- સચિન પાયલટને ડેપ્યૂટી સીએમ પદ અને રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા
- કોંગ્રેસ ધારાસભ્ય પક્ષની બેઠકમાં નહતા પહોંચ્યા પાયલટ, તેમના માટે એક કલાક રાહ જોવામાં આવી
દિવ્ય ભાસ્કર
Jul 14, 2020, 04:31 PM IST
જયપુર. રાજસ્થાનની રાજકીય લડાઈમાં હવે બંને પક્ષ જાહેરમાં આમને-સામને આવી ગયા છે. ડેપ્યૂટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી હટાવ્યા પછી માત્ર 15 મિનિટની અંદર જ સચિન પાયલટે ટ્વિટ કરીને તેમની ઈચ્છા જાહેર કરી દીધી છે કે, તેઓ હાર માનવા તૈયાર નથી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, સત્યને પરેશાન કરી શકાય છે, પરાજિત નહીં.
આ દરમિયાન સીએમ અશોક ગેહલોત મીડિયા સામે આવ્યા અને કહ્યું, અમે આજે પણ પાયલટ માટે બેઠક બોલાવી હતી, અમે વિચાર્યું હતું કે, ઈશ્વર તેમને સદબુદ્ધિ આપે, પરંતુ તેઓ આજે પણ ન આવ્યા. ત્યારપછી સીએમએ પાયલટ ગ્રૂપ માટે કહ્યું કે, ‘આ બૈલ મુઝે માર’ વાળી કહેવત તો તમે સાંભળી જ હશે.
પાયલટની પ્રોફાઈલમાંથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને ડેપ્યૂટી સીએમ હટ્યું
સચિન પાયલટને ડેપ્યૂટી સીએમ પદ અને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી અંદાજે બપોરે 1.45 વાગે હટાવવામાં આવ્યા હતા. તેના એક કલાક પછી 2.45 વાગે પાયલટે તેમના ટ્વિટર હેન્ડલ પર પ્રોફાઈલ બદલી છે. પહેલાં આ વિશે ડેપ્યુટી સીએમ રાજસ્થાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જેવી માહિતી આપી હતી.
આ પ્રોફાઈલમાં માત્ર ટોંક એમએલએ, પૂર્વ કેન્દ્રીય આઈટી મિનિસ્ટર અને ટેરિટોરિયલ આર્મીના કમીશન્ડ ઓફિસર જેવી માહિતી આપવામાં આવી છે.
નિર્ણય પછી ગેહલોતના 3 પ્રહાર
1. પહેલીવાર દેશમાં જોખમ ઉભુ થઈ રહ્યું છે. જે સરકાર દેશમાં બની છે, તે ધનબળથી રાજ્યની અન્ય સરકારોને તોડી રહી છે. સરકારો બદલાઈ છે, રાજીવગાંધી ચૂંટણી હાર્યા છે. આ દેશમાં આ બધુ થયું છે. તમે વિચારો પાકિસ્તાનમાં આવું નથી થતું.
2. પાયલટ, ભાજપના હાથોમાં રમી રહ્યા છે. જે લોકો મધ્ય પ્રદેશમાં મેનેજમેન્ટ કરી રહ્યા હતા, તે લોકો જ હવે અહીં રમત રમી રહ્યા છે. તેમણે રિસોર્ટ મેનેજ કર્યું અને તેઓ બધુ મેનેજ કરી રહ્યા છે. પાયલટના હાથમાં કશુ નથી, ભાજપ આ શો ચલાવી રહી છે. તમે સમજી શકો છો કે, તેમનો ઈરાદો શું છે. હાલ 122 લોકો અમારી સાથે અને તેમાંથી 102 લોકો કોંગ્રેસના છે. આ સંજોગોમાં કોંગ્રેસના કયા ધારાસભ્ય ફ્લોર ટેસ્ટની માંગ કરી શકે? હકીકતમાં બ્લેકમેલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
3. અમે આજે પણ આ લોકો માટે બેઠક બોલાવી હતી. અમે વિચાર્યું હતું કે, ભગવાન તેમને સદબુદ્ધી આપી, તેમ છતા આ લોકો ન આવ્યા. તમે લોકોએ ‘આ બૈલ મુઝે માર’વાળી કહેવત તો સાંભળી જ હશે.
Be the first to comment on "પાયલટે કહ્યું- સત્યને પરેશાન કરી શકાય છે-પરાજિત નહીં, ગેહલોતે કહ્યું- ‘આ બૈલ મુઝે માર’ વાળી કહેવત તો સાંભળી હશે"