પાર્થ સમથાન કોરોના પોઝિટિવ આવ્યા બાદ કો-સ્ટાર કરણ પટેલ અને તેનો પરિવાર પણ કોરોના ટેસ્ટ કરાવશે


દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 05:01 PM IST

એકતા કપૂરની સિરિયલ કસૌટી ઝીંદગી કેમાં અનુરાગ બાસુનો રોલ પ્લે કરનાર પાર્થ સમથાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ન્યૂઝ રવિવારે આવ્યા અને ત્યાં સુધી તે શૂટિંગ કરતો હતો. ત્યારબાદ શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. સેટ પર પાર્થ સાથે અંદાજે અન્ય 30 લોકો પણ હાજર હતા. તે તમામને કોરોના ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. આ શોમાં મિસ્ટર બજાજનો રોલ પ્લે કરનાર કરણ પટેલ પોતાના સહિત આખા પરિવારનો કોરોના ટેસ્ટ કરાવશે.

સાવચેતીના ભાગરૂપે ટેસ્ટ 
એન્ટરટેનમેન્ટ વેબસાઈટ પિન્કવીલાને કરણની પબ્લિસિસ્ટે જણાવ્યું કે, કરણ છેલ્લા અમુક દિવસોથી શૂટિંગ પર જતા ન હતા પણ જવાબદાર નાગરિક તરીકે સુરક્ષા સૌથી પહેલા છે અને માટે જ કરણ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે જેથી તેની આસપાસના લોકોને કોઈ રિસ્ક ન રહે. તેના પરિવારના સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે જેથી કોઈપણ બેદરકારીને કારણે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. કરણ એકદમ સ્વસ્થ છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મહેરબાની કરીને ચિંતા ન કરો, આ દિવસો પણ જતા રહેશે.

થોડા સમય પહેલાં જ કરણની ટીમમાં એન્ટ્રી 
સિરિયલમાં કરણ પટેલને મિસ્ટર બજાજ રોલ માટે સાઈન કરવામાં આવ્યો છે. તેણે શોમાં કરણ સિંહ ગ્રોવરને રિપ્લેસ કર્યો છે. કરણ સિંહ ગ્રોવરે થોડા મહિના પહેલાં જ શોને અલવિદા કહ્યું હતું. એકતા કપૂરના કહેવા પર કરણ પટેલ આ શો માટે તૈયાર થયો હતો. એકતાએ ખુદ મિસ્ટર બજાજનો લુક ફાઇનલ કર્યો હતો.

કરણે ગયા અઠવાડિયે જ શોનું શૂટિંગ શરૂ કર્યું હતું પરંતુ પાર્થનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શોનું શૂટિંગ અટકાવી દેવાયું હતું. એકતા કપૂરે પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, અમારી પહેલી પ્રાયોરિટી અમારા ટેલેન્ટ, પ્રોડક્શન ક્રૂ અને કર્મચારીઓને મદદ અને પ્રોટેક્ટ કરવાની છે. 

Be the first to comment on "પાર્થ સમથાન કોરોના પોઝિટિવ આવ્યા બાદ કો-સ્ટાર કરણ પટેલ અને તેનો પરિવાર પણ કોરોના ટેસ્ટ કરાવશે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: