પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને BCCI પર નિશાન સાધ્યું: લિઝા સ્થાલકરે કહ્યું, ભારતીય મહિલા ખેલાડીઓને ખબર નથી કે આગામી મેચ ક્યારે રમશે, બોર્ડે વુમન્સ IPLમાં મોડું કર્યું

પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને BCCI પર નિશાન સાધ્યું: લિઝા સ્થાલકરે કહ્યું, ભારતીય મહિલા ખેલાડીઓને ખબર નથી કે આગામી મેચ ક્યારે રમશે, બોર્ડે વુમન્સ IPLમાં મોડું કર્યું


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની પૂર્વ કેપ્ટને લિઝા સ્થાલકરે ભારતમાં વુમન્સ ક્રિકેટને મહત્ત્વ ન આપવા અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે, ‘ભારતીય વુમન્સ ક્રિકેટ પ્લેયર્સને એ પણ ખબર નથી કે તેઓ આગામી મેચ ક્યારે રમશે. મને લાગે છે કે ભારત દુનિયાનું સૌથી મોટું અનકેપ્ડ ટેલેન્ટ માર્કેટ છે. જો BCCI આ ટેલેન્ટનો ઉપયોગ કરે છે તો તે વુમન્સ ક્રિકેટમાં પણ ડોમિનેટ કરી શકે છે.’

ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટ કોર્પોરેશનના એક કાર્યક્રમમાં લિઝાએ કહ્યું કે BCCI યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે, પરંતુ તદ્દન ધીમું છે. તેણે કહ્યું, ‘BCCIએ મહિલાઓની IPLની યોજનામાં ઘણો વિલંબ કર્યો છે. વુમન્સ ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં આવી રહ્યું છે કારણ કે અમે તેમાં રોકાણ કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ વિમેન્સ બિગ બેશ લીગ (WBBL) જેવી લીગની રચના કરી, જે તેની છઠ્ઠી સીઝનમાં છે.’

વુમન્સ T-20 ચેલેન્જર માટે મહિલા ખેલાડીઓએ નહોતી કરી સરખી ટ્રેનિંગ
લિઝાએ દુબઈમાં થયેલ વુમન્સ T-20 ચેલેન્જ પર પણ નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે, પેસ અને બાઉન્સ વાળી પિચો પર અમે મોટો સ્કોર કરી શકીએ છીએ. પરંતુ વુમન્સ ચેલેન્જમાં વિકેટ સ્લો અને લો-સ્કોરિંગ હતી. મહિલા ખેલાડીઓએ સરખી રીતે ટ્રેનિંગ પણ નહોતી કરી.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયન કોચની ટીમ ઇન્ડિયાને સલાહ:મેકડોનાલ્ડે કહ્યું- બાઉન્સર સ્મિથની કમજોરી નથી, ભારતને આ પ્લાનથી કોઈ ફાયદો નહીં થાય

ઓસ્ટ્રેલિયામાં મહિલા ક્રિકેટ પર ઈન્વેસ્ટ કરવામાં આવ્યું
લિઝાએ કહ્યું કે, “મને હજીપણ એ સમય યાદ છે જ્યારે વુમન્સ બિગ બેશમાં માત્ર 6 ટીમો હોતી હતી. અમે તેમાં બદલાવ કર્યો અને હવે લીગમાં 8 ટીમો છે. હું ભારતમાં એ પણ સાંભળતી આવી છું કે મહિલા ક્રિકેટમાં ડેપ્થ નથી. અમારે ત્યાં પણ એવું જ હતું. જ્યારે વુમન્સ બિગ બેશની શરૂઆત થઇ ત્યારે ટીમો નબળી હતી. ધીરે-ધીરે પ્લેયર્સની સંખ્યા વધી અને લીગમાં સારી ટીમો આવા લાગી. તમારે કંઈક મોટું કરવા માટે ગેમ્બલિંગ કરવું પડે છે.

ભારતમાં થયો હતો લિઝાનો જન્મ
લિઝાનો જન્મ 13 ઓગસ્ટ, 1979ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. જોકે, તેને એક ઓસ્ટ્રેલિયન કપલે એડોપ્ટ કરી હતી. પછી તેના પિતા ઓસ્ટ્રેલિયામાં શિફ્ટ થઇ ગયા હતા. લિઝાએ ત્યાં જ ક્રિકેટ પ્રેક્ટિસ શરૂ કરી.

ઓસ્ટ્રેલિયા વતી રમતા 229 વિકેટ ઝડપી
લિઝાએ ઓસ્ટ્રેલિયા માટે 187 મેચમાં 229 વિકેટ ઝડપી. તેણે 8 ટેસ્ટમાં 32ની એવરેજથી 416 રન અને 54 T-20માં 21.36ની એવરેજથી 769 રન બનાવ્યા. જ્યારે 125 વનડેમાં 30.65ની એવરેજથી 2728 રન બનાવ્યા.

Be the first to comment on "પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને BCCI પર નિશાન સાધ્યું: લિઝા સ્થાલકરે કહ્યું, ભારતીય મહિલા ખેલાડીઓને ખબર નથી કે આગામી મેચ ક્યારે રમશે, બોર્ડે વુમન્સ IPLમાં મોડું કર્યું"

Leave a comment

Your email address will not be published.


*