પૂર્વી લદ્દાખમાંથી સેના હટાવવા વિશે આજે લેફ્ટેનન્ટ જનરલ લેવલની મીટિંગ થશે, પેંગોગ ત્સો અને દેપસાંગમાં ડિસએંગેજમેન્ટ વિશે વાત કરાશે


  • મીટિંગ LAC પર ભારત તરફના ચુશૂલમાં સવારે 11.30 વાગે શરૂ થશે
  • ગોગરા, હોટ સ્પ્રિંગ્સ અને ગલવાનથી ચીની સૈનિકો પહેલા જ પાછળ ખસી ગયા છે

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 02:14 PM IST

નેશનલ ડેસ્ક. પૂર્વી લદ્દાખથી સૈનિકોને હટાવવાના બીજા ફેઝની ચર્ચા માટે આજે ભારત અને ચીન વચ્ચે લેફ્ટિનન્ટ જનરલ લેવલની વાતચીત થવાની છે. આ મીટિંગ LAC પર ભારત બાજુ ચુશૂલમાં સવારે શરૂ થશે. બેઠકમાં પેંગોગ ત્સો અને દેપસાંગ વિસ્તારમાંથી સેના હટાવવા વિશે ડિએસ્ક્લેશન અને ડિસએંગેજમેન્ટનો બીજો ફેઝ શરૂ કરવા વિશે વાત કરવામાં આવશે. ભારત આ વિસ્તારોમાં 5 મે પહેલાંની સ્થિતિ પરત લાવવા માટે ભાર આપી રહી છે. ભારત તરફથી લેફ્ટિનન્ટ જનરલ હરિંદર સિંહ બેઠકમાં સામેલ થાય તેવી શક્યતા છે.

NSAની ચર્ચા પછી ચીન ઝૂક્યુ હતુ
ગલવાનમાં 15 જૂને ભારત-ચીન વચ્ચે ઝપાઝપીમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ચીનના 40 સૈનિકોના મોત થયા હતા, જોકે તેમણે આ વાત સ્વીકારી નથી. તણાવ ઓછો કરવા માટે 5 જુલાઈએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વીડિયો કોલ પર ચર્ચા થયા પછી ચીને વિવાદિત વિસ્તારોમાંથી તેની સેના પાછી હટાવવાનો નિર્ણય કર્યો હતો. લદ્દાખમાં ડિસએંગેજમેન્ટના પહેલા ફેઝમાં ગોગરા, હોટ સ્પ્રિંગ્સ અને ગલવાન ઘાટીથી ચીને તેમના અમુક સૈનિકો પાછા ખસેડ્યા હતા.

ભારતની માંગ- ફિંગર 4,8ની વચ્ચેથી પણ ચીન સેના ખસેડે
ચીનના પેંગોગ ત્સો વિસ્તારમાં ફિંગર 4 ઉપર પણ તેમણે સૈનિકોની સંખ્યા ઓછી કરી છે. ભારતની માંગ છે કે, ફિંગર 4 અને 8 વચ્ચેના વિસ્તારમાંથી પણ ચીન તેમની સેના પાછી ખસેડે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લદ્દાખમાં LAC સહિત દરેક વિસ્તારોમાં ભારત તરફથી કડક નજર રાખવામાં આવી રહી છે.

સેના પ્રમુખે જમ્મુ-પટાણકોટ સેક્ટરની મુલાકાત કરી
આર્મા સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ સોમવારે જમ્મુ-પઠાણકોટ સેક્ટરની મુલાકાત કરીને રાઈઝિંગ સ્ટાર કોરની સૈન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે ગુર્જ ડિવિઝિનની પણ મુલાકાત કરી હતી. જનરલ નરવણેએ સેનાના ઓફિસરો અને જવાનોને કહ્યું કે, પાકિસ્તાનના સીઝ ફાયર તોડવા અને ઘૂસણખોરીને આકરો જવાબ આપવામાં આવશે.

Be the first to comment on "પૂર્વી લદ્દાખમાંથી સેના હટાવવા વિશે આજે લેફ્ટેનન્ટ જનરલ લેવલની મીટિંગ થશે, પેંગોગ ત્સો અને દેપસાંગમાં ડિસએંગેજમેન્ટ વિશે વાત કરાશે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: