[:en]પ્રથમ વખત એક્ટિવ કેસમાં સૌથી વધુ ઘટાડો, 24 કલાકમાં 4753 દર્દીઓ ઘટયા, દેશમાં અત્યાર સુધીમાં 27.01 લાખ કેસ[:]

[:en]

  • દેશમાં સોમવારે 880 દર્દીઓએ જીવ ગુમાવ્યો, આ બીમારીથી અત્યાર સુધીમાં 51 હજાર 925 લોકોના મોત થયા છે
  • મહારાષ્ટ્રમાં સોમવારે સૌથી વધુ 8493 કેસ આવ્યા, સૌથી વધુ 3127 દર્દીઓ સાજા થયા છે

દિવ્ય ભાસ્કર

Aug 18, 2020, 01:34 PM IST

નવી દિલ્હી. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 હજાર 300 કેસ પ્રકાશમાં આવ્યા છે. રાહતની વાત એ છે કે તેનાથી વધુ 58 હજાર 172 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 880 લોકોના મોત થયા છે. સોમવારે સૌથી વધુ 4753 એક્ટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. આ પહેલા 29 મેના રોજ 3866 એક્ટિવ કેસ પ્રકાશમાં આવ્યા હતા. દેશમાં કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં 5 વખત જ આવું બન્યું છે, જ્યારે એક દિવસમાં નવા સંક્રમિતોથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા હોય.

બીજી તરફ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 27 લાખ 1 હજાર 604 થઈ ગઈ છે. સોમવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8493 કેસ આવ્યા છે. સૌથી વધુ 3127 દર્દીઓ સાજા થઈ ગયા છે. 6780 કેસની સાથે આંધ્રપ્રદેશ બીજા નંબર પર છે.

કોરોના અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે પોતાના આંકડાઓ જાહેર કર્યા છે. તેના જણાવ્યા મુજબ, 55 હજાર 79 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે 876 લોકોના મોત થયા છે. આ રીતે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 27 લાખ 2 હજાર 743 થઈ છે. તેમાંથી 6 લાખ 73 હજાર 166 એક્ટિવ કેસ છે. 19 લાખ 77 હજાર 780 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 51 હજાર 797 લોકોના મોત થયા છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે 17 ઓગસ્ટે 8 લાખ 99 હજાર 864 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 9 લાખ 41 હજાર 264 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
  • બાયોકોનની ચેરપર્સન કિરણ મજૂમદાર શોનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વિટર પર તેની માહિતી આપી છે.
  • ઉતર પ્રદેશના સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અતુલ ગર્ગનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે મંગળવારે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.

પાંચ રાજ્યોની સ્થિતિ

1. મધ્યપ્રદેશ

રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં 4000 નવા કોરોના સંક્રમિત મળી ચૂક્યા છે. ઓગસ્ટના છેલ્લા 17 દિવસ રાહત ભર્યા રહ્યાં છે. કારણ કે આ દરમિયાન 13771 નવા કેસ મળ્યા છે, જ્યારે 12056 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. એટલે કે રિકવરી રેટ 87.55 રહ્યો છે. હવે નવા સંક્રમિત અને દરેક દિવસે સ્વસ્થ થનારામાં અંતર માત્ર 12.5 ટકા રહ્યું છે. આ આંકડો છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ છે. સમગ્ર જુલાઈની સરખામણીમાં લગભગ બે ગણાથી વધુ છે. સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, સાજા થનારા દર્દીઓની સંખ્યા વધવાના મુખ્ય બે કારણ છે. પ્રથમ- મોટા પાયે ટેસ્ટિંગ. કેસ ઝડપથી પ્રકાશમાં આવી રહ્યાં છે. સર્વે કરીને સંક્રમિતોની ઓળખ કરાઈ રહી છે. બીજું- મોટા ભાગના દર્દીઓ એન્સિપ્ટોમેટિક થયા છે.

2. રાજસ્થાન

રાજ્યમાં સોમવારે 1334 દર્દીઓ મળ્યા છે. 11 દર્દીઓના મોત થયા છે. મૃતકોમાં જયપુર અને બીકાનેરના 3-3, બાંસવાડા અને કોટાના 2-2 જ્યારે અજમેરનો 1 દર્દી સામેલ છે. ત્રણ દિવસ પહેલા 14 ઓગસ્ટે વિધાનસભા સત્રમાં સામેલ થયેલા ફલોદીના ધારાસભ્ય પબ્બારામ બિશ્રોઈમાં પણ સંક્રમણની પુષ્ટિ થઈ છે. તેઓ સત્ર દરમિયાન ઘણા ધારાસભ્યોને મળ્યા હતા. તેમના પુત્ર અને પૈત્ર પણ પોઝિટિવ આવ્યા છે.

3. બિહાર

રાજ્યમાં ધીરે-ધીરે કોરોના સંક્રમણ સામે લડવા માટેની રોગ પ્રતિરોધક ક્ષમતા(એન્ટીબોડી) વિકસિત થવા લાગી છે. આ ખુલાસો સમગ્ર દેશમાં કરવામાં આવેલા સીરો સર્વેમાં થયો છે. બીજી તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 7 હજાર 727 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

4. મહારાષ્ટ્ર

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા છ લાખને વટાવી ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ જણાવ્યું કે રાજ્યમાં લોકડાઉન હટાવવાની પ્રક્રિયા તબક્કાવાર કરવામાં આવશે. ઠાકરેએ કહ્યું કે હાલ સંક્રમણનો ખતરો છે. તેમણે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે રાજ્યમાં સંક્રમણની બીજી લહેર આવે.

5. ઉતરપ્રદેશ

રાજ્યમાં વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા જ 20 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. સત્ર શરૂ થતા પહેલા જ 600 કર્મચારીઓનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં સુરક્ષા કર્મચારીઓ પણ સામેલ છે. વિધાનસભા સત્ર 20 ઓગસ્ટથી શરૂ થશે.

[:]

Be the first to comment on "[:en]પ્રથમ વખત એક્ટિવ કેસમાં સૌથી વધુ ઘટાડો, 24 કલાકમાં 4753 દર્દીઓ ઘટયા, દેશમાં અત્યાર સુધીમાં 27.01 લાખ કેસ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: