- પાયલટ છાવણીના 30 ધારાસભ્ય તેમનું પદ છોડી દે અને 13 અપક્ષ સહિત અન્ય પક્ષ ભાજપ સાથે જાય તો ભાજપ સત્તામાં આવશે
- કોંગ્રેસના જે 18 ધારાસભ્ય મીટિંગમાં નથી પહોંચ્યા, તે તમામ કોંગ્રેસનો સાથે છોડી દે તો અપક્ષની મદદથી સત્તા બચાવી શકશે ગેહલોત
દિવ્ય ભાસ્કર
Jul 13, 2020, 10:48 PM IST
જયપુર. રાજસ્થાનમાં રાજકીય ગરમી યથાવત છે. નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ તેમની સાથે 30 ધારાસભ્ય હોવાનો દાવો કરી રહ્યા છે. ગેહલોત છાવણી 107 ધારાસભ્ય સાથે હોવાનો દાવો કરી રહી છે. અમારા સૂત્રો જણાવે છે કે આ દાવો નબળો છે. ગેહલોતના ઘરે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના 18 ધારાસભ્ય પહોંચ્યા નથી.
પાયલોટનો દાવો ખરો હોવાની સ્થિતિમાં પણ ભાજપ માટે સરકાર બનાવવી એટલી સરળ નહીં હોય. બીજી બાજુ જે ધારાસભ્ય ગેહલોતના ઘરે પહોંચ્યા નથી તે જો પાયલટ સાથે જાય છે તો ગેહલોત સરકાર અપક્ષ અને અન્ય નાના પક્ષની મદદથી આવી શકશે. તો ચાલો જાણીએ કે વિધાનસભાનું ગણિત અને સત્તાનું સમીકરણ શું કહે છે….



Be the first to comment on "પાયલટ છાવણીના 30 MLA તેમનુ પદ છોડી દે તો પણ ભાજપને સરકાર બનાવવા 11 નવા સહયોગીની જરૂર પડશે"