પાયલટની પહેલી ગુગલી ગેહલોત ફ્રન્ટફુટ પર રમી ગયા;આજે CBSE ધોરણ-10ના પરિણામ આવશે,IITની કોરોના ટેસ્ટ કિટ લોંચ થશે


દિવ્ય ભાસ્કર

Jul 15, 2020, 06:00 AM IST

1. સરકાર પર સંકટના 4 દિવસ પસાર થઈ ગયા
રાજસ્થાનમાં કોંગ્રેસ માટે રાજકીય માહોલ બગડી ગયો હોય તેવુ લાગે છે. મંગળવારે સરકાર પર જે સંકટ આવ્યુ તેને લઈ 4 દિવસનો સમય વીતી ગયો છે. સતત 72 કલાક સુધી કરવામાં આવેલા પ્રયત્નો બાદ છેવટે CM અશોક ગેહલોતને કોંગ્રેસ તરફથી સંજીવની મળી. કોંગ્રેસ પક્ષે તેમને મજબૂત કરીને સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી તેમ જ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા. આ રીતે પાયલટે ફેકેલી પહેલી ગૂગલીને ગેહલોત ફ્રન્ટફૂટ પર રમી ગયા. પાયલટ હવે પછી કયું પગલું ભરશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે, કારણ કે વિકેટની પાછળ ભાજપ તકની રાહ જોઈને ટાપીને ઉભુ છે.

બીજી બાજુ ‘સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીયુક્ત કોંગ્રેસ’ના નેતાઓ કહી રહ્યા છે કે અમારો પક્ષ ‘વ્યક્તિઓ’થી નથી ચાલતો. માટે પાયલટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બાદમાં પાયલટે તેમના ટ્વિટર હેન્ડલ પરથી કોંગ્રેસનું નામ હટાવી દીધુ અને લખ્યુ- ‘સત્યને પરેશાન કરી શકાય છે, પરાજીત નહીં’
કોંગ્રેસે પણ પાયલટને જવાબ આપતા કહ્યું- ‘સત્ય તો હજુ પરાજીત નથી થયું’…..હવે એ વાત સમજની બહાર છે કે છેવટે સત્ય પર દાવો કોનો છે??? સત્ય-અસત્યથી અલગ હટીને ગેહલોતે ‘આ બેલ મુઝે માર’ની એ હિન્દી કહેવત ટાંકી અને પાયલટ છાવણીની તેની સાથે તુલના કરી.

ત્રણ એવી વાત કે જે અમારા પત્રકારોએ જણાવી છે….
પહેલીઃ
સોનિયા, રાહુલ, પ્રિયંકા, ચિદમ્બરમ, વેણુગોપાલ અને અહેમદ પટેલે સચિન પાયલટને મનાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ તેઓ ન માન્યા.
બીજીઃ પાયલટને CM પદ સિવાય અન્ય કંઈ પણ મંજૂર ન હતું. તેઓ ઈચ્છતા હતા કે SOG તરફથી જે નોટિસ મળી તે પણ પાછી ખેંચવામાં આવે. હવે તેઓ નવા પક્ષની રચના કરી શકે છે અને આ સંજોગોમાં ભાજપ તેમને ટેકો આપી શકે છે.
ત્રીજીઃ ગેહલોત હજુ તેમનું ટ્રમ્પ કાર્ડ રમ્યા જ નથી. તેઓ પોતાની ટીમમાં આઠ નવા પ્રધાનોને સામેલ કરી શકે છે. નવા ચહેરાને સ્થાન મળશે તો ધારાસભ્યોને જોડીને રાખવામાં સફળ નિવડશે.

2. અયોધ્યા કોની!!
હવે વાત વિદેશની કરીએ… પડોશી દેશ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ભારત વિરોધી બની ગયા છે અને નિવેદનો આપી રહ્યા છે. અગાઉ તેમણે કહ્યું હતું કે નેપાળના કેટલાક ભાગ પર ભારત કબ્જો જમાવીને બેઠુ છે. તેમનો ગુસ્સો એટલે નહીં અટકતા હવે તેમણે ભગવાન રામ નેપાળી હતા અને તેમના સમયની અયોધ્યા ભારતમાં નહીં પણ નેપાળના બીરગંજમાં હતી તેવું નિવેદન આપ્યું છે.

હકીકતમાં ઓલીએ આ નિવેદન આપવામાં વિલંબ કરી દીધો છે. જો તેમણે કેટલાક મહિનાઓ પૂર્વે આ નિવેદન આપ્યુ હોત તો કદાંચ દેશમાં જે અયોધ્યા વિવાદનો કેસ ચાલતો હતો તેમા તેમને ફરિયાદી બનાવી દેત. તાજેતરના તેમના નિવેદનને લઈ તેમના દેશના લોકો જ કેટલીક ટીખળ કરી રહ્યા છે.

નેપાળના ભૂતપુર્વ પ્રધાનમંત્રી બાબૂ રામ ભટ્ટારાઈ કહે છે- ‘તે આદિ કવિ ઓલી છે’જેઓ કળિયુગની નવી રામાયણ સંભળાવી રહ્યા છે. ઓલીના જ ભૂતપુર્વ સલાહકાર કુંદન આર્યલ કહે છે-‘ કદાંચ ઓલી ભારતની ન્યૂઝ ચેનલોમાં કોમ્પિટીશન કરી રહ્યા છે. નેપાળના ભૂતપુર્વ નાયબ પ્રધાનમંત્રી કમલ થાપા કહે છે- ‘ઓલી ભારત-નેપાળના સંબંધોને વધુ ખરાબ કરવા માંગે છે’

3. મોટા સમાચાર તરફ આગળ વધતા પહેલા આજના દિવસ સાથે જોડાયેલી બે અગત્યની વાત
CBSE ધોરણ-10નું પરિણામ આજ બપોર સુધીમાં આવી જશે. આ પરિણામ મંગળવારે આવે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવતી હતી. આ વખતે આશરે 18 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી છે. પરિણામ cbseresults.nic.in પર જોઈ શકાય છે.
 IIT દિલ્હીની લો-કોસ્ટ કોરોના ટેસ્ટ કિટ આજે લોંચ થશે. IIT દિલ્હી દેશની પ્રથમ એવી શૈક્ષણિક સંસ્થા છે, જેણે કોરોનાની તપાસ પદ્ધતિ તૈયાર કરી છે. આ માટે તેણે નોન-એક્સક્લુઝીવ ઓપન લાઈસન્સ કંપનીઓને આપ્યા છે. IITએ એક કિટની કિંમત રૂપિયા 500 રાખી છે. હવે એ જોવાનું રહેશે કે કંપનીઓ નફો રળવાની લાયમાં આ કિટ કેટલી ઉંચી કિંમત પર વેચશે.

4. હવે ગૂગલ (Google) પણ જિયો (Jio)માં રોકાણ કરશે
રિલાયન્સ જિયોમાં T-20 સ્ટાઈલથી રોકાણ આવી રહ્યું છે. હવે આ માટે ગૂગલ સાથે વાતચીત ચાલી રહી છે. ગૂગલ જિયોમાં આશરે 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. જો આ ડિલ થશે તો જિયોમાં 14મું ઈન્વેસ્ટમેન્ટ થશે. રકમની દ્રષ્ટિએ આ કંપની બીજા ક્રમની સૌથી મોટી રોકાણકર્તા હશે.

આ અગાઉ ફેસબુકે રૂપિયા 43 હજાર કરોડનું રોકાણ કરી જિયોમાં 9.99 ટકા હિસ્સો ખરીદ્યો હતો. છેલ્લા 12 સપ્તાહમાં રિલાયન્સ જિયોને 13 રોકાણકારો મળી ચુક્યા છે. જિયોએ 25.24 ટકા હિસ્સો વેચી રૂપિયા 1.18 લાખ કરોડનું ભંડોળ એકત્રિત કર્યું છે.

5. ગત વિશ્વ કપની ફાઈનલ મેચના વિજેતા અંગે એક ખુલાસો
વર્ષ 2019ના વિશ્વ કપની ફાઈનલને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. આ સાથે એક ખુલાસો પણ થયો છે. વિશ્વ કપ જીતનાર ઈગ્લેન્ડ ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ફાઈનલમાં નોટઆઉટ 84 રન બનાવ્યા હતા. સુપર ઓવરમાં પણ 8 રન બનાવ્યા હતા. તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

ઈગ્લેન્ડ સૌથી વધુ બાઉન્ટ્રી લગાવવાને લીધે વિશ્વ ચેમ્પિયન બન્યુ. ફાઈનલમાં 2 કલાક 27 મિનિટ સુધી બેટિંગ કર્યા બાદ સ્ટોક્સ એટલો તણાવમાં આવી ગયો હતો કે ડ્રેસિંગ રૂમમાં પરત ફરી તેણે બાથરૂમમાં જઈ સિગારેટ પીધી હતી.

6. આજનો દિવસ કેવો રહેશે?
એસ્ટ્રોલોજી કહે છે કે બુધવારે બે અશુભ યોગ બની રહ્યા છે. તેનું નામ છે શૂલ અને કાણ. જો નામ સાંભળીને જ મૂઝવણ થતી હોય તો કામની વાત જાણી લો. બુધવારે મેષ, મિથુન, કર્ક, કન્યા, તુલા, મકર, કુંભ અને મીન રાશિવાળાઓને જોબ અને બિઝનેસમાં સાવચેત રહેવું. વૃષભ, સિંહ, વૃશ્ચિક અને ધનુ રાશિવાળાઓ માટે આ દિવસ સારો રહેશે.

એસ્ટ્રોલોજી પ્રમાણે આઠ રાશિઓના લોકો માટે આ દિવસ પડકારરૂપ બની રહેશે, પણ ટેરોકાર્ટ્સ પ્રમાણે નવ રાશિઓ માટે આ દિવસ સારો રહેશે. તેમા વૃષભ, મિથુન, તુલા અને મીનનો સમાવેશ થાય છે.

1 Trackbacks & Pingbacks

  1. પાયલટની પહેલી ગુગલી ગેહલોત ફ્રન્ટફુટ પર રમી ગયા;આજે CBSE ધોરણ-10ના પરિણામ આવશે,IITની કોરોના ટેસ્ટ કિટ લ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: