલર જેવા એવોર્ડ મળી ચૂક્યાં છે.

હરગોવિંદ ખુરાના

ભારતીય અમેરિકન હરગોવિંદ ખુરાનાનું નોબલ એવોર્ડથી સન્માન થઈ ચૂક્યું છે. વર્ષ 1968માં તેમને આ એવોર્ડ શરીર વિજ્ઞાન અને ચિકિત્સા માટે આપવામાં આવ્યો હતો. પંજાબમાં જન્મેલા ખુરાનાએ લિવરપૂલ યુનિવર્સિટીમાં પ્રોફેસર એ.રોબર્ટસનના અંડરમાં રિસર્ચ કરીને ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી.

પ્રણવ મિસ્ત્રી મૂળ ગુજરાતી 33 વર્ષના પ્રણવ મિસ્ત્રી સેમસંગમાં રિસર્ચ વિંગના પ્રેસિડન્ટ અને CEO છે. તે સેમસંગ થિંક ટેન્ક ટીમના પ્રમુખ પણ છે. વિશ્વ આર્થિક મંચે તેમને 2013માં યંગ ગ્લોબલ લીડર તરીકે પણ સન્માનિત કર્યા હતા.

5. ઈન્દિરા નૂઈ હાલના સમયમાં ઈન્દિરા નૂઈ પેપ્સિકોની CEO અને ચેરપર્સન છે. ચેન્નાઈમાં જન્મેલી નૂઈ વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓના લિસ્ટમાં સામેલ થતી રહી છે. 2000માં પેપ્સિકોની CFO બન્યા પછી કંપનીની વાર્ષિક આવકમાં 72% વધારો જોવા મળ્યો હતો.

6. સુંદર પિચાઈ સુંદર પિચાઈનો જન્મ તમિલનાડુંના મદુરૈમાં થયો હતો. તે હાલ ગૂગલના મુખ્ય કાર્યકારી અધિકારી છે. તે આ પદ પર ઓક્ટોબર 2015થી છે. IIT ખડગપુરથી ડિગ્રી લીધા પછી પિચાઈએ સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયથી પણ અભ્યાસ કર્યો છે.

7. સત્યા નડેલા સત્યા નડેલા માઈક્રોસોફ્ટ કંપનીના CEO છે. 19 ઓગસ્ટ 1967ના રોજ હૈદરાબાદમાં જન્મેલા સત્યાને 2014માં સ્ટીવ બલેમરની જગ્યાએ માઈક્રોસોફ્ટના CEO બનાવવામાં આવ્યા હતા. માઈક્રોસોફ્ટને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્રચર અને સર્વિસિસ તરફ લઈ જવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.

8. કલ્પના ચાવલા હરિયાણાના કરનાલમાં જન્મેલા કલ્પના ચાવલા અંતરિક્ષમાં જનાર બીજા ભારતીય મહિલા હતા. નવેમ્બર 1997માં તેમને પહેલી અંતરિક્ષ યાત્રામાં 372 કલાક જેટલો સમય વિતાવ્યો હતો. બીજી યાત્રામાં પાછા ફરતી વખતે 3 ફેબ્રુઆરી 2003ના રોજ તેમનું સ્પેસ શટલ કોલમ્બિયા દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેમાં છ અન્ય સાથીઓ સાથે તેમનું નિધન થયું.

9. નરિંદર સિંહ કપાની ફાધર ઓફ ફાઈબર ઓપ્ટિક્સ કહેવાતા પ્રોફેસર નરિંદર સિંહ કપાની ભારતીય મૂળના અમેરિકન ભૌતિક વિજ્ઞાની હતા. પંજાબના મેગામાં જન્મે પ્રો. નરિંદરે 1956માં ફાઈબલ ઓપ્ટિક્સનો આવિષ્કાર કરીને દુનિયામાં ક્રાંતિ લાવી હતી. તેમણે 1998માં પ્રવાસી ભારતીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2020માં કેલિફોર્નિયામાં તેમનું નિધન થયું.

10. સલમાન રુશ્દી ભારતીય મૂળના બ્રિટિશ લેખક સલમાન રુશ્દીનો જન્મ મુંબઈમાં થયો હતો.Satanic verses અને Midnight’s Children જેવા પુસ્તકો લખીને ચર્ચામાં આવેલા રુશ્દીને બુકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચૂક્યાં છે.Satanic verses માટે તેમને ઈરાનનું સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા રુહોલ્લા ખોમૈની ના ફતવાનો સામનો કરવો પડ્યો હતો.

[:]

Be the first to comment on "[:en]પ્રવાસી ભારતીય દિવસ: વિદેશી ધરતી પર વસવામાં નંબર વન ભારતીય, મુસ્લિમ દેશ બન્યા પહેલી પસંદગી, UAEમાં સૌથી વધુ NRI[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: