પોલીસમાં ભરતી થઈ રહેલ કિન્નરોની કહાની: પરિવારે જાકારો આપ્યો તો ભીખ માંગીને ગુજારો કર્યો, આત્મહત્યા કરવાના વિચારો પણ આવ્યા, હવે પહેરશે સન્માન સાથે ખાખી વર્દી


  • Gujarati News
  • National
  • If The Family Gave Jakaro, He Made A Living By Begging, There Were Also Thoughts Of Committing Suicide, Now He Will Wear Khaki Uniform With Dignity.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાયપુર24 મિનિટ પહેલાલેખક: સુમન પાંડેય

  • કૉપી લિંક

રાયપુરમાં કિન્નર સમુદાયના લોકોની તૈયારી માટે SSP અજય યાદવે ટ્રેનરની સુવિધા આપી. દરરોજ પોલીસ ગ્રાઉન્ડમાં ભાગ લેનારાઓ પોતાની તૈયારી કરતા દેખાતા હતા.

  • આવું પ્રથમ વખત થયું છે જ્યારે છત્તીસગઢ પોલીસમાં 15 કોન્નરોની પસંદગી થઈ છે

પોલીસ ભરતીનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. 2259 પદો પર સમગ્ર રાજયમાંથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. વિશેષ વાત તે છે કે છત્તીસગઢ પોલીસમાં થર્ડ જેન્ડર સામેલ થવા જઇ રહી છે. રાજયના 15 કિન્નરોની પણ આ પદ માટે પસંદગી કરવામાં આવી છે. આ દેશનું પ્રથમ રાજ્ય હોવાની સંભાવના છે. જ્યાં આટલી સંખ્યામાં કિન્નર પોલીસમાં ભરતી થઈ રહ્યા છે.

રાયપુરની વતની વિદ્યા રાજપૂત કિન્નર સમુદાયના અધિકારો માટે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહી છે. સોમવારે બપોરે જ્યારે પોલીસ ભરતીનું પરિણામ જાહેર થયું તો યાદીમાં પોતાના સાથીઓના નામ જોઈને હેરાની પણ થઈ અને ખુશી પણ. આવું પ્રથમ વખત છે જ્યારે આ પ્રકારની સરકારી નિકરીમાં સમાજનો તિરસ્કાર સાંખી રહેલ વર્ગને તક આપવામાં આવી હોય. જાણો પોલીસમાં સામેલ થવા જય રહેલ આવા જ થર્ડ જેન્ડર સમુદાયના આ લોકોની કહાની…

બાળપણ અપશબ્દો સાંભળવામાં વીત્યું, હવે સન્માન મળવાની આશા

શબૂરીના બાળપણનો મોટો ભાગ છોકરા તરીકે જ પસાર થયો, પરંતુ શરીર અને વર્તનમાં બદલાવને કારણે લોકો તેની મજાક ઉડાવતા હતા.

શબૂરીના બાળપણનો મોટો ભાગ છોકરા તરીકે જ પસાર થયો, પરંતુ શરીર અને વર્તનમાં બદલાવને કારણે લોકો તેની મજાક ઉડાવતા હતા.

શબૂરીએ જણાવ્યુ હતું કે, ‘ખાખી વર્દી પોલીસનો ગૌરવશાળી યૂનિફોર્મ તો છે જ, તેનાથી પણ ઘણું વધારે ,તે મારા માટે સન્માનની ખાખી છે. આ વર્દીનુંબધા જ સન્માન કરે છે. બાળપણમાં હું છોકરાઓથી અલગ હતી. બધા જ મારી મજાક ઉડાવતા હતા, અપશબ્દો પણ કહેતા હતા. ત્યારે મે જાન્યુ કે બધા જ પોલીસથી ડરે છે, સન્માન કરે છે. ત્યારે જ વિચાર્યું કે મોટી થઈને પીલીસમાં જોડાઈશ. જ્યારે વર્ષ 2017માં જાન્યુ કે અમને પણ પોલીસ ભરતીમાં તક મળી શકે છે, તો તૈયારીમાં લાગી ગયા. મેદાનમાં જવાનું અને ફિઝિકલ ટ્રેનિંગની તૈયારી કરવિ તે ખુબજ મુશ્કેલીભર્યું રહ્યું. પણ જ્યારે હવે સિલેક્શન થયું છે તો ખૂબ ખુશ છું. અત્યાર સુધીમાં અમે જે સન્માન માટે તરસતા હતા, તે સન્માન હવે પોલીસ વર્દી અપાવશે.

ઘરોમાં કર્યું કચરા-પોતાં કરવાનું કામ, છેડતી પણ સહન કરી

શિવન્યાએ કહ્યું કે હવે તેને કંઈક કરી બતાવવાની તક મળી છે. પોલીસની નોકરી હું સંપૂર્ણ ઇમાનદારીથી નિભાવીશ.

શિવન્યાએ કહ્યું કે હવે તેને કંઈક કરી બતાવવાની તક મળી છે. પોલીસની નોકરી હું સંપૂર્ણ ઇમાનદારીથી નિભાવીશ.

શિવન્યાએ જણાવ્યુ હતું કે, ‘રૂપિયાની તંગીને કારણે માં સાથે લોકોના ઘરે કચરા-પોતાં કરવાનું કામ પણ કર્યું. જ્યારે છોકરીઓની જેમ રહેવા લાગી તો માલિકોએ કામથી રાજા આપી દીધી. તે કામ હાલમાં જ છોડવું પડ્યું. કોલેજમાં અભ્યાસ માટે પહોંચી તો ત્યાં પણ છોકરાઓ દ્વારા છેડતી કરવામાં આવતી હતી. ક્યારેક લોકો મામૂ કહીને તો ક્યારેક કિન્નર કહીને ચિઢવતા હતા. એક વખતે કોલેજના છોકરાઓએ શૌચાલયમાં બંધ કરી દીધી હતી. આ પ્રકારની છેડતી સહન કરીને પણ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. મને જોઈને છોકરીઓ પણ મોઢું ચઢાવતી હતી. પણ મે હંમેશા કંઈક બનવાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને સફળતા મળી.’

આત્મહત્યા ન કરી, પરિસ્થિતિ સામે લડવાનું શીખ્યું

દિપ્શાએ જીવનમાં જોયેલા સંજોગોને લીધે ખૂબ દુખ અનુભવ્યું હતું, પરંતુ હવે તેણે પોતાને બદલી દીધું છે.

દિપ્શાએ જીવનમાં જોયેલા સંજોગોને લીધે ખૂબ દુખ અનુભવ્યું હતું, પરંતુ હવે તેણે પોતાને બદલી દીધું છે.

દિપ્શાએ કહ્યું કે, ‘બાળપણમાં જ્યારે લોકો મને છોકરીઓની જેમ કપડાં પહેરવા અને તૈયાર થવા પર ચિઢાતા હતા તો ખોટું લાગતું હતું. હું વિચારતી હતી કે ભગવાને મને કેમ સામાન્ય જિંદગી આપી નહીં. આ કારણે મેં આત્મહત્યા કરવાના પ્રયાસ પણ કર્યા હતા. મે ઝેર પી લીધું હતું. પણ ડોકટરોએ મને નવું જીવન આપ્યું. કિન્નરોના અધિકારો માટે કં કરતી વિદ્યાજી સાથે સંપર્ક થયો અને પરિસ્થિતી સામે લડવાનું શીખ્યું. મે સમજયું કે મારે સ્વયંને સ્વીકારતા આગળ વધવું પડશે. મારા વિસ્તારના એક છોકરાએ મારી છેડતી કરી હતી, મે વિરોધ કર્યો તો તેણે છરી વડે હુમલો કરી દીધો હતો. સમાજનું આવું રૂપ જોઈને મે પોતે જ સંભાળ્યું. મારા ઘરવાળા પણ કહેતા હતા કે કંઈક બનીને બતાવો, પોતાને સાબિત કરો. અને આજ વાતે મે પોતાને મોટિવેટ કર્યું અને હવે પોલીસ સેવામાં મારી પસંદગી થઈ છે.’

પરિવારે જાકારો આપ્યો, તો ભીખ માંગીને ગુજારો કર્યો

નૈનાએ જણાવ્યુ કે દોડવા અને બીજી ફિઝિકલ એક્ટિવિટીમાં મુશ્કેલીઓ પડી, પરંતુ સફળતા મેળવી.

નૈનાએ જણાવ્યુ કે દોડવા અને બીજી ફિઝિકલ એક્ટિવિટીમાં મુશ્કેલીઓ પડી, પરંતુ સફળતા મેળવી.

રાયપુરની નૈના કહે છે કે, ‘4 વર્ષ પહેલા વર્તન બદલાવા પર ઘરવાળાઓએ મને ઘરની બહાર કાઢી મૂકી હતી. પરિવારના લોકો મને છોકરાની જેમ રહેવા માટે દબાણ કરતાં હતા. પરંતુ હું મારી અંદર એક સ્ત્રીનો અનુભવ કરતી હતી. હું છોકરીઓની જેમ રહેવા માંગતી હતી. હું રાયપુરમાં એક કાપડની દુકાનમાં કામ કરતી હતી. લોકડાઉનમાં નોકરી ગુમાવી હતી. ત્યાર બાદ હાઇવે પર ટ્રકવાળાઑ પાસે ભીખ માંગીને બે ટાઈમનું ખાવાની વ્યવસ્થા કરી. આ જ સ્થિતિમાં હાલમાં પોલીસ ભરતીની તૈયારી કરી અને મારી પસંદગી પણ થઈ.’

અન્ય સમાચારો પણ છે…

1 Trackbacks & Pingbacks

  1. પરિવારે જાકારો આપ્યો તો ભીખ માંગીને ગુજારો કર્યો, આત્મહત્યા કરવાના વિચારો પણ આવ્યા, હવે પહેરશે સ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: